અમરેલીનો ખૂંખાર સિંહ પાંજરે પુરાયો, 18 વર્ષના યુવકને ફાડીને એક કલાક સુધી લાશ પરથી ખસ્યો ન હતો
અમરેલીમાં સિંહણ બાદ સિંહ આદમખોર બની જતા અને માણસો પર હુમલો કરતા વન વિભાગની ટીમે તેને પકડીને પાંજરે પૂર્યો છે. ખાંભાના નાની ધારી ગામે ખેત મજૂરને ફાડી ખાનાર સિંહને વન વિભાગે આખરે પાંજરે પૂર્યો છે. મધરાતે વનવિભાગ દ્વારા સિંહનું લોકેશન મેળવી સમગ્ર વિસ્તાર કોર્ડન કર્યો હતો. સિંહને ટ્રાન્કયુલાઈઝ કરી પાંજરે પુરવામાં વનવિભાગના DCF ની ટીમને મોટી સફળતા મળી છે. ઘટનાની ગંભીરતા દાખવી ધારી ગીર પૂર્વના DCF રાજદીપ ઝાલા પણ કલાકો સુધી ઓપરેશનમાં જોડાયા હતા.
કેતન બગડા/અમરેલી :અમરેલીમાં સિંહણ બાદ સિંહ આદમખોર બની જતા અને માણસો પર હુમલો કરતા વન વિભાગની ટીમે તેને પકડીને પાંજરે પૂર્યો છે. ખાંભાના નાની ધારી ગામે ખેત મજૂરને ફાડી ખાનાર સિંહને વન વિભાગે આખરે પાંજરે પૂર્યો છે. મધરાતે વનવિભાગ દ્વારા સિંહનું લોકેશન મેળવી સમગ્ર વિસ્તાર કોર્ડન કર્યો હતો. સિંહને ટ્રાન્કયુલાઈઝ કરી પાંજરે પુરવામાં વનવિભાગના DCF ની ટીમને મોટી સફળતા મળી છે. ઘટનાની ગંભીરતા દાખવી ધારી ગીર પૂર્વના DCF રાજદીપ ઝાલા પણ કલાકો સુધી ઓપરેશનમાં જોડાયા હતા.
18 વર્ષના જુવાનિયા પર કર્યો હુમલો
ગત રોજ સિંહ ખાંભાના નાનીધારી ગામે ગત મોડી સાંજે ખાંભાના નાની ધારી ગામમાં મધ્યપ્રદેશના વતની ભાયદેશ બુલાભાઈ પયાર ખેત મજૂરી કરી રહ્યા હતા. આશરે 18 વર્ષના યુવાન ખેત મજૂર ઉપર હુમલો કરતા તેનુ મોત થયું હતું. આ ઘટનાની જાણ થતા વનવિભાગના DCF રાજદીપ સિંહ ઝાલા સહિત કાફલો ખાંભા દોડી ગયો હતો. યુવાનની સિંહે શિકાર કરેલી હાલતમાં લાશ મળી આવી હતી. સિંહને પાંજરે પૂરવા ગ્રામ્ય સીમ વિસ્તારમાં વનવિભાગ દ્વારા કવાયત હાથ ધરાઈ હતી.
આ પણ વાંચો : હેવાન પિતાએ ગુસ્સામાં દીકરાને ઈલેક્ટ્રીક કટરથી કાપ્યો, મગજ ચકરાવે ચઢાવે તેવી ખૌફનાક મર્ડર મિસ્ટ્રી
સિંહ યુવકની લાશ પરથી ખસ્યો જ ન હતો
આ હુમલો થયો ત્યારે સિંહ અને સિંહણ મેટિંગ પીરિયડમાં હતા. યુવક પસાર થઈ રહ્યો હતો ત્યારે સિંહે તેના પર હુમલો કર્યો હતો. તેના બાદ વન વિભાગની ટીમ જંગલમાં પહોંચી હતી. યુવકના મૃતદેહનો કબજો લેવાનો પ્રયાસ હાથ ધરાયો હતો, પરંતુ સિંહે એક કલાક સુધી મૃતદેહ છોડ્યો ન હતો. વન વિભાગની ટીમ આવી છતા સિંહ યુવકનો મૃતદેહ છોડવા તૈયાર ન હતો. એક કલાક સુધી તે ત્યાંથી ખસ્યો ન હતો. આખરે વન વિભાગની ટીમે વિસ્તારને કોર્ડન કરીને મૃતદેહ છોડાવ્યો હતો. જેમાં યુવકના માત્ર બે પગ જ હાથમાં આવ્યા હતા. આ ઘટના બાદ વનવિભાગ દ્વારા સિંહ અને સિંહણનું લોકેશન શોધવા માટેની કામગીરી કરાઈ હતી અને અંતે મધરાતે વનવિભાગનની ટીમે સિંહને પાંજરે પુર્યો હતો.
આ પણ વાંચો :
તાજેતરમાં સિંહણે કર્યો હતો હુમલો
થોડા દિવસો પહેલા અમરેલીના જાફરાબાદના બાબરકોટ ગામે આંટાફેરા કરનારી સિંહણને આખરે પાંજરે પુરવામાં સફળતા મળી હતી. છેલ્લા ઘણા દિવસથી સિંહણના આંટાફેરાના પગલે લોકોમાં ભય ફેલાયો હતો. ત્યારે સિંહણને પકડવા માટે મેગા ઓપરેશન હાથ ધરાયુ હતુ. જેમાં પાલીતાણા શેત્રુંજી ડિવિઝન, ધારી ગીર પૂર્વ ડિવિઝન મોટાભાગની રેન્જના અધિકારીઓ જોડાયા હતા. ત્યારે ભારે જહેમત બાદ સિંહણને પાંજરે પૂરી દેવામાં સફળતા મળી હતી. . વનવિભાગ દ્વારા જાહેરાત કરાઈ હતી કે, સિંહણ અસ્થિર મગજની છે. લોકોએ બહાર ન નીકળવું ગમે ત્યારે હુમલો કરી શકે છે.