રક્ષિત પંડ્યા/રાજકોટ :ગીરના સિંહો હવે ધીરે ધીરે પોતાના વિસ્તારનો વ્યાપ વધારી રહ્યાં છે. છેલ્લાં કેટલાક સમયથી ગીર છોડીને અન્ય વિસ્તારોમાં પણ સિંહો ફરી રહ્યા હોય તેવા અહેવાલ મળતા રહે છે. ત્યારે રાજકોટ (rajkot) જિલ્લામાં સિંહો પહોંચ્યા છે. રાજકોટ જિલ્લાના સરધાર, પાડાસણ, અને કથરોટા વિસ્તારમાં સિંહ દેખાયા છે. સિંહના આંટાફેરાથી વન વિભાગનું તંત્ર દોડતું થયું છે. રાજકોટમાં સિંહના આંટાફેરાનો વીડિયો (viral video) સામે આવ્યો છે. 


આ પણ વાંચો : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓ વચ્ચે પરીક્ષા નિયામકના માસ્ક વગર આંટાફેરા... બોલો કેટલું યોગ્ય?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે કાથરોટા ગામમાં સિંહ જોવા મળ્યા છે. ધારી બાજુથી ગોંડલ થઈને એક માદા અને બે નર રાજકોટ તાલુકાના ગામડાઓમાં લટાર મારી રહ્યાં છે. તો બીજી તરફ રાજકોટના ભાયાસરની સીમમાં સિંહે મારણ કર્યાની ઘટના પણ સામે આવી છે. ત્યારે ફોરેસ્ટના અધિકારીઓ સિંહો પર ખાસ નજર રાખી રહ્યા છે. સિંહની શોધખોળ વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. 


રાજકોટમાં વિહરતા સિંહનો વીડિયો સામે આવ્યો છે. વીડિયો ચારેકોર વાયરલ થતા જ સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.