ગૌરવ દવે, રાજકોટઃ રાજ્યમાં રેવેન્યૂ તલાટીની ભરતી પ્રક્રિયા શરૂ થઈ છે. આ માટે ઘણા ઉમેદવારોને નોન-ક્રીમિલેયર સર્ટિફિકેટ મેળવવાનું હોય છે. રાજકોટ બહુમળી ભવન ખાસે નોન-ક્રીમિલેયર સર્ટિફિકેટ મેળવવા માટે આજે યુવાનોની લાંબી લાઈનો લાગી છે. પરંતુ તેમને આ સર્ટિફિકેટ મળી  રહ્યું નથી. આટલી મોટી સંખ્યામાં યુવાનોને જોઈને વચેટિયાઓ પણ મેદાનમાં આવી ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વચેટિયાઓએ શરૂ કર્યા ગોરખધંધા
રાજકોટ બહુમાળી ભવન ખાતે ક્રીમિલેયર સર્ટિ કઢાવવા માટે વચેટિયાઓ મેદાનમાં આવી ગયા છે. તેમણે યુવાઓ પાસે સર્ટિફિકેટ કઢાવવા માટે 350 રૂપિયાની માંગણી કરી રહ્યાં છે. કહે છે કે પૈસા આપો બધુ થઈ જશે. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. 


પ્રાંત અદિકારીએ નકારી વાત
નોન-ક્રીમિલેયર સર્ટિફિકેટ માટે લાંબી લાઈનો લાગ્યા બાદ પૈસાની માંગણી કરી રહેલા વચેટિયાઓનો વીડિયો પણ વાયરલ થયો છે. આ અંગે પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવીએ કહ્યુ કે, યુવાનોની ભીડ જોઈને વધારાની વ્યવસ્થા હાથ ધરવામાં આવે છે. તેમણે કહ્યું કે યુવાનોને સરળતા રહે તે માટે વધારાના ટેબલ શરૂ કરાયા છે. વાયરલ વીડિયો પર કહ્યું કે, તે વ્યક્તિ ખોટુ બોલી રહ્યો છે. આ સાથે તેમણે કહ્યું કે બહુમાળી ભવનમાં પોલીસ બંદોબસ્ત મુકવામાં આવશે. જો કોઈ આવા તત્વો હશે તો તેને બહાર કાઢવામાં આવશે. 


આ પણ વાંચોઃ નર્મદાના દેડિયાપાડામાં ધોરણ-11ની વિદ્યાર્થિની પર ગેંગરેપ, એક સગીર સહિત છ આરોપીની ધરપકડ


ધક્કા ખાવા છતાં નથી મળતું સર્ટિફિકેટ
બહુમાળી ભવનમાં સર્ટિફિકેટ કઢાવવા આવેલા કેટલાક યુવાઓએ કહ્યું કે, ત્રણ-ત્રણ દિવસથી ધક્કા ખાવામાં આવે છે છતાં સર્ટિફિકેટ મળી રહ્યું નથી. અહીં દરરોજ 200-300 યુવાઓની લાઇનો હોય છે. 


વ્યવસ્થાના અભાવે લોકોને પરેશાની
રાજ્યમાં સરકારે તલાટી ક્લાસ-3ની સીધી ભરતીની જાહેરાત કરી છે. આ ભરતીમાં જનરલ સિવાય અન્ય કેટેગરીમાં ઉમેદવાર અરજી કરે તો નોન ક્રીમિલેયર સર્ટિફિકેટની જરૂર પડતી હોય છે. પરંતુ તંત્રની વ્યવસ્થાના અભાવે આવા અનેક યુવાઓને સર્ટિફિકેટ કઢાવવામાં મુશ્કેલી પડી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube