પ્રશાંત ઢીવરે/સુરત: શહેરમાં સરકારી ગાડીમાં દારૂની હેરાફેરી ઝડપાઈ છે. ક્લાસ વન અધિકારીની ગાડીમાં દારૂની હેરાફેરી કરવામાં આવી હતી. આ દારૂની હેરાફેરી આઉટ સોર્સના ડ્રાઈવરો કરી રહ્યા હોવાનો ખુલાસો થયો છે. પોલીસે ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી એક બોલેરો અને એક સ્વિફ્ટ કારમાંથી 25 હજારથી વધુનો દારૂ ઝડપી પાડ્યો હતો. રાંદેર પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાજીમાં પ્રસાદ વિવાદ પર નીતિન પટેલનું મોટું નિવેદન, શું ફરી મળતો થશે મોહનથાળ?


સુરત રાંદેર પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન દારૂના જથ્થા અંગે બાતમી મળી હતી. જેને લઈને પોલીસે રાંદરે મોરાભાગળ હનુમાન ટેકરી સામે ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને સાયરન લગાવેલી એક બોલેરો અને સ્વિફ્ટ કારને ઝડપી પાડી હતી. દારૂના વેચાણ માટે જ આ બંને કાર ઊભી હતી. પોલીસે કારને કોર્ડન કરી તપાસ હાથ ધરતા બોલેરો કારમાંથી સીટ નીચે ચાર બોક્સમાંથી દારૂની 24 બોટલ મળી આવી હતી. આ સાથે જ 24 બિયરની બોટલ મળી હતી. જ્યારે સ્વિફ્ટ કારમાંથી એક બોક્સમાંથી 12 બોટલ દારૂ મળી આવ્યો હતો. આમ પોલીસે કુલ 25 હજારથી વધુનો દારૂ ઝડપી પાડ્યો હતો. દારૂ અને કાર મળી પોલીસે કુલ 8.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.


ગુજરાતમાં H3N2નો ખતરો! શરદી, ખાસી, કફની તકલીફ બાદ પરિણીતાનું સારવાર દરમ્યાન મોત


આરોપી અધિકારીઓને કાર રિપેરિંગનું બહાનું કહીં દારૂની હેરાફેરી કરતા પોલીસે આરોપી  રેનિશ નિજારભાઈ વટસરીયા, રાહુલ નિજારભાઈ વટસરીયા અને સાજીદ બદરૂદિન હાજીયાણીની ધરપકડ કરી છે.. જ્યારે દારૂ આપનાર ધનરાજ પ્રાણ પામેલાને વોન્ટેડ જાહેર કર્યો છે. એસીપી આર.પી. ઝાલાએ  જણાવ્યું હતું કે, આ બંને ગાડીઓમાં આઉટસોર્ટમાં ડ્રાઈવરો ફરજ બજાવતા હોય છે. આ કારમાં દમણથી દારૂનો જથ્થો લાવતા હતા. દારૂ લાવવા માટે અધિકારીઓને કહેતા હતા કે, આ કારને રિપેરિંગ માટે ગેરેજમાં મૂકવાની છે. જેથી અમે લઈ જઈએ છીએ. ત્યારબાદ દારૂની હેરાફેરી માટે ઉપયોગ કરતા હતા.


પાટીદાર ખેડૂતના સાહસને સલામ, એવી ખેતી કરી કે માવઠું ને વાવાઝોડું પણ કંઈ બગાડી ન શકે


વધુમાં જણાવ્યું હતું કે, બોલેરો કાર છે એ સરકારી ગાડી છે. જ્યારે સ્વિફ્ટ કારમાં આગળ અને પાછળ બંને તરફ ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલું હતું. દમણથી દારૂ લાવીને સુરતમાં કોને વેચતા હતા એ અંગે તપાસ ચાલી રહી છે. આ ગાડીઓ અંગે પ્રાથમિક જાણવા મળ્યું છે કે, જે એડિશનલ કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર અને ચીફ ઓફિસર આ ગાડીઓનો ઉપયોગ કરતા હતા. હાલ તો આ પહેલીવાર જ હેરાફેરી કરી હોવાનું જાણવા મળ્યું છે. આ લોકોએ પોલીસથી બચવા માટે જ આ કિમિયો કર્યો છે.