ઝી ડિજિટલ ડેસ્ક/ અમદાવાદઃ લોકસભા ચૂંટણી 2019ના ત્રીજા તબક્કામાં ગુજરાતની તમામ 26 બેઠક પર સરેરાશ 63.53 ટકા સરેરાશ મતદાન નોંધાયું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્યમાં મતદાન હોવાને કારણે સમગ્ર દેશની નજરો અત્યારે ગુજરાત પર ટકેલી છે. વડાપ્રધાન મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સવારે અમદાવાદના રાણીપમાં મતદાન કર્યું હતું. આ ઉપરાંત, ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ પણ બપોરે અમદાવાદના શાહપુરમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. દેશના નાણામંત્રી અરૂણ જેટલી પણ વોટ આપવા માટે અમદાવાદ આવી પહોંચ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મોડી રાત્રે 8 કલાકે મતદાનના જે અંતિમ ફાઈનલ આંકડા જાહેર કરાયા છે તે મુજબ સરેરાશ 63.53% મતદાન નોંધાયું છે. રાજ્યમાં સૌથી વધુ મતદાન વલસાડ લોકસભા બેઠક પર 74.09 ટકા મતદાન નોંધાયું છે, જ્યારે સૌથી ઓછું મતદાન રાજ્યની અમરેલી બેઠક પર 55.73 ટકા નોંધાયું છે.


રાત્રે 8.00 કલાકે મતદાનના અંતિમ આંકડાઃ
કચ્છ - 57.53%, બનાસકાંઠા - 64.71%, પાટણ - 61.71%, મહેસાણા - 64.68%, સાબરકાંઠા - 67.03%, ગાંધીનગર - 64.95%, અમદાવાદ(પૂર્વ) - 60.77%, અમદાવાદ(પશ્ચિમ) - 69.77% , સુરેન્દ્રનગર - 56.87%, રાજકોટ - 63.12%, પોરબંદર- 56.77%, જામનગર- 58.49%, જૂનાગઢ - 60.07%, અમરેલી - 55.73%,  ભાવનગર - 58.41%, આણંદ- 66.20%, ખેડા - 60.32%, પંચમહાલ - 61.68%, દાહોદ - 66.05%, વડોદરા- 67.26%, છોટાઉદેપુર - 72.90%, ભરૂચ - 71.18%, બારડોલી - 71.26%, સુરત - 63.99%, નવસારી - 66.34%, વલસાડ- 74.09%. 


રાજ્યમાં સાંજે 5.00 કલાક સુધી સરેરાશ 58.90% મતદાન નોંધાઈ ચૂક્યું છે. રાજ્યમાં મતદાન કર્યા બાદ મૃત્યુ થયું હોય એવી બે ઘટના નોંધાઈ છે. રાજ્યમાં પાટણ ખાતે એક 50 વર્ષના મતદારનું હૃદયરોગના હુમલામાં મોત થયું છે. ભરૂચના વાગરા ગામે એક વયોવૃદ્ધ વ્યક્તિએ પણ મતદાન કર્યા બાદ અંતિમ શ્વાસ લીધા હતા. આ રીતે, રાજ્યમાં હાલ મતદાન કર્યા બાદ કુદરતી રીતે મૃત્યુ થયાની બે ઘટના નોંધાઈ છે. 


જૂઓ રાજ્યમાં સાંજે 5.00 વાગ્યા સુધી મતદાનના આંકડાઃ
કચ્છ - 51.80%, બનાસકાંઠા - 61.44%, પાટણ - 57.76%, મહેસાણા - 61.16%, સાબરકાંઠા - 61.74%, ગાંધીનગર - 61.18%, અમદાવાદ(પૂર્વ) - 55.51%, અમદાવાદ(પશ્ચિમ) - 55.12% , સુરેન્દ્રનગર - 51.68%, રાજકોટ - 58.04%, પોરબંદર- 52.01%, જામનગર- 54.14%, જૂનાગઢ - 55.50%, અમરેલી - 51.48%,  ભાવનગર - 53.38%, આણંદ- 61.72%, ખેડા - 56.56%, પંચમહાલ - 56.84%, દાહોદ - 62.40%, વડોદરા- 62.78%, છોટાઉદેપુર - 64.12%, ભરૂચ - 65.00%, બારડોલી - 68.99%, સુરત - 60.16%, નવસારી - 61.95%, વલસાડ- 68.53%. 


101 વર્ષના દાદીએ આપ્યો મત
પાટણમાં 101 વર્ષના દાદીમાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમણે શહેરની કે.કે. ગર્લ્સ સ્કૂલમાં મતદાન કર્યું હતું. પરિજનો સાથે દાદી મતદાન કરવા આવ્યા હતા.


માણાવદરમાં લોકોને મત આપતા અટકાવતો વીડિયો વાયરલ
માણાવદરમાં અપશબ્દો બોલીને અને લોખંડના પાઈપ-લાકડીનો ઉપયોગ કરીને લોકોને મતદાન કરતા અટકાવતો એક વીડિયો વાયરલ થયો છે. માણાવદરના રફાળા ગામમાં માથાભારે શખ્સો લોકોને મતદાન કરવા જતા અટકાવી રહ્યા છે. મતદાન કરવા જતા લોકોને આ અસામાજિક તત્વો ડંડો લઈને મારવા પાછળ દોડતા હોવાનું પણ વીડિયોમાં જોવા મળે છે. 


મહેસાણામાં બોર ઓપરેટરનું મતદાન પછી મોત
મહેસાણામાં મહેશભાઈ શંકરભાઈ પરમાર (50 વર્ષ) લાયબ્રેરી ખાતે મતદાન કરીને બહાર નિકળ્યા હતા ત્યાં જ તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. અહીંથી તેમને તાત્કાલિક હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા, જ્યાં તેમને ડોક્ટરો દ્વારા મૃત જાહેર કરાયા હતા. તેઓ નગરપાલિકામાં બોર ઓપરેટર તરીકે ફરજ બજાવતા હતા. 


તાપીના સોનગઢના ત્રણ ગામમાં બહિષ્કાર
બારડોલી લોકસભામાં તાપી જિલ્લામાં સોનગઢના ત્રણ ગામના લોકોએ રસ્તા, પાણી, વિજળી, આરોગ્ય, શિક્ષણ જેવી પાયાની સુવિધાઓ ન મળતાં ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવ્યો છે. સવારે 7 વાગ્યાથી અહીં એક પણ મત પડ્યો નથી. સોનગઢના બુધવાડા, જૂના આમલપડા, જુની કુઈલિવેલ ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. આ ત્રણેય ગામના પુરુષો, મહિલાઓ અને યુવાનો મત આપવા આવ્યા નથી. ચૂંટણી અધિકારી, મામલતદાર દ્વારા મતદાનની અપીલ કરવા છતાં પણ તેઓ માન્યા નથી. હવે, મામલતદાર દ્વારા એક પણ પક્ષને નહીં તો NOTAમાં મત આપવા માટે ગામના લોકોને સમજાવાઈ રહ્યા છે.


દેવગઢ બારિયાની એક પ્રાથમિક શાળામાં EVM ખોટકાઈ જતાં અડધો કલાકથી મતદાન પ્રક્રિયા અટકી ગઈ છે. ચૂંટણી અધિકારી દ્વારા EVM મશીનના રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. 


બનાસકાંઠામાં એક યુવકે મતદાન કરતો વીડિયો વાયરલ કરતાં ચૂંટણી પંચ સક્રિય થઈ ગયું છે. ધાનેરાના વક્તાપુરા ગામના યુવકે આ વીડિયો વાયરલ કરાયો છે.


ગંભીર ઈજાગ્રસ્તે કર્યું મતદાન
અમરેલીના ચિતલ રોડ પર વોર્ડ નંબર-2માં મતદાન ચાલતું હતું ત્યાં જ અચાનક એક એમ્બ્યુલન્સ આવી પહોંચતા હાજર મતદારોમાં કુતુહલ સર્જાયું હતું. એમ્બ્યુલન્સમાંથી ભારત બારોટ નામના એક ઘાયલ મતદાર બહાર આવ્યા હતા અને તેમણે લોકશાહી માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 


[[{"fid":"211853","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":"ભરૂચમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે મતદાન કર્યું હતું. "},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":"ભરૂચમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે મતદાન કર્યું હતું. "}},"link_text":false,"attributes":{"title":"ભરૂચમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે મતદાન કર્યું હતું. ","class":"media-element file-default","data-delta":"1"}}]]


(કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે ભરૂચ લોકસભા બેઠકમાં પોતાનો મત આપ્યો હતો.)


મતદાન કરી વૃદ્ધે લીધા અંતિમશ્વાસ
ભરૂચના વાગરા તાલુકાના ઓચ્છણ ગામમાં અનોખી ઘટના ઘટી હતી. આ ગામના વયોવૃદ્ધ છીતુભાઈ મતદાન કરીને ઘરે પરત ફરતા હતા ત્યારે રસ્તામાં જ તેઓ ઢળી પડ્યા હતા. મતદાન કર્યાની થોડી મિનિટોમાં જ છીતુભાઈએ અંતિમ શ્વાસ લીધા હતા. 


બોડેલીના ચાપરગોટા ગામમાં ચૂંટણી બહિષ્કાર
છોટાઉદેપુરના બોડેલીના ચાપરગોટા ગામના લોકોએ આજે ચૂંટણી બહિષ્કાર કર્યો હતો. 200થી વધુ ગ્રામજનો મતદાનથી અળગા રહ્યા હતા. ગામમાં થયેલા ભ્રષ્ટાચારને લઈને ગ્રામજનોએ અગાઉથી જ ચૂંટણી બહિષ્કારની ધમકીઆપી હતી. ગ્રામજનો મતદાન કર્યા વગર સવારથી જ મતદાન મથકની બહાર ધરણા પર બેઠા છે.


મોરબીના માળીયામાં EVMમાં ટેક્નીકલ ખામી
મોરબીની માળીયા વિધાનસભા બેઠકમાં EVM મશીનમાં ટેકનીકલ ખામી જોવા મળતાં થોડા સમય માટે મતદાન અટકી ગયું હતું. અહીં અત્યાર સુધીમાં 3 બીયુ, 3 સીયુ અને 8 VVPAT મશીનમ બદલવા પડ્યા છે. 


ઉમરાપાડા ગામમાં માથાકૂટ
ઝાલોદ તાલુકાના ઉમરાપાડા ગામમાં મતદાન પ્રક્રિયા દરમિયાન બે જૂથ વચ્ચે માથાકૂટ થઈ છે. ભાજપના સમર્થકોએ કોંગ્રેસના એજન્ટને લાકડી-ડંડા વડે માર મારતાં થોડા સમય માતે અહીં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. 


ધાનેરાના ધારાસભ્ય નથાભાઈ પટેલના પુત્ર અમરત પટેલે પોતાના ફેસબુક પર મતદાન કર્યા પછી ઉમેદવારના નામનો ફોટો VVPAT મશીન સાથેનો અપલોડ કરતાં ચૂંટણીની આચારસંહિતાનો ભંગ થયો છે. 


મોડાસાના સબલપુર-02 બુથમાં મતદાન શરૂ થયું
મોડાસાના સબલપુર કમ્પા, મહાદેવપુરા કમ્પા, લાલપુર કમ્પાના ગ્રામજનોએ રોડ મામલે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. ત્રણ વાગ્યા સુધી અહીં માત્ર બે જ મત પડ્યા હતા. ચૂંટણી અધિકારીઓ દ્વારા સમજાવટ કરાયા બાદ ગ્રામજનો મતદાન માટે તૈયાર થયા હતા. 


  • સાબરકાંઠાના મેઘરજના જાલમપુર બુથ પર VVPAT મશીન ક્ષતિગ્રસ્ત થતાં થોડા સમય માટે મતદાન અટકાવાયું. 

  • રાપર તાલુકાના બાલાસર ગામમાં 1800માંથી 1500એ અત્યાર સુધી પોતાના મતાધિકારનો કર્યો ઉપયોગ. 


ધાનેરામાં વિદ્યાર્થીનું મતદાન કોઈએ પોસ્ટલ બેલેટથી કર્યું
બનાસકાંઠાના ધાનેરામાં એક વિદ્યાર્થી મતદાનથી વંચિત રહી ગયો હતો. એક કલાક સુધી લાઈનમાં ઉભો રહ્યો હોવા છતાં તે મત આપી શક્યો ન હતો. તે જ્યારે મત આપવા પહોંચ્યો ત્યારે મતદાર યાદીમાંથી આ વિદ્યાર્થીનું નામ ગાયબ જોવા મળ્યું હતું. ચૂંટણી અધિકારીએ જ્યારે તપાસ કરી તો જાણવા મળ્યું કે, મુકેશ ગલચર નામના આ વિદ્યાર્થીનું મતદાન પોસ્ટલ બેલેટથી થયું છે. પોસ્ટલ મતદાન માત્ર ચૂંટણી કાર્યવાહીમાં રોકાયેલ કર્મચારી જ કરી શકે છે, તો પણ વિધાર્થીનું મતદાન કોણે કર્યું તે સવાલ ઊભો થાય છે. ચૂંટણી પંચની ભૂલને કારણે વિધાર્થી મતદાન ન કરી શકતાં જિલ્લા કલેકટર અને ચૂંટણી પંચને આ અંગે રજૂઆત કરવામાં આવી છે. 


રાજ્યમાં બપોરે 3.00 કલાક સુધીમાં દાહોદમાં સૌથી વધુ 55.42 ટકા મતદાન નોંધાયું છે, જ્યારે સૌથી ઓછું મતદાન સુરેન્દ્રનગર બેઠક પર 41.40 ટકા મતદાન નોંધાયું છે.



બેઠક 9:00 AM 11:00 AM 1.00 PM 2:00 PM 3:00 PM
કચ્છ 9.98 24.36 36.48 36.45 42.46
બનાસકાંઠા 13.8 29.73 41.16 41.54 53.05
પાટણ 11.92 25.06 38.74 38.74 48.85
મહેસાણા 10.6 27.35 40.7 40.7 51.42
સાબરકાંઠા 10.9 27.93 43.08 43.08 53.36
ગાંધીનગર 9.95 24.21 36.97 39.03 52.76
અમદાવાદ (પૂર્વ) 9.58 19.12 26.31 38.64 47.66
અમદાવાદ (પૂશ્ચિમ) 8.12 20.1 34.96 35.57 45.23
સુરેન્દ્રનગર 10.38 23.45 36.86 34.76 42.4
રાજકોટ 10.99 26.55 39.91 39.91 49.47
પોરબંદર 9.1 20.54 28.04 30.97 49
જામનગર 7.15 22.14 35.12 35.12 44.24
જૂનાગઢ 9.2 23.17 39.14 38.55 47.28
અમરેલી 10.36 25.35 31.22 36.09 43.45
ભાવનગર 10.37 25.02 36.35 36.35 45.32
આણંદ 9.5 26.93 35.12 40.89 54.97
ખેડા 9.78 25.44 36.9 38.89 46.96
પંચમહાલ 8.75 24.31 38.22 38.22 48.42
દાહોદ 12.85 31.31 46.7 46.78 55.42
વડોદરા 9.51 25.78 41.61 41.61 52.05
છોટાઉદેપુર 11.4 26 38.96 41.47 54.05
ભરૂચ 11.38 25.03 44.86 44.86 54.34
બારડોલી 10.99 28.55 43.48 46.28 58.3
સુરત 9.95 23.38 35.61 35.61 50.67
નવસારી 9.52 24.28 32.53 39.57 47.08
વલસાડ 13.46 25.32 42.97 42.97 57.73
  10.365 25.016 37.77 39.33 49.84

 રાજ્યમાં બપોરે 3.00 કલાક સુધીમાં મતદાનઃ 
કચ્છ - 42.46%, બનાસકાંઠા - 53.05%, પાટણ - 48.25%, મહેસાણા - 51.42%, સાબરકાંઠા - 53.36%, ગાંધીનગર - 52.76%, અમદાવાદ(પૂર્વ) - 47.66%, અમદાવાદ(પશ્ચિમ) - 54.23% , સુરેન્દ્રનગર - 42.40%, રાજકોટ - 49.47%, પોરબંદર- 49.00%, જામનગર- 44.24%, જૂનાગઢ - 47.28%, અમરેલી - 43.45%,  ભાવનગર - 45.32%, આણંદ- 54.97%, ખેડા - 46.96%, પંચમહાલ - 48.42%, દાહોદ - 55.42%, વડોદરા- 52.02%, છોટાઉદેપુર - 54.05%, ભરૂચ - 54.34%, બારડોલી - 58.30%, સુરત - 50.67%, નવસારી - 47.08%, વલસાડ- 57.73%. 


લોકસભા ચૂંટણી 2019: દેશમાં ક્યાં કેટલું મતદાન? જાણો


રાજ્યમાં બપોરે 2 કલાક સુધીમાં સરેરાશ 40 ટકા જેટલું મતદાન નોંધાઈ ચૂક્યું છે. જેમાં સૌથી વધુ મતદાન દાહોદ બેઠક પર 46.78 ટકા અને સૌથી ઓછું મતદાન જામનગરની બેઠક પર 35.12 ટકા મતદાન નોંધાયું છે. 


રાજ્યમાં બપોરે 2 કલાક સુધી મતદાનના આંકડાઃ 
કચ્છ - 36.45%, બનાસકાંઠા - 41.54%, પાટણ - 38.74%, મહેસાણા - 40.70%, સાબરકાંઠા - 43.08%, ગાંધીનગર - 39.03%, અમદાવાદ(પૂર્વ) - 38.64% , અમદાવાદ(પશ્ચિમ) - 35.57% , સુરેન્દ્રનગર - 34.76%, રાજકોટ - 39.91%, પોરબંદર- 30.97%, જામનગર- 35.12%, જૂનાગઢ - 38.55%, અમરેલી - 36.09%,  ભાવનગર - 36.35 %, આણંદ- 40.39%, ખેડા - 38.89%, પંચમહાલ - 38.22%, દાહોદ - 46.78%, વડોદરા- 41.61%, છોટાઉદેપુર - 41.47%, ભરૂચ - 44.86%, બારડોલી - 46.28%, સુરત - 35.61%, નવસારી - 39.57%, વલસાડ- 42.97%. 


લોકસભા ચૂંટણી 2019ના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...