મુસ્તાક દલ/સુરેન્દ્રનગર :તમારું મન-મગજ હચમચાવી દે તેવો વીડિયો (Video) સામે આવ્યો છે. હાર્ટ એટેકથી એક વ્યક્તિના થયેલા મોતના સીસીટીવી (CCTV) ફૂટેજ સામે આવ્યા છે. જેમાં કેવી રીતે એક વ્યક્તિ હાર્ટ એટેક (Heart Attack) થી ઢળી પડે છે અને કેવી રીતે ક્ષણભરમાં મૃત્યુ પામે છે તે જોઈને તમારું મગજ ઘડીક બહેર મારી જશે. દિવાળી (Diwali 2019) ના તહેવારની ઘરાકીના સમયે જ સુરેન્દ્ર નગર (Surendra Nagar) ના એક વેપારીનું હાર્ટએટેકથી મોત થયું છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરેન્દ્રનગરમાં આવેલ દીપ ચશ્મા ઘરના આ સીસીટીવી ફૂટેજ છે. જેમાં દુકાનના માલિક મનીષભાઈ શાહને ગ્રાહકોને ચશ્મા બતાવી રહ્યા હતા, ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને તેઓ જોતજોતામાં નીચે ઢળી પડ્યા હતા. આ ઘટના જોઈ ગ્રાહકો પણ ચોંકી ગયા હતા. જોકે, હાર્ટએટેકમાં મનીષભાઈનું મૃત્યુ થયું, પણ સમગ્ર ઘટના તેમના દુકાનમાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ હતી. ઉલ્લેખનીય છે કે. રાજ્યમાં હાર્ટ એટેકથી મૃત્યુના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :