કેતન બગડા/અમરેલી: ખાંભા-કુંડલા રેન્જ વચ્ચેના ડુંગરો પર સિંહોએ કરેલા મારણ નિહાળવા જનમેદની ઉમટી પડી હતી. ખાંભા રેન્જ વચ્ચેના ડુંગરો પર પાંચ જેટલા સિંહોએ એક ગાયનું મારણ કર્યું હતું. જે મિજબાની માણી રહ્યા હતા તે દરમિયાન લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિંહોના સમૂહને નિહાળવા માટે ફોરવ્હીલ અને ટુ વ્હીલ ચાલતો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. લોકોએ સિંહને ખુલ્લેઆમ મિઝબાની માણતા જોઇને લોકોમાં કુતુહલ સર્જાયુ હતું. સિંહોની ખુલ્લેઆમ આ પ્રકારની હરકતથી ફોરેસ્ટ વિભાગ પણ દોડતુ થયુ હતું.


મારા એક્ઝીટ પોલ મુજબ યુપીએની સરકાર બને છે : હાર્દિક પટેલ



આ ઘટના બાદ સિંહોની સુરક્ષા અંગે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. લોકોના ટોળે ટોળા સિંહનો મરાણ કરતા જોઇ રહ્યા હતા. રાજયમાં પડી રહેલી ગરમીને કારણે લોકો ત્રાહિમામ બની ગયા છે. એશિયાઇ સિંહ પણ ગરમીમાં શિકારની શોધમાં જંગલીથી દૂર આવી પહોંચે છે. લોકો વચ્ચે આવેલા સિંહોના ટોળાને જોઇને લોકો પણ કુતુહલમાં આવી ગયા હતા.