પ્રેમલ ત્રિવેદી/પાટણ :હાલ રાજસ્થાન ગુજરાત બોર્ડર બંધ છે. કોરોનાને કહેરને પગલે બંને રાજ્યોની બોર્ડર પર ચુસ્ત ચોકીપહેરો છે. છતાં રાજસ્થાનથી ગુજરાતમાં દારૂનો જથ્થો ધૂસાડાયો છે. પાટણ એલસીબી પોલીસે સાંતલપુર નેશનલ હાઇવે પરથી વેદેશી દારૂ ભરેલ ટેન્કર ઝડપાયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજસ્થાનથી કચ્છ તરફ જતા ટેન્કરને સીધાડા ગામ પાસે પોલીસે પકડી પાડ્યું છે. કોરોનાના કહેરને કારણે રાજસ્થાનની બોર્ડર બંધ હોવા છતાં દારૂ ભરેલું ટેન્કર રાજસ્થાનથી સાંતલપુર પહોંચ્યું છે. પોલીસે  537  પેટી  અલગ અલગ બ્રાન્ડનો દારૂ ઝડપી પાડ્યો છે. ત્યારે ડ્રાઈવર ટેન્કર મૂકી ફરાર થઈ ગયો હતો. દારૂ ભરેલ ટેન્કર સાંતલપુર પોલીસ સ્ટેશન લઈ જવાયું હતું. સાંતલપુર પોલીસે ટેન્કર સહિત 33 લાખ 29 હજાર 800 રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો છે. 


સવાલ એ છે કે, હાલ રાજસ્થાન ગુજરાતની બોર્ડર બંધ છે. કોરોના સંક્રમણ વધવાને કારણે બંને રાજ્યો વચ્ચે અવરજવર બંધ કરાઈ છે. ચેકપોસ્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તેમ છતાં ગુજરાતમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરાયો છે. આવામાં સવાલ એ છે કે, બંને બોર્ડર બંધ હોવા છતા દારૂનો જથ્થો આવ્યો કેવી રીતે. સીધાડા પછી અનેક નાના કાચા રસ્તા ખુલ્લા છે, જ્યાંથી રાજસ્થાન ગુજરાતમા બેરોકટોક અવરજવર થતી રહે છે. મુખ્ય હાઈવે સીલ હોવાથી હાલ આ માર્ગનો વપરાશ કરવામાં આવી રહ્યો છે.