નવનીત દલવાડી/ભાવનગર : જિલ્લાના મહુવા શહેરમાં આવેલા સરકારી વિશ્રામ ગૃહમાંથી ખાલી બિયર ટીનનો જથ્થો મળી આવ્યાનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. આ ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી છે. મીડિયા ચેનલના અહેવાલ બાદ સફાળા જાગી ઉઠેલા તંત્રના અધિકારી દ્વારા તપાસના આદેશ કરવામાં આવ્યા હતા. જો કે પોલીસના પાપે ઘુસી આવતા દારૂ બિયર કેસમાં પોલીસ હવે ભીનુ સંકેલી લેવાના મુડમાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજીપાંઉની દુકાનમાં ક્રાઇમબ્રાંચના નામે દરોડા પાડીને વેપારીનો 20 હજારનો તોડ કરીને ફરાર


સમગ્ર ગુજરાતમાં દારૂબંધી વચ્ચે મહુવા શહેરના આર.એન.બી વિભાગ સંચાલિત સર્કિટ હાઉસમાંથી (વિશ્રામ ગૃહ) ખાલી કરાયેલા ઢગલા બંધ બિયરના ટીન મળી આવ્યા હતા. ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની જ હોય તેમ છાશવારે અનેક જગ્યાઓ પરથી દારૂ બિયરનો જથ્થો એન કેન પ્રકારે તંત્રની મિલી ભગત થી ઘુસાડવામાં આવી રહ્યો છે. જેના કારણે શહેર અને જિલ્લામાં અનેક જગ્યાઓ પર છાનો છપનો દારૂ બિયર વેચાઈ રહ્યો છે. મહુવા શહેરના સર્કિટ હાઉસમાં બિયરના ખાલી ટીન પડ્યા હોવાનો વિડિયો વાયરલ થતાં તંત્ર દોડતું થઈ ગયું હતું. તેમજ આ પ્રતિબંધિત બિયરના ટીન કઈ રીતે આવ્યા, કોણ લાવ્યું, બિયરની પાર્ટી કોણ દ્વારા કરવામાં આવી વગેરે મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં આર. એન.બી વિભાગના ડે. એન્જીનીયર પ્રાપ્તિબેન રાઠોડ પણ સર્કિટ હાઉસ દોડી આવ્યા હતા. જો કે, કાયમી ધોરણે બનતું આવ્યું છે એમ સ્થળ પર સાફ સફાઈ કરી દેવામાં આવી હતી. ખાલી બિયરના ટીનનો જથ્થો ત્યાંથી હટાવી લેવામાં આવ્યો હતો. જેથી સ્થળ પર આવેલા અધિકારીને ત્યાં કશું ચિંતાજનક મળ્યું ના હોવાનું જણાવ્યું હતું.


અમિત શાહ વિરુદ્ધ વિવાદિત પોસ્ટ કરનારા ફિલ્મ ડાયરેક્ટર વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ


મહુવા તાલુકાના સૌથી મોટા ગામની શાળાની અડોઅડ ખુલ્લેઆમ વેચાય છે દારૂ
અત્રે ઉલ્લેખનીય છે કે, મહુવાને અડીને આવેલા ભાદ્રોડ ગામમાં તો તેના કરતા પણ ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા હતા. અહીં તો સરકારી શાળાની અડોઅડ દેશી તથા વિદેશી દારૂનો વેપાર ચાલે છે. અહીં શેરડીનો રસ વહેંચવાના નામે બેરોકટોક રીતે દારૂનો વેપાર થાય છે. સૌથી આશ્ચર્યજનક બાબત છે કે, સરકારી નિયમાનુસાર શાળાના આસપાસના વિસ્તારમાં પાનનો ગલ્લો પણ ન હોવો જોઇએ તેવી સ્થિતિમાં જિલ્લાના સૌથી મોટા ગામની સરકારી શાળાની બાજુમાં જ દેશી તથા વિદેશી દારૂ જાહેરમાં વેચાય છે.