મેદાનમાં મહારથી: લોકસભા ચૂંટણીને લઇ રાજ્યમાં કઇ બેઠક પર કોની વચ્ચે ટક્કર
ગુજરાત લોકસભા બેઠકને લઇને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પણ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામાં આવી છે.
અમદાવાદ: લોકસભા ચૂંટણી 2019ને લઇને સમગ્ર દેશમાં જાણે યુદ્ધનો માહોલ સર્જાયો હોય તેમ રાજકીય પાર્ટીઓ અને તેમના ઉમેદવારો વચ્ચે આરોપ પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે. જેને લઇ ગુજરાત લોકસભા બેઠકને લઇને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પણ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામાં આવી છે. જોકે, હજુ કેટલીક બેઠકોને લઇને ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે. ત્યારે જે ઉમેદવારોના નામ જાહેર થઇ ગયા છે તે ઉમેદવારો તેમનું ઉમેદવારી પત્ર ભરવા દોડધામ કરી રહ્યાં છે. તો આવો જાણીએ રાજ્યમાં કઇ બેઠક પર કયા ઉમેદવારો એકબીજાને ટક્કર આપશે.
વધુમાં વાંચો: લોકસભા ચૂંટણી 2019: 7 તબક્કામાં થશે વોટિંગ, જાણો ક્યાં અને ક્યારે થશે મતદાન
લોકસભા ચૂંટણની તારીખો જાહેર થયા બાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે લઇ રાજકીય યુદ્ધ છેડાઇ ગયું છે. ત્યારે 4 એપ્રિલ ઉમેદવારી ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ નક્કી કરવામાં આવી છે. જેને લઇ ભાજપ અને કોંગ્રેસના જે ઉમેદવારોને ટિકિટ મળી તેઓ પોતાનું ઉમેદવારી પત્ર નોંધાવી ચુક્યા છે. તો બીજી બાજુ જે બેઠકો પર હજુ સુધી ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી નથી તે બેઠકો પર ઉમેદવારોને લઇને બંને પાર્ટીઓ માથમણ કરી રહી છે. 11 એપ્રિલથી લોકસભા ચૂંટણી મતદાન શરૂ થઇ જશે અને પરિણામની જાહેરાત 23 મે 2019ના રોજ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતની 26 લોકસભા બેઠક પર 23 એપ્રિલના રોજ મતદાન યોજાશે.
કઇ બેઠક પર કોની વચ્ચે ટક્કર
ક્રમ |
બેઠક |
ભાજપ |
કોંગ્રેસ |
1 |
કચ્છ |
વિનોદ ચાવડા |
નરેશ એન.મહેશ્વરી |
2 |
બનાસકાંઠા |
પરબત પટેલ |
- |
3 |
પાટણ |
ભરતસિંહ ડાભી |
જગદીશ ઠાકોર |
4 |
મહેસાણા |
- |
એ.જે પટેલ |
5 |
સાબરકાંઠા |
દીપસિંહ રાઠોડ |
- |
6 |
ગાંધીનગર |
અમિત શાહ |
- |
7 |
અમદાવાદ પૂર્વ |
- |
- |
8 |
અમદાવાદ પશ્ચિમ |
કિરીટ સોલંકી |
રાજુ પરમાર |
9 |
સુરેન્દ્રનગર |
મહેન્દ્ર મુંજપરા |
- |
10 |
રાજકોટ |
મોહન કુંડારિયા |
લલિત કગથરા |
11 |
પોરબંદર |
રમેશ ધડૂક |
લલિત વસોયા |
12 |
જામનગર |
પૂનમબેન માડમ |
- |
13 |
જૂનાગઢ |
રાજેશ ચુડાસમા |
પૂંજાભાઈ વંશ |
14 |
અમરેલી |
નારણ કાછડિયા |
- |
15 |
ભાવનગર |
ભારતીબેન શિયાળ |
- |
16 |
આણંદ |
મિતેષ પટેલ |
ભરતસિંહ સોલંકી |
17 |
ખેડા |
દેવુસિંહ ચૌહાણ |
- |
18 |
પંચમહાલ |
રતનસિંહ રાઠોડ |
વી.કે. ખાંટ |
19 |
દાહોદ |
જસવંતસિંહ ભાભોર |
- |
20 |
વડોદરા |
રંજનબહેન ભટ્ટ |
પ્રશાંત પટેલ |
21 |
છોટા ઉદેપુર |
ગીતાબેન રાઠવા |
રણજીત રાઠવા |
22 |
ભરુચ |
મનસુખ વસાવા |
- |
23 |
બારડોલી |
પ્રભુ વસાવા |
તુષાર ચૌધરી |
24 |
સુરત |
- |
- |
25 |
નવસારી |
સી. આર. પાટીલ |
ધર્મેશ પટેલ |
26 |
વલસાડ |
કે. સી. પટેલ |
જીતુ ચૌધરી |