અંબાજી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છેલ્લા બે દિવસથી ગુજરાતના પ્રવાસે છે. આજે વડાપ્રધાન બનાસકાંઠામાં આવાસ, રોડ નિર્માણ તેમજ રેલવેના કુલ 6909 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. પીએમ નરેન્દ્ર મોદીના આગમનને લઈને લોકોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. પીએમ મોદી આજે અંબાજી શક્તિપીઠ ધામમાં પૂજા-અર્ચના કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને લઈ મંદિરમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. અંબાજી મંદિરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આજે સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અંબાજી મંદિરમાં કપૂર આરતી કરશે. વડાપ્રધાન નરેન્દ્રમોદીનું અંબાજીમાં વાજતે ગાજતે ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. હાલ પીએમ નરેન્દ્ર મોદી સભા સ્થળ જવા માટે રવાના થયા છે.



અંબાજીથી પીએમ મોદી Live:


  • આ વખતે હું અહીં એવા સમયે આવ્યો છું જ્યારે દેશે વિકસિત ભારતનો મહાન સંકલ્પ લીધો છે. મા અંબાના આશીર્વાદથી આપણને આપણા તમામ સંકલ્પો પૂરા કરવાની શક્તિ મળશેઃ પીએમ

  • જ્યારે આપણે મહિલાઓના સન્માનની વાત કરીએ છીએ, ત્યારે તે આપણા માટે ખૂબ જ સરળ લાગે છે. પરંતુ જ્યારે આપણે તેના વિશે ગંભીરતાથી વિચારીએ છીએ, ત્યારે આપણને જોવા મળે છે કે આપણી સંસ્કૃતિમાં મહિલાઓ માટે કેટલું સન્માન સમાયેલું છે: PM

  • આપણા સંસ્કારો છે કે આપણે આપણા દેશ ભારતને પણ માતાના રૂપમાં જોઈએ છીએ, આપણી જાતને ભારત માતાના સંતાનો માનીએ છીએ: PM

  • ભારતમાં, આપણે ત્યાં વીરપુરૂષોની સાથે માતાનું નામ જોડાયું છે. હું ઉદાહરણ આપું છું. જેમકે અર્જૂન મહા વિર પુરૂષ હતા, પરંતુ એવું નથી સાંભળવા મળતું કે તેઓ પાંડું પુરૂષ, જ્યારે પણ સાંભળીયે ત્યારે પાર્થ સાંભળીએ છીએ. પાર્થ એટલે પૃથા(કુંતિ) પુત્ર તરીકે ઓળખાયા. 

  • એવી જ રીતે ભગવાન કૃષ્ણ, સર્વ શક્તિમાન તેમનો જ્યારે પરિચય થાય છે ત્યારે દેવકીનંદન કૃષ્ણ એવી રીતે થાય છે.

  • હનુમાનજીની વાત આવે ત્યારે અંજનીપુત્ર હનુમાન. એટલે માતાના નામની સાથે વીરોના નામ આપણા દેશમાં માના મહાત્વમને આપણા સંસ્કારની પૂંજી સમાન મળ્યું છે. આ સંસ્કારી છે. 

  • આપણા દેશ ભારતને પણ માતાના રૂપમાં જોઈએ છીએ. ખુદને મા ભારતીની સંતાન માનીએ છીએ.

  • સરકારે નક્કી કર્યું કે 2014 પછી જેને મકાનો અપાશે તેમાં માતાના નામે અથવા સાથે પુત્ર લે પતિનું નામે કરાય છે.

  • ગુજરાત સરકારને અભિનંદન આપું છું કે દરેક જરૂરિયાત મંદોને ઘર આપવાની મુહિમમાં જોડાયા.

  • ઘરમાં આર્થિક નિર્ણયોમાં સૌથી વધુ પુરુષનાં નામ આવે છે. ઘર, ગાડી, ખેતર બધું પુરુષનાં નામે હોય છે અને પતિ ગુજરી થાય એટલે પુત્રના નામે થઈ જાય છે.

  • સરકારે મકાન આપ્યા તેમાં પુરુષની સાથે માતાનું નામ સાથે રાખવામાં આવે છે.

  • ગરીબોને દેશમાં 3 કરોડથી વધુ ઘરો બનાવીને આપ્યા છે, જેમાંથી મોટાભાગના માલિક મહિલાઓ જ છે.

  • આજે જેને ઘર મળ્યા છે તે બધી બહેનો હવે લખપતિ થઈ ચૂકી છે

  • હું બહેનોને વારંવાર કહેતો કે બાળકીઓ ભણશે નહીં તો લક્ષ્મી ઘરમાં નહિ આવે. પરંતુ હવે સમય બદલાયો છે, દેશની સેનામાં પણ બેટીઓને ઓફિસર બનાવવા પગ માંડ્યા છે.

  • આ તહેવારોની સિઝનમાં ગરીબ પરિવારની બહેનોને તેમનું રસોડું ચલાવવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે સરકારે મફત રાશનની યોજના લંબાવી છે. કેન્દ્ર સરકાર આ યોજના પર લગભગ 4 લાખ કરોડ રૂપિયા ખર્ચી રહી છે, જે દેશના 80 કરોડથી વધુ મિત્રોને મુશ્કેલ સમયમાં રાહત આપે છે: પીએમ

  • શૌચાલય હોય, ગેસ કનેક્શન હોય, દરેક ઘર હોય, પાણી હોય, જનધન ખાતા હોય, મુદ્રા યોજના હેઠળ ગેરંટી વગરની લોન હોય, કેન્દ્ર સરકારની દરેક મોટી યોજનાના કેન્દ્રમાં દેશની મહિલા શક્તિ હોય છેઃ PM

  • કુપોષણ વિરુદ્ધની લડાઈમાં બનાસકાંઠા એ સહયોગ કર્યો છે. સુખડી વિતરણ કાર્યક્રમમાં પણ બનાસકાંઠાએ સહયોગ આપ્યો છે.

  • આજે તારંગા, આબુ રોડ, મહેસાણાની રેલ લાઇન પ્રારંભ કર્યો છે. આ રેલ લાઇન અંગ્રેજોના સમય 1930માં પરિકલ્પના કરવામાં આવી હતી. પણ આ કામ પણ માઁ અંબાએ મારા નસીબમાં લખ્યું હશે.

  • સરકાર પહેલા અલગ હતી, ત્યારે ફાઈલો પડી રહેતી હતી. પરંતુ આજે ડબલ એન્જીનની અમારી સરકારે માર્બલ ઉદ્યોગ અને ખેતીમાં મદદ મળે તે માટે સારાં રસ્તા બનાવ્યા છે.

  • હું મુખ્યમંત્રી હતો, ત્યારે 51 શક્તિપીઠ બનાવડાવી હતી. આજે અંબાજીમાં બધા શક્તિઓની રેપ્લીકા બનાવ્ડાવી છે. હું એવું અંબાજી જોવું છું કે અહીંયા દર્શને આવનારે બે ત્રણ દિવસ અહીંયા રોકાઈને જવુ પડે.

  • પર્યટનોને લગતા રોજગાર વધે તે માટે પ્રયત્નો અમારી સરકારે કર્યા છે. ગબ્બરનો પણ અમે વિકાસ કર્યો. તારંગા હિલનાં દર્શન સરળ બનશે. પાલીતાણામાં જૈન તીર્થની જેમ તારંગા હિલ બનશે. નાના દુકાનદારોને રોજીરોટી મળશે. 

  • સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેમ આ વિસ્તારને વિકાસ કરવામાં આવશે. ધરોઈ ડેમમાં પણ વોટર સ્પોટ બનાવવામાં આવશે.

  • છેલ્લા બે દાયકાના સતત પ્રયાસોને કારણે બનાસકાંઠાનું ચિત્ર બદલાયું છે. પરિસ્થિતિ બદલવામાં નર્મદાના નીર, સુજલામ-સુફલામ અને ટપક સિંચાઈએ મોટી ભૂમિકા ભજવી છેઃ પીએમ


અંબાજીમાં પીએમ મોદી સભાસ્થળે પહોંચ્યા, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ હાજર



અંબાજીમાં PMના સ્વાગત માટે લોકોનું ઘોડાપૂર ઊમટ્યું, પીએમ મોદીએ જનતાનું અભિવાદન સ્વીકાર્યું



અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પૂજા-અર્ચના કરાવશે. મંદિરમાં પૂજા કરાયેલી મા અંબાની પ્રતિમા મહારાજ પીએમ મોદીને અર્પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસને લઈ અંબાજી મંદિરને ફૂલોથી શણગારાયો છે. અંબાજી મંદિરમાં શણગાર યાત્રિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.



સાંજના સમયે પ્રધાનમંત્રી મોદી અંબાજી ખાતે જાહેરસભામાં વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. ત્યારબાદ તેઓ સાંજે 7થી 7.30 વાગ્યા સુધી અંબાજી મંદિરમાં પૂજા કરવા જશે. ત્યારબાદ તેઓ ગબ્બરમાં મહાઆરતીમાં ભાગ લેશે. અંબાજી ખાતે પ્રસાદ યોજના અંતર્ગત ભાવિકોની સુવિધા માટે પ્રધાનમંત્રી 53 કરોડના ખર્ચે વિવિધ વિકાસકાર્યોનું ભૂમિપૂજન કરશે.



જિલ્લાના અલગ અલગ 7200 કરોડથી વધુનાં વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો. પીએમ અંબાજીથી મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના’ નો પ્રારંભ કરાવ્યો હતો. યોજનાના પ્રતિક રૂપે પાંચ જેટલી ગૌશાળા અને પાંજરાપોળને સહાયની રકમ અર્પણ કરી. ગૌ વંશ અને ગૌ માતાના રખરખાવ, નિભાવ માટેની ‘મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના’ છે. રાજ્યમાં જે ગૌ-શાળા પાંજરાપોળ ગૌ-વંશ અને ગાય માતાની નિભાવણી કરે છે તેને આર્થિક સહાય આપશે. 


રાજ્ય સરકારે આ યોજના 2022 - 23 ના બજેટમાં જાહેર કરી હતી. પીએમ આજે અંબાજીથી ગુજરાતમાં 60 હજારથી વધુ આવાસોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા. કુલ રૂપિયા 1967 કરોડથી વધુના ખર્ચે 8633 આવાસોના ખાતમુહૂર્ત અને 53,172 આવાસોના લોકાર્પણ કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બનાસકાંઠા જિલ્લાને અનેક ભેટ આપી છે. 


પીએમના હસ્તે નવી તારંગા હિલ-અંબાજી-આબુરોડ બ્રોડગેજ રેલવે લાઇનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. રૂપિયા 2700 કરોડથી વધુના ખર્ચે રેલવે લાઈનનું નિર્માણ કરવામાં આવી. રેલવે લાઇનની કામગીરી આગામી પાંચ વર્ષમાં પૂર્ણ થશે. રેલવે લાઈનની લંબાઈ 116 કિલોમીટરની હશે. 6 રિવર ક્રોસીંગ ધરાવતી તારંગાથી આબુરોડ સુધીની આ રેલવે લાઇનની કામગીરી ચાર તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે.


રેલવે લાઈન 60 જેટલા ગામડાઓ માંથી પસાર થશે. રેલવે લાઈનના નિર્માણથી મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાના 104 ગામડાઓને લાભ થશે. આ રેલવે લાઈન પર અંબાજીમાં શક્તિપીઠની થીમ આધારિત ડિઝાઇન અને અદ્યતન સુવિધાઓથી સજ્જ રેલવે સ્ટેશનનું નિર્માણ કરવામાં આવશે. તારંગા હિલ્સ રેલવે સ્ટેશન જૈન સ્થાપત્યકલાના આધારે ડીઝાઈન કરવામાં આવશે.