પીએમનો મેગા રોડ શો શરૂ, 50.4 km લાંબો રોડ શૉ જોવા જનમેદની ઉમટી
Gujarat Election 2022: સૌ પ્રથમ નરોડા ગામથી રોડ શૉ કરી 9 kmના અંતરે શ્યામ શિખર ચાર રસ્તા પાસે સરદાર પટેલની પ્રતિમા આગળ પુષ્પાંજલિ કરી. શ્યામ શિખર ચાર રસ્તા પાસે પ્રધાનમંત્રી આવે તે પહેલા જ જનમેદની ઉમટી પડી હતી.
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા પહેલા તબક્કાની ચૂંટણી પુરી થઈ ગઈ છે ત્યારે PM મોદી બે દિવસ ગુજરાત પ્રવાસે આવશે. અમદાવાદમા પીએમ મોદીનો ભવ્ય યોજશે રોડ શો શરૂ થઈ ગયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે વિધાનસભા 2022ની ચૂંટણીનો સૌથી મેગા રોડ શૉ કહી શકાય એમ છે. પીએમ મોદીના ભવ્ય રોડ શોને પુષ્પાંજલિ નામ આપવામાં આવ્યું છે. પોતાના પ્રખર વ્યક્તિત્વથી દેશ ઉપર કુરબાન 3 વિભૂતિઓને પુષ્પાંજલિ આપશે. આ સાથે પ્રધાનમંત્રી મોદી 50.4 km લાંબો રોડ શૉ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમદાવાદમાં મેરેથોન રોડ-શો બાપુનગરથી આગળ ખોડિયારનગર થઈ વિરાટનગર ચાર રસ્તા તરફ રવાના થયો છે. નરોડાથી શરુ થયેલો આ રોડ શો અગાઉ કૃષ્ણનગર થઈ હીરાવાડી અને ત્યાંથી શ્યામશિખર ચાર રસ્તા પહોંચ્યો હતો. અહીં વડાપ્રધાનનો કાફલો અટક્યો હતો.
અહીંથી મોદીનો રોડ-શો નિર્ધારિત રુટ પર બાપુનગર અને ત્યાંથી ખોડિયારનગર ચાર રસ્તા તરફ રવાના થયો હતો. આ રોડ-શોમાં છેકથી છેક સુધી રોડની બંને તરફ અમદાવાદીઓ ઉમટી પડ્યા છે. વડાપ્રધાનનો કાફલો પસાર થયા બાદ પાછળ દોડતા જોવા મળ્યા હતા.
સૌ પ્રથમ નરોડા ગામથી રોડ શૉ કરી 9 kmના અંતરે શ્યામ શિખર ચાર રસ્તા પાસે સરદાર પટેલની પ્રતિમા આગળ પુષ્પાંજલિ કરી. શ્યામ શિખર ચાર રસ્તા પાસે પ્રધાનમંત્રી આવે તે પહેલા જ જનમેદની ઉમટી પડી હતી. ત્યાર બાદ પ્રધાનમંત્રી બાપુનગર -નિકોલ - અમરાઈવાડી વિધાનસભામાં રોડ શૉ પહોંચશે. અહીં પ્રધાનમંત્રી શ્યામા પ્રસાદ મુખર્જીની પ્રતિમાને પુષ્પાંજલી આપશે. ત્યારબાદ શહેરની અન્ય વિધાનસભામાં પણ રોડ શૉ કરી આર ટી ઓ સર્કલ ખાતે સુભાષ ચંદ્ર બોઝને પુષ્પાંજલિ આપશે. રોડ શૉ સાબરમતી વિધાનસભામાં પૂર્ણ થશે.
રોડ શોનો સંભવિત રૂટ
નરોડા ગામ બેઠક - નરોડા પાટિયા સર્કલ - કૃષ્ણનગર ચાર રસ્તા હીરાવાડી - સુહાના રેસ્ટોરન્ટ - શ્યામ શિખર ચાર રસ્તા - બાપુનગર ચાર રસ્તા - ખોડિયારનગર - BRTS રૂટ વિરાટનગર - સોનીની ચાલી - રાજેન્દ્ર ચાર રસ્તા - રબારી કોલોની - CTMથી જમણી બાજુ - હાટકેશ્વર ચાર રસ્તા - ખોખરા સર્કલ - અનુપમ બ્રિજ - પંડિત દિન દયાલ ઉપાધ્યાય પ્રતિમા - ફૂટબોલ ગ્રાઉન્ડ - ભુલાભાઈ ચાર રસ્તા - ડાબી બાજુ - શાહ આલમ ટોલનાકા - દાણીલીમડા ચાર રસ્તા - મંગલ વિકાસ ચાર રસ્તા - ખોડિયારનગર બહેરામપુરા - ચંદ્રનગર - ધરણીધર ચાર રસ્તા - જીવરાજપાર્ક ચાર રસ્તા - શ્યામલ ચાર રસ્તા - શિવરંજની ચાર રસ્તા - હેલ્મેટ ચાર રસ્તા AEC ચાર રસ્તા - પલ્લવ ચાર રસ્તા - પ્રભાત ચોક - પાટીદાર ચોક અખબારનગર ચાર રસ્તા - વ્યાસવાડી - ડી માર્ટ - આર.ટી.ઓ સર્કલ સાબરમતી પાવર હાઉસ - સાબરમતી પોલીસ સ્ટેશન - વિસત ચાર રસ્તા - જનતાનગર ચાર રસ્તા - IOC ચાર રસ્તા ચાંદખેડા.