• એ દિવસો હવે દૂર નહિ હોય જ્યાં રાજકોટ શહેરમાં પણ સિંહો ફરતા દેખાશે

  • એક મહિનામાં સિંહો ગોંડલ તાલુકા વિસ્તાર, ભાયાસર, લોધીકા, શાપર-વેરાવળ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં આંટાફેરા કર્યાં


રક્ષિત પંડ્યા/રાજકોટ :છેલ્લાં એક મહિનાથી રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં આંટાફેરા મારતા સિંહો હવે રાજકોટ શહેરની હદ સુધી પહોંચ્યા છે. ગત રાત્રિના ગીરના સાવજો (lions) રાજકોટ શહેરની હદ સુધી પહોંચી ગયા છે. શહેરની હદ સુધી આવી ગયેલા સિંહોએ આજી ડેમ પાસે ગાયનું મારણ કર્યું હતું. સિંહોએ કાળુભાઇ બીજલભાઇ મુંધવાની ગાયનું મારણ કર્યું હતું. મારણ કરી ફરી સાવજ વિડી વિસ્તારમાં જતા રહ્યા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : સુરતના યુવાનને અડધી રાત્રે વાસનાનો ખેલ ભારે પડ્યો, ગુપ્ત ભાગમાં ફસાયો ચમચો


રાજકોટમાં એક મહિનાથી સિંહોના આંટાફેરા 
રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ૧ મહિના કરતા વધુ સમયથી સિંહ લટાર મારી રહ્યા છે. અત્યાર સુધી રાજકોટ, ગોંડલ અને કોટડાસાંગાણી તાલુકાની હદમાં અલગ અલગ ગામોમાં સિંહ જોવા મળ્યા છે. રાજકોટ જિલ્લામાં સિંહ આવ્યાની માહિતીથી છેલ્લા એક માસથી વનવિભાગ નજર રાખીને બેસ્યું છે. તો લોકો ખૌફના માહોલમાં જીવી રહ્યાં છે. આવામાં લોકોના ખૌફમાં વધારો થાય તેવી સ્થિતિ સર્જાઈ છે. તો બીજી તરફ, બે દિવસ પહેલા લોધિકા તાલુકામાં દીપડાના આંટાફેરા વધી ગયા છે. આમ, લોધિકા સીમમાં એક સાથે બે હિંસક પ્રાણીઓ ફરી રહ્યાં છે. આમ આ વિસ્તારના લોકો માટે કૂવો અને ખીણ જેવી સ્થિતિમાં ઝોલા ખાઈ રહ્યાં છે. 


છેલ્લા એક મહિનામાં સિંહો ગોંડલ તાલુકા વિસ્તાર, ભાયાસર, લોધીકા, શાપર-વેરાવળ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં આંટાફેરા કર્યાં છે. હવે રાજકોટની હદ વિસ્તારમાં સિંહો જોવા મળતા હવે લાગી રહ્યું છે કે ટુંક સમયમાં સિંહો રાજકોટ શહેરમાં પણ આવી પહોંચશે. ત્યારે એ દિવસો હવે દૂર નહિ હોય જ્યાં રાજકોટ શહેરમાં પણ સિંહો ફરતા દેખાશે. 


આ પણ વાંચો : નસીબ માધવસિંહને રાજકારણમાં ખેંચી લાવ્યું હતું, એક પત્ર બન્યો હતો નિમિત્ત 


સિંહોએ જુનાગઢના ગૌશાળાની ચાર ગાયોને ફાડી ખાધી  
તો બીજી તરફ, મોડી રાત્રે જુનાગઢની એક ગૌશાળામાં સિંહો ત્રાટકયા હતા. સિંહોએ ગૌશાળાની ચાર ગાયનું મારણ કર્યું હતું. માંગરોળના શેરયાજ ગામની ગૌશાળામાં ઘૂસીને સિંહોએ ચાર ગાયોને ફાડી ખાધી હતી. જેથી ગ્રામજનો રોષે ભરાયા હતા. રોષ સાથે લોકોએ આ વિશે વનવિભાગને જાણ કરી હતી. સ્થાનિકોએ સિંહોને જંગલમાં ખસેડવાની માંગ કરી છે.