ભાવીન ત્રિવેદી/જૂનાગઢ :સાસણ ગીરમાં આજથી સિંહ દર્શનના દ્વાર પ્રવાસીઓ માટે ખૂલ્યા છે. 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી સાસણ ગીરમાં સાવજોનું વેકેશન હોય છે. ત્યારે આજે વેકેશન પૂર્ણ થયા બાદ ગીરના દરવાજા પ્રવાસીઓ માટે ખૂલ્યા છે. પ્રથમ દિવસે મોટી સંખ્યામાં પ્રવાસીઓ જૉવા મળ્યા. ગીર જંગલ સફારીની પ્રથમ જિપ્સીને વન વિભાગ દ્વારા પ્રસ્થાન કરાવાયુ હતું. વન વિભાગ દ્વારા પ્રવાસીઓને પુષ્પ ગુચ્છ આપી વેલકમ કરવામા આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, 16 જૂન થી 15 ઓકટોબર સિંહોનો સવંનન કાળ અને ચોમાસાની ઋતુમાં ગીર અભ્યારણ પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેમ બંધ હોય છે ચાર મહિના ગીર
એશિયાઈ સિંહો માટે દુનિયાભરમાં વિખ્યાત એવું ગીરનું જંગલ ચાર મહિના માટે બંધ કરી દેવાય છે. આ ચાર મહિના માટે વનરાજો માટે વેકેશન જાહેર કરાય છે. ચોમાસાની ઋતુ શરુ થાની સાથે જ ગીરનું જંગલ દર વર્ષે બંધ કરી દેવામાં આવે છે. કારણ કે જંગલના રાજા સિંહ અને બીજા ઘણા પ્રાણીઓ માટે સંવનન કાળ શરૂ થયો હોવાથી, તેમને કોઈ ખલેલ ના પહોંચે તે માટે વન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે ગીરના દરવાજા બંધ કરી દેવાય છે. તો બીજી તરફ, ચોમાસાની ઋતુમાં વન વિભાગની કામગીરી વધી જાય છે. કારણ કે, ઈન્ફાઇટના કારણે સિંહો અને અન્ય પ્રાણીઓ ઘાયલ થતા હોય છે. ત્યારે વરસતા વરસાદમાં પણ તેઓને રેસ્ક્યુ કરી બચાવ કામગીરી થાય છે. 


આ પણ વાંચો : કેટલો સમય રહે છે ગાંજાનો નશો, પ્રતિબંધિત હોવા છતાં આ માહિતી છે જાણવા જેવી



વેકેશન દરમિયાન ગીરમાં બીજા કામ પણ થાય છે 
ચોમાસાના ચાર મહિનામાં વરસાદને કારણે જંગલના રસ્તા બિસ્માર બની જાય છે. તેથી ભારે વરસાદમાં રસ્તાઓને રીપેર કરવા જેવા પડકારો આ ચાર મહિના દરમિયાન કરવા પડે છે. જેથી વેકેશન ખૂલે એટલે મુસાફરોને કોઈ તકલીફ ન થાય.