કેતન બગડા/અમરેલી :સિંહ ક્યારેય માણસનો શિકાર કરતો નથી તેવુ માનવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી સિંહોના હુમલા (lion attack) ના કિસ્સા વધી રહ્યાં છે. જાફરાબાદના બાબરકોટ એનિમલ કેર સેન્ટરમાં એક બીમાર સિંહે વન કર્મી પર હુમલો કર્યાની ઘટના બની છે. ઈજાગ્રસ્ત વન કર્મીને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિંહના હુમલાથી વન કર્મીના પગે ઈજા 
જાફરાબાદ તાલુકાના બાબરકોટ એનિમલ કેર સેન્ટરમાં સિંહની સારવાર દરમ્યાન આ ઘટના બની છે. નરેશભાઈ પંડ્યા નામના વનકર્મી પાંજરામાં બીમાર સિંહની સારવાર કરી રહ્યા હતા ત્યારે અચાનક સિંહે તેમના પર હુમલો કર્યો હતો. સિંહે નરેશભાઈના પગના ભાગે હુમલો કરી તેમને ઘાયલ કર્યા હતા. આ ઘટના બાદ કેર સેન્ટરમાં ભારે અફરાતરફી મચી ગઈ હતી. તેઓને સિંહના પાંજરામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને તાત્કાલિક રાજુલા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. 


બીમાર સિંહની સારવાર કેમ વનકર્મી કરતા હતા 
વનકર્મી નરેશ પંડ્યા રાજુલા રેન્જમાં ફરજ બજાવતા હતા. જોકે, આ હુમલા બાદ અનેક સવાલો ઉભા થયા છે.  ડોક્ટરના બદલે વનકર્મી કેમ બીમાર સિંહની સારવાર કરતો હતો તેવા સવાલો ઉઠ્યા છે.