ચેતન પટેલ/સુરત :સુરતમાંથી વધુ એક લક્ઝુરિયસ દારૂની મહેફિલ પકડાઈ છે. જેમાં 3 મહિલા સહિત 10 લોકો દારૂ પીતા પકડાયા છે. સરથાણા વિસ્તારમાં આ ઘટના બની હતી. જેમાં પાર્ટી પ્લોટના માલિકે સાળાની પત્નીનું શ્રીમંત હોવાથી દારૂની પાર્ટી (liquor party) રાખી હતી. પાર્ટીમાં તમામ 10 લોકો પીધેલી હાલતમાં પકડાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, ખટોદરા પોલીસની ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને બાતમી મળી હતી કે, અલથાણાના પાંડેસરા ખાડી બ્રિજ પાસે આવેલ કેશવ પાર્ટી પ્લોટમાં દારૂની મહેફિલ ચાલી રહી છે. જેથી પોલીસે બાતમીના આધારે કેશવ પાર્ટી પ્લોટમાં રેડ પાડી હતી. જેમાં દારૂની મહેફિલ પકડાઈ હતી. પોલીસે જોયું તો, ટેબલ ખુરશી પાથરીને દસ જણા દારૂ પી રહ્યા હતા. જેમાં ત્રણ મહિલાઓ પણ સામેલ હતી. 


આ પણ વાંચો : લોકડાઉન જેવી સ્થિતિ તરફ અમદાવાદ, આજથી આટલી સુવિધાઓ રહેશે બંધ 


પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે, ઝડપાયેલા 10 લોકો પૈકી એક કેશ પાર્ટી પ્લોટનો માલિક પુકાર પટેલ હતો. જેણે સાળાની પત્નીનું શ્રીમંત હોવાથી દારૂની પાર્ટીનું આયોજન કર્યું હતું. પકડાયેલા તમામ લોકો એકબીજાના સંબંધી છે. તેના માટે બીયર અને ઈંગ્લીશ દારૂની બોટલ ઉધના રેલવે પટરી પાસેથી અજાણ્યા પાસેથી પાંચ દિવસ પહેલાં લાવ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસને સ્થળ પરથી છ બીયર કબજે કરી હતી. જેમાં ત્રણ ખાલી અને ત્રણ ભરેલા હતા. જયારે બે ઈંગ્લીશ દારૂની બોટલ, સોડાની બોટલ, બાલાજી કંપનીના દાણાના પેકેટ મળી આવી હતી. પોલીસે તમામની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 


દારૂની મહેફિલમાં કોણ કોણ પકડાયું 


  • શૈલેષ રમણ પટેલ (વડોદરા)

  • પ્રતિક અરવિંદ પટેલ (ઘોડદોડ રોડ, સુરત)

  • વિરલ અર્જુન પટેલ (અલથાણ)

  • જય જવેર પટેલ (મગદલ્લા ગામ)

  • નીલ ધનસુખ પટેલ (પીપલોદ)

  • પુકાર દોલત પટેલ (અલથાણ ગામ)

  • પીંકેશ અરવિંદ પટેલ (અલથાણ ગામ)

  • પ્રીતીબેન પીંકેશ પટેલ (અલથાણ)

  • જીનલબેન પ્રતિક પટેલ ( અલથાણ ગામ)

  • દીવ્યા જય પટેલ (ઘોડદોડ રોડ)


આ પણ વાંચો : દ્વારકા સુધી પહોંચ્યો નશીલા ડ્રગ્સનો કારોબાર, મેફેડ્રોન વેચવા આવેલો મુંબઈનો શખ્સ પકડાયો