અમરેલીઃ છેલ્લા કેટલાક સમયથી સિંહની પજવણી કરવાના કિસ્સા અવાર-નવાર બનતા રહે છે. ક્યારેક લોકો સિંહ પાછળ બાઈક દોડાવતા હોય છે તો ક્યારેક કાંકરા મારતા હોય છે તો વળી ક્યારેક કાર દોડાવાનો વીડિયો વાયરલ થતો હોય છે. શુક્રવારે સિંહ પાછળ કાર દોડાવાનો વીડિયો વાયરલ થતાં વનતંત્ર ફરીથી જાગૃત થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શુક્રવારે વાયરલ થયેલા વીડિયોમાં એક સિંહ સામેથી આવી રહેલો દેખાતાં કારચાલક તેની કાર ઊભી રાખીને વીડિયો ઉતારવા લાગે છે. સિંહ કારની નજીક આવી ગયા બાદ આગળ વધી જતાં કારને રિવર્સમાં સિંહની સાથે-સાથે ચલાવવામાં આવે છે. 


વીડિયોમાં દેખાય છે તે પ્રમાણે સિંહ કોઈ વ્યક્તિ તેનો પીછો કરતો હોવાનું જાણીને દોડ લગાવે છે તો કારની સ્પીડ પણ વધારવામાં આવી રહી છે. સિંહ જ્યાં સુધી સડક પાર કરીને બીજા છેડે જતો ન રહ્યો ત્યાં સુધી સિંહની સાથે-સાથે કાર દોડાવામાં આવી છે. 


[[{"fid":"190159","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


અમરેલીમાં સિંહોએ વસતીની નજીક વસવાટ શરૂ કર્યો છે. આ કારણે સિંહ પરિવાર અનેક વખત સડક પર આવી જાય છે. વનતંત્ર દ્વારા સિંહની પજવણી ન કરવા માટે અવાર-નવાર સુચના આપવામાં આવતી હોવા છતાં લોકો જ્યારે મોકો મળે છે ત્યારે સિંહને હેરાન કરવાની તક છોડતા નથી. 


બે મહિના પહેલા દખણિયા રેન્જમાં એકસાથે 23 સિંહના મોત થયા બાદ વનતંત્ર કડક બન્યું છે. ગેરકાયદે સિંહદર્શન કરાવતા લોકો પર પણ તવાઈ લાવવામાં આવી છે અને તંત્રએ લાલ આંખ કરી છે. નવી વીડિયો વાયરલ થતાં હવે એ જોવાનું છે કે વનતંત્ર સિંહની પાછળ કાર દોડાવનારા શખ્સને પકડી શકે છે કે નહીં.