અમદાવાદમાં GT નો રોડ શો પુરો, ક્રિકેટરોની એક ઝલક મેળવવા લોકો ઉત્સાહિત, રોડ પર જામી ગરબાની રમઝટ
ગુજરાત ટાઈટન્સના ભવ્ય રોડ શો માટેની તમામ તૈયારીઓ પુરી કરી દેવામાં આવી છે. જેમાં ટીમ ઉસ્માનપુરા રિવરફ્રન્ટથી વિશ્વકુંજ રિવરફ્રન્ટ સુધી રોડ શો શરૂ થયો છે. જેમાં ગુજરાત ટાઈટન્સના તમામ મેમ્બરો જોડાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી રોડ શોને ફ્લેગ ઓફ કરાવ્યો છે.
ઝી ન્યૂઝ/અમદાવાદ: IPL 2022ની 15મી સીઝનમાં ગુજરાત ટાઈટન્સે બાજી મારી લીધી છે. ટાઈટન્સની ટીમે રાજસ્થાનને કારમી હાર આપ્યા બાદ ગુજરાતમાં ચારેબાજુ વાહવાહી થઈ રહી છે. ગુજરાત ટાઈટન્સની ટીમની જીતની ઉજવણીના ભાગરૂપે આજે અમદાવાદમાં રોડ શો યોજવામાં આવ્યો હતો. ગુજરાતની ટીમનો સાંજે 5.30 વાગ્યે રોડ શો શરૂ થયો હતો. જેના માટેની રૂપરેખા અગાઉથી જ નક્કી કરવામાં આવી હતી. આશ્રમ રોડ પર આવેલી હોટેલ હયાતથી રોડ શો શરૂ થયો હતો અને રિવરફ્રન્ટ સુધી યોજાયો હતો. ગુજરાત ટાઈટન્સના તમામ મેમ્બરો રોડ શોમાં જોડાયા હતા.
અમદાવાદમાં ટાઇટન્સની ટીમને આવકારી ફટાકડા પણ ફોડવામાં આવ્યા હતા. રિવરફ્રન્ટ પર હાર્દિક પંડ્યા અને અન્ય ક્રિકેટરોની એક ઝલક જોવા માટે લોકોએ રીતસરની પડાપડી કરી હતી. રોડ શો દરમિયાન ક્રિકેટરોએ ચાહકોને ગુજરાત ટાઈટન્સની ટી-શર્ટો આપી હતી. રોડ શો ઉસ્માનપુરા રિવરફ્રન્ટથી ઇન્કમટેક્સ તરફ વળી જતા ગાંધી બ્રિજ પાસે રિવરફ્રન્ટ પર મોટી સંખ્યામાં ઉભેલા લોકો ગુજરાત ટાઇટન્સની ટીમને જોયા વગર જ પાછા ફર્યા હતા.
ગુજરાત ટાઈટન્સના ભવ્ય રોડ શો માટેની તમામ તૈયારીઓ પુરી કરી દેવામાં આવી હતી. જેમાં ટીમ ઉસ્માનપુરા રિવરફ્રન્ટથી વિશ્વકુંજ રિવરફ્રન્ટ સુધી રોડ શો શરૂ થયો હતી. જેમાં ગુજરાત ટાઈટન્સના તમામ મેમ્બરો જોડાયા હતા. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી રોડ શોને ફ્લેગ ઓફ કરાવ્યો હતો. રોડ શોને પગલે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી હતી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube