કેતન બગડા/અમરેલી :ગીર જંગલ જેટલુ રોમાંચક છે એટલી જ તેની સુંદરતા મનમોહક છે. ગીર જંગલમાંથી સિંહોની તસવીરો અને વીડિયો આવતા જ રહે છે, જેમાં ગીરનુ હીર ઝળકાઈ આવે છે. ત્યારે સાવજના બચ્ચાની એક એવી તસવીર સામે આવી છે, જેના પર તમે દિલ લૂંટાવી દેશો. સાવરકુંડલા રેન્જ વિસ્તારમાં સિંહ બાળ મોઢામાં ચંપલ પકડ્યાની તસવીર મોબાઈલ કેમેરામાં કેદ થઈ છે. જોકે, આ તસવીર જેટલી સુંદર છે તેટલી જ ચોંકાવનારી પણ છે. જે તમારા દિલદિમાગમાં એક મેસેજ છોડી જશે, કે પ્રાણીઓના વસવાટમાં માનવ કચરો ફેંકવો કેટલો યોગ્ય છે. જંગલમાં ફરવા ગયેલા મનુષ્યોમાં એટલા પણ મેનર્સ નથી કે જંગલમાં કચરો ન ફેંકાય, કારણ કે તે પ્રાણીઓનું ઘર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકોની બેદરકારી મૂલ્યવાન પર્યાવરણ અને જીવ સૃષ્ટિ પર કેટલી પડે છે અસર તેની ગંભીરતાની લોકોને ખબર નથી. જ્યાં ત્યાં પ્લાસ્ટિક જેવી માનવ ઉપયોગી વસ્તુ ફેંકી દીધા પછી તે અબોલ પ્રાણીઓને કેટલુ નુકસાન કરે છે તે કોઈ વિચારતુ નથી. માનવોએ ફેંકેલો કચરો વન્ય પ્રાણીઓને કેટલું નુકશાન થાય છે એ આ તસ્વીર ઘણું કહી જાય છે. ગુજરાતની આનબાન અને શાન સમા સિંહ બાળના મોઢામાં ચંપલ આવી ગયુ, અને સિંહ બાળ તેને લઈને ફરતો જોવા મળ્યો હતો. સાવરકુંડલા રાઉન્ડ ફોરેસ્ટર યાસીન જુનેજાએ પેટ્રોલિંગ દરમિયાન માનવીની બેદરકારીની તસવીર મોબાઈલ કેમેરામાં કેદ કરી છે. તસ્વીર જોતા માનવીની બેદરકારીની અસર વન્ય જીવ સૃષ્ટિ પર કેટલી પડે છે તે દેખાઈ આવે છે. 


આ પણ વાંચો : Ganga Dussehra 2022: આ દિવસે ગંગા નર્મદાને મળવા આવે છે, નર્મદાના શ્યામ પાણીમાં દેખાય છે ગંગાની સફેદ ધારા 


દીપડો ઘરના કમ્પાઉન્ડમા આવી પહોંચ્યો
માંગરોળના નાની નારોલી ગામે દીપડો એક ઘરની બહાર આવી ચઢ્યો હતો. ઘરના કમ્પાઉન્ડમાં બાંધેલા મરઘાંનો શિકાર કરવાં માટે આવેલો દીપડો CCTV માં કેદ થયો છે. નાની નારોલી ગામે ઇદરીશ તરકીના ઘરના કમ્પાઉન્ડમાં ખૂંખાર દીપડો પ્રવેશ્યો હતો. છેલ્લા ઘણા દિવસોથી દીપડો મરઘાંના શિકાર માટે તેમના ઘરની બહાર આંટાફેરા મારી રહ્યો હતો. તે 6 ફૂટ ઊંચી દીવાલ કૂદી કમ્પાઉન્ડમાં આવતો જોવા મળ્યો. રાત્રિ સમય દરમિયાન મરઘાના શિકાર માટે આવેલો દીપડો CCTV માં કેદ થયો હતો.