અમદાવાદ : ગુજરાતમાં અકસ્માતોની વણઝાર ઘટવાનું નામ નથી લઇ રહી. રોજેરોજ અકસ્માતો થઇ રહ્યા છે. જેમાં લોકોના મોત થઇ રહ્યા છે. ત્યારે સુરતમાં ફરી  એકવાર અકસ્માત આવ્યો છે. સુરતના મહુવા તાલુકાના આંગલધરા ગામ નજીક અકસ્માત થયો હતો. સ્વીફ્ટ કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. અકસ્માતમાં બાઇક સવાર ત્રણ લોકોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. અનાવલથી ભીનાર જતા રોડ પર આંગલધરા ગામે આવેલ કાકાબળીયા દેવ મંદિર નજીક અકસ્માત સર્જાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

SURAT: વાહન ચોરીમાં આખા સુરતને ગાંડુ કરનાર ચોરને પોલીસે ઝડપી લીધો


બાઇક સવાર બેના ઘટના સ્થલે જ જ્યારે એક યુવાનનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અકસ્માત અંગે માહિતી મળતા જ મહુવા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મહુવા પોલીસ દ્વારા સ્વીફ્ટ કારના ચાલકની અટકાયત કરવામાં આવી હતી. તેને મેડિકલ ટેસ્ટ માટે મોકલી અપાયો છે. તેણે દારૂ પીધો હતો કે કેમ તે અંગે તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત તેની પાસે લાયસન્સ છે કે કેમ વગેરે પાસાઓની તપાસ બાદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે. 


GUJARAT CORON UPDATE: નવા 56 કેસ, 196 દર્દી સાજા થયા, 1 દર્દીનું મોત


અત્રે ઉલ્લેખનીય છે કે, આજના જ દિવસે અમદાવાદ મુંબઇ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. સુરત જિલ્લાના પલસાણા નજીક અકસ્માત થયો હતો. કાલાઘોડા નજીક હાઇવે પર બેફામ ટ્રક ચાલકે સાયકલ ચાલક કામદારને અડફેટે લીધા હતા. અકસ્માત બાદ ટ્રકચાલક ભાગી છુટ્યો હતો. કામગારની સ્થિતી ગંભીર છે. આ ઉપરાંત અંબાજી કોટેશ્વર માર્ગ પર રિક્ષા પલટી ગઇ હતી. રિક્ષા મારૂતીને ઓવરટેક કરવા દરમિયાન અકસ્માત સર્જાયોહ તો. જો કે તેમાં ચાર લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા. 


AHMEDABAD: ડીઝલમાં અસહ્ય ભાવ વધારો, ટ્રાન્સપોર્ટર માટે ન રહેવાય ન સહેવાય જેવી સ્થિતિ


મોરબી જેતપુર રોડ પર સર્જાયેલા ત્રિપલ અકસ્માત રિક્ષા સાથે બાઇક અથડાયા બાદ યુવાન પર ટ્રક ફરી વળ્યો હતો. અકસ્માતમાં બંન્ને યુવાનોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની ઘટના કપરાડા તાલુકાના જોગવેલ નજીક અકસ્માત સર્જાયો હતો. અશોક લેલન અને ટાટા ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ચાલકની ઇજાઓપહોંચતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડાયા હતા. થોડા સમય માટે અકસ્માતના પગલે વાહન વ્યવહાર અટકી ગયો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube