દમણ :ગુજરાતીઓ છાશવારે દીવ, દમણમાં ફરવા ઉપડી જતા હોય છે. તેનું કારણ ફરવુ નહિ પણ દારૂ હોય છે. કારણ કે ગુજરાતમાં દારૂબંધી છે અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં દારૂમુક્તિ છે. ગુજરાતનો મોટો વર્ગ દારૂ પીવા દીવમાં જતો હોય છે. ત્યારે જ આજથી ત્રણ દિવસ દીવ જવાના હોય તો પ્લાન કેન્સલ કરી નાંખજો. કારણ કે દીવમાં ત્રણ દિવસ દારૂબંધી છે. કેન્દ્રશાસિત પ્રદેશ દિવમાં 5 જુલાઈથી 8 જુલાઈ સુધી આલ્કોહોલિક પીણાં પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દિવ મ્યુનિસિપલ કાઉન્સિલની સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખી આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દીવમાં આજથી 5 જુલાઈથી 8 જુલાઈ સુધી દારૂબંધી લાગુ કરવામા આવી છે. દીવ નગરપાલિકાની ચૂંટણીને લઈને આ પ્રતિબંધ મૂકાયો છે. એટલે કે આ ત્રણ દિવસોમાં દીવમાં દારૂ નહિ વેચી શકાય. તમામ દુકાનો બંધ રાખવામા આવશે. દીવ નગરપાલિકાની  સામાન્ય ચૂંટણીમાં આગામી 7 જુલાઈએ મતદાન થશે અને 9 જુલાઈએ મતદાન થતા પરિણામો જાહેર થશે. ગત તારીખ 20 જૂનથી આદર્શ આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે. 


આ પણ વાંચો : વરસાદમાં બિન્દાસ્ત ઘરે ભજીયા બનાવો, કારણ ઘટી ગયા છે તેલના ભાવ


ગુજરાતમાં દારૂ પીનારો બહુ મોટો વર્ગ દારૂ પીવા માટે દીવ અને દમણ જતો હોય છે તે વાત હવે ખાનગી રહી નથી, પણ હાલના તબક્કામાં જો દારૂ પીવાના ઈરાદે તમે દીવ જવાનું આયોજન કર્યુ હોય તો માંડી વાળજો, નહિ તો ત્યાં જઈને પસ્તાશો. દીવની ચૂંટણીને લઈને આચાર સંહિતા લાગુ કરવામા આવી છે. ઉલ્લેખનીય છે કે, દીવમાં નગરપાલિકાની ચૂંટણી દરમિયાન હંમેશા દારૂબંધી લાગુ કરવામાં આવતી હોય છે, જેનુ દીવના નાગરિકો દ્વારા ફરજિયાતપણે પાલન કરવામાં આવે છે. 


દીવ નાગરપાલિકાની ચૂંટણી પર એક નજર કરીએ તો, 13 વોર્ડ ચૂંટણી થશે. જેમાં કુલ 19443 જેટલા મતદારો વોટ કરશે. 7મી જુલાઇએ મતદાન યોજાશે અને 9 જુલાઈએ પરિણામ આવશે.