ગૌરવ પટેલ/અમદાવાદ :સસ્પેન્ડેડ આઈએએસ ગૌરવ દહિયા કેસમાં રોજ નવા નવા વળાંકો આવી રહ્યાં છે. ગઈકાલે સસ્પેન્ડેડ આઈએએસ ગૌરવ દહિયાને હાઈકોર્ટે મોટી રાહત આપી હતી. હવે, તેમની સામે કરવામાં આવેલા કેસમાં ગુજરાત પોલીસ તપાસ કરશે નહીં. માત્ર દિલ્હીની પોલીસ જ તપાસ કરશે. ત્યારે આજે પત્રકાર પરિષદમાં ફરિયાદી મહિલા લીનુ સિંહ મીડિયા સામે ચોંકાવનારા નિવેદનો આપ્યા હતા.  


ઈતિહાસમાં ડોકિયું : ડાકોરમાં મંદિર બનવાનું કનેક્શન દ્વારકા અને ભક્ત બોડાળા સાથે જોડાયેલું છે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લીનુ સિંહે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, જો ગૌરવ ડીએનએ માટે તૈયાર હોય તો હું પણ ડીએનએ માટે તૈયાર છું. જે ફોટો મોર્ફ હોવાની વાત કરે છે, તો એ ફોટો એને જાતે મને મોકલ્યા હતા. જો એ સાચો વ્યક્તિ હોય તો શા માટે વકીલને સાથે રાખીને ફરે છે. એના કારણે પોલીસનો કેસ હાઈકોર્ટ સુધી પહોંચી ગયો છે. પણ, હું છેલ્લા શ્વાસ સુધી લડીશ. જો દિલ્હીમાં તપાસ કરાવવી હોય તો પણ હું તૈયાર છું. હું દિલ્હીમાં હાયર ઓથોરિટી સામે જઈશ. જો ફોટો મોર્ફ હોય તો તેની પણ ફોરોન્સિક તપાસ થવી જોઈએ. એ વ્યક્તિએ સામેથી રૂપિયા આપી જિંદગીમાંથી હટી જવાનું કહ્યું હતું. મેં માત્ર તેની પર તેની પત્ની સાથે છૂટાછેડા લેવાની માંગ કરી હતી. મેં તેમની પાસે માંગ કરી હતી કે તેઓ મને ગાંધીનગર લઈ જાય.


ભૂવાએ મહિલા સાથે દુષ્કર્મ આચરીને કહ્યું, ‘આ વાત કોઈને કહીશ તો માતાજી રુઠશે’


જામનગરવાસીઓ માટે ગર્વ લેવા જેવો છે આજનો દિવસ, ભૂચર મોરીના યુદ્ધમાં મોગલોને હરાવ્યા હતા


લિનુ સિંહે મીડિયા સામે મોબાઇલમા ફોટો દર્શાવ્યા હતા. તેણે કહ્યું કે, મેં હજુ માત્ર ૧૦ ટકા પુરાવા જ રજૂ કર્યા છે. ગૌરવના પિતા ઘણી વાર મને મળ્યા હતા અને ગૌરવને છોડી દેવા કહ્યું હતું. મને સેંકડો વાર તેણે મેસેજ કર્યા હતા. ગૌરવ દહિયા હાલમાં ત્રીજી મહિલા સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહે છે. એની એવી માંગ હતી કે હુ અને ત્રીજી મહિલા સાથે રહીએ. હુ એ માટે તૈયાર ન હતી. જો પહેલી પત્ની સાથે મને એ ઓફર મળી હોત તો હું વિચારત. કેમ કે પહેલી પત્ની પાસે દીકરો છે અને મારી પાસે દીકરી છે. અમારા સંતાનો નાના છે. 



લીનુ સિંહે એમ પણ કહ્યું કે, ગૌરવ દાહિયાએ મને જાનથી મારવાનો પ્રયત્ન કર્યો હતો. તે મને નર્સ મારફતે ઝોલ્ફીડમ ટેબ્લેટ આપતો હતો. મને બળજબરી ટેબ્લેટ લેવા માટે કહેતો હતો. મને બ્લેકમેલ કરી નિવેદન પોલીસ સમક્ષ અપાવ્યા. તે ઊંઘની ગોળીઓ આપી મને સૂવડાવી દેતો હતો. મારે દુનિયા સામે માત્ર એ દર્શાવવું છે કે આ દીકરી દહિયાની છે. આ વ્યક્તિ કોઇ પણ હદે જઇ શકે છે. તે મને અને મારી દીકરીને રસ્તામાંથી હટાવી પણ શકે છે. આ વ્યક્તિ સાથે રહેવું સેફ નથી. મને મારા માતા પિતા તરફથી પણ કોઇ સહયોગ મળતો નથી. આ લડાઇની હવે શરૂઆત થઇ છે. હુ કોઇ પણ ભોગે આ લડાઇ અટકાવીશ નહિ. ગૌરવ મને દર મહિને રૂપિયા આપતો હતો. એ રૂપિયાથી લડાઇ ચાલે છે. મને જે ઘરેણા આપ્યા હતા એ વેચીને પણ લડાઇ લડીશ. દિલ્હીમાં ન્યાયિક તપાસ માટે ગુહાર લગાવીશ.’


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :