ગીર સોમનાથઃ જેમ જેમ ઉનાળો આવતો જાય છે અને ગરમીનું પ્રમાણ વધતું જાય છે ત્યારે ગીર પંથકમાં રહેલા સિંહો પણ હવે ગ્રામ્ય વિસ્તારોમાં ધામા નાખી રહ્યા છે. ગ્રામ્ય પંથકના વાડી વિસ્તારોમાં સિંહ પરિવારે ડેરો જમાવ્યો છે. સિંહો ગામમાં આવતા ખેડૂતોમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગરમીમાં વધારો થતો જાય છે ત્યારે ગીર ગઢડા પંથકમાં સિંહો ગ્રામ્ય વિસ્તારોના મહેમાન બની રહ્યા છે. આંબાના બગીચામાં માદા સિંહ બગીચાની  મહેમાન બની છે. માદા સિંહે બગીચાને પોતાનું રહેઠાણ બનાવ્યું છે, ત્યારે બીજીતરફ કેસર કેરીની સીઝન આવવાની હોવાથી ખેડૂતોએ દરરોજ વાડીમાં જવાનું હોય છે તેથી ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. 


ઉલ્લેખનીય છે કે ઉનાળાની શરૂઆતમાં ગીરમાં ભારે તાપ હોવાથી ગરમીનો સામનો કરવો પડે છે તેથી સિંહે વાડી વિસ્તારમાં ઉનાળો ગાળવાનું પસંદ કરે છે.