Gujarat Liquor Ban : આજે ગુજરાત વિધાનસભા ગૃહમાં દારૂના પ્રશ્નના જવાબ મામલે હોબાળો થયો હતો. હર્ષ સંઘવીના નિવેદન બાદ ગૃહમાં હોબાળો થયો હતો. હર્ષ સંઘવીએ કહ્યું કે, હું લતીફ અને ચીમનભાઈ પટેલને યાદ કરવા નથી માગતો. ત્યારે હર્ષ સંઘવીના નિવેદન બાદ ગૃહમાં કોંગ્રેસે હોબાળો કર્યો હતો.  આ બાદ વિધાનસભા અધ્યક્ષે દરમિયાનગીરી કરી મામલો થાળે પાડ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે ગુજરાત વિધાનસભામાં દારૂબંધીનો મુદ્દો ફરી ઉઠ્યો હતો. દારૂબંદીના રાજ્યમાં દારૂની રેલમછેલની સ્થિતિ છે. રાજ્યમાં પકડાયેલા દારૂના આંકડાઓ વિધાનસભા ગૃહમાં સામે આવ્યા છે. વિધાનસભામાં ગૃહમાં જણાવ્યું કે, બે વર્ષમાં રાજ્યમાંથી રૂ. ૬૪૧૩,૯૬,૩૩,૬૨૦ કિંમતના વિદેશી દારૂ, દેશી દારૂ, બિયર અને અન્‍ય નશીલા દ્રવ્‍યો પકડવામાં આવ્‍યા છે. રાજ્યમાંથી બે વર્ષમાં વિદેશી દારૂની રૂ.૧૯૭,૫૬,૨૧,૦૫૯ કિંમતની ૫૧,૪૮,૦૫,૩૪૫ બોટલ, દેશી દારૂ રૂ. ૩,૯૯,૯૫,૧૫૪ કિંમતનો ૧,૦૦,૮૦,૪૬૫ લીટર બિયર રૂ.૧૦,૫૧,૪૬,૧૬૧ની કિંમતની ૨,૯૯,૯૫,૧૫૪ બોટલ પકડાઈ છે. તેમજ રૂ.૬૨૦૧,૨૮,૭૬,૨૭૪ કિંમતનું અફીણ, ચરસ, ગાંજો, હેરોઈન, પોશડોડા/પાવડર અને અન્‍ય ડ્રગ્‍સ પકડાયું. જો કે આ ગુનાઓમાં સંડોવાયેલા ૩,૭૧૬ આરોપીઓની ધરપકડ કરવાની પણ બાકી.


બેશરમ પ્રેમી : કોર્ટમાં કહ્યું, મારી ગર્લફ્રેન્ડને તેના પતિથી છોડાવીને મને સોંપી દો


આ બાદ દારૂ પકડાયાના પ્રશ્ન પર ગૃહમાં વિવાદ થયો હતો. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહમાં નિવેદન આપ્યું કે, હું લતીફ ચીમનભાઈ પટેલને યાદ કરવા નથી માગતો. ચિંતા કરી એટલા માટે કહેવામાં આવ્યું છે. ગુજરાતના ઇતિહાસમાં નજર રાખીએ તો આરોપ લાગ્યા હતા અને સચ્ચાઈ પણ સામે આવી હતી. ત્યારે હર્ષ સંઘવીના આવા નિવેદન ઉપર કોંગ્રેસના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો. જોકે અધ્યક્ષ શંકર ચૌધરીએ દરમિયાનગીરી કરતા મામલો થાળે પડ્યો હતો. 


ગુજરાત પોલીસે પ્રથમવાર સમગ્ર ગુજરાતમાં દારૂનું નેટવર્ક ચલાવનાર ઉપર રેડ કોર્નર નોટિસ કાઢવામાં આવી હોવાનું ગૃહમાં ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું. ત્યારે દારૂના પ્રશ્નને લઈ ગૃહમાં સામ સામે દલીલો થઈ હતી. બંને પક્ષે ધારાસભ્યો ઉભા થઈ દલીલો થઈ હતી. અમિત ચાવડાએ દારૂબંધી સંદર્ભે પ્રશ્ન સમયે કહ્યું, આ દારૂ પકડ્યો કે પકડાયો કે ઘુસાડવામા આવ્યો છે. તેનો જવાબ આપતા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જવાબ આપતા કહ્યું હતું કે, લતીફ કે ચીમન પટેલને યાદ કરવા નથી માંગતો. ગુજરાતનો ઈતિહાસ સૌ કોઈ જાણે છે. ત્યારે આ મામલે કોંગ્રેસ પક્ષમાંથી અર્જુન મોઢવાડીયાએ કહ્યું કે, ચૂંટણી સમયે દારૂની ટ્રકો ગુજરાતમાં ઠલવાય છે. તો શૈલેષ પરમારે કહ્યું હતું કે, સ્વર્ગસ્થ ચીમન પટેલનું નામ ગૃહમાં ન લેવાવું જઈએ. આ બાદ અધ્યક્ષે દરમિયાનગીરી કરી મામલો થાળે પાડ્યો.


સરકારના આંખમાં ધૂળ નાંખી ગુજરાતનો મહાઠગ સરકારી પૈસે આખું કાશ્મીર ફર્યો, LOC સુધી ગયો


એક તરફે, દારૂ પીને વધારે જીવતા હોય તો પરમિટ આપવી જોઈએ કે નહીં તેવું ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નિવેદન કરતાં ગૃહમાં હાસ્યનું મોજું ફરી વળ્યુ હતું. દારૂના પ્રશ્ન ઉપર કોંગ્રેસના ધારાસભ્ય સીજે ચાવડાએ પ્રશ્ન કર્યો હતો કે, દારૂની પરમિટ આપવામાં ડોક્ટરોનું સર્ટિફિકેટનો ઉપયોગ કરવામાં આવે છે અને સર્ટિફિકેટમાં લખ્યું હોય છે આ દારૂની પીવે તો નહીં જીવી શકે. પણ આવા લોકો ૯૦ વર્ષ જીવતા હોય છે એટલે ડોક્ટરના સર્ટિફિકેટ અને પરમીટ આપવાની પોલિસીમાં રિવ્યુ કરવા માંગો છો તો કેમ તેના જવાબમાં ગૃહરાજ્યમંત્રીએ આ કોમેન્ટ કરી હતી.


સગાઈ તૂટ્યા બાદ કિંજલ દવેની વધુ એક ભાવુક પોસ્ટ, દર્દભરી હિન્દી શાયરી લખી