હિતલ પારેખ, ગાંધીનગર: ભાજપે આજે ગુજરાતની રાજ્યસભાની બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી. અભય ભારદ્વાજ અને રમીલાબેન બારાને તક અપાઈ છે. આ બાજુ કોંગ્રેસમાં રાજ્યસભાની બેઠક માટે કોને તક આપવી તે મુદ્દે ભારે જદ્દોજહેમત ચાલી રહી છે. કોંગ્રેસની ઉમેદવારી માટે કોળી સમાજનું લોબિંગ ચાલી રહ્યું છે. કોળી સમાજ નારાજ જણાઈ રહ્યો છે. તેમનું કહેવું છે કે કોંગ્રેસમાં પહેલા જેવું કોળી સમાજનું પ્રભુત્વ નથી. કોળી સમાજના આગેવાનો આજે ગાંધીનગરમાં ભેગા થયા અને એક બેઠક યોજાઈ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યસભા ચૂંટણી: ગુજરાતમાંથી અભય ભારદ્વાજ અને રમીલાબેન બારા BJPના ઉમેદવાર, જાણો તેમના વિશે


ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે કોળી સમાજના ધારાસભ્યો અને સમાજના આગેવાનોની આ બેઠક યોજાઈ જેમાં પૂજાભાઈ વંશ, ઋત્વિજ મકવાણા, કોળી સમાજના આગેવાન અને ધારાસભ્ય સોમાભાઈ પટેલ, રાજેશ ગોહિલ, વિમલ ચૂડાસમા, બાબુભાઈ વાજા હાજર રહ્યાં હતાં. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube