અમદાવાદ : ભારતમાં હાલ કોરોના ત્રીજા સ્ટેજમાં પહોંચી ચુક્યો છે. ગુજરાતમાં કોરોના માથુ ઉચકી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 30 પોઝિટીવ કેસ આવી ચુક્યા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધારે 13 ઉપરાંત વડોદરામાં છ, સુરતમાં ચાર, ગાંધીનગરમાં 4 અને રાજકોટમાં 1-1 પોઝીટીવ કેસ નોંધાયા છે. આ ઉપરાંત કોરોનાને કારણે એક વ્યક્તિનું મોત પણ સુરતમાં થઇ ચુક્યું છે. જેના કારણે સમગ્ર ગુજરાતનું તંત્ર દોડતું થયું છે. જેના પગલે ગુજરાત સરકાર દ્વારા પાંચ મહાનગરો અને કચ્છ સહિતના વિસ્તારોને લોકડાઉન કરી દેવામાં આવ્યા છે. આ જિલ્લાઓમાં ન તો કોઇ બહાર આવી શકે છે ન તો બહારનું અંદર જઇ શકે છે. પોલીસ દ્વારા આ આ પાંચે જિલ્લાઓને લોકડાઉન કરી દીધા છે. આ ઉપરાંત રાજ્યની તમામ રાજ્યો સાથેની સીમાઓ પણ સીલ કરી દેવામાં આવી છે. કોઇ પણ રાજ્યમાં આવી કે જઇ શકતું નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખાડિયામાં જનતા કર્ફ્યૂ દરમિયાન બહાર નીકળી પડ્યા હતાં લોકો, 40 સામે દાખલ થયો ગુનો 
ગુજરાતમાં કોરોનાને કારણે અત્યાર સુધીનાં અપડેટ્સ...
- ગાંધીનગરને લોકડાઉન કરાયું, વિધાનસભાનું સત્ર અનિશ્ચિતકાળ માટે સ્થગીત કરી દેવામાં આવ્યું.
- લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરાશે તો કડક કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રીનો આદેશ
- સહકારી બેંકો દ્વારા કામગીરીનો સમય ઘટાડીને 10-2 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો
- ડોમેસ્ટીક ફ્લાઇટ્સ આવતીકાલથી સંચાલન સંપુર્ણ પણે બંધ કરવામાં આવ્યું
- રાજકોટમાં પાન અને ફરસાણની દુકાનો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે
- નિરમા યુનિવર્સિટી નજીક પોલીસે બેરીકેડ લગાવીને અમદાવાદને લોકડાઉન કરવામાં આવ્યું
- આ ઉપરાંત ગાંધીનગરમાં પણ તમામ બહાર જવાના માર્ગોને લોકડાઉન કરવામાં આવ્યા છે
- વડોદરા પોલીસ દ્વારા 500 ટુ વ્હીલર અને ગાડીઓને ડિટેઇન કરવામાં આવી છે. 
- રાજકોટમાં વધારે કોરોનાના ચાર શંકાસ્પદ દર્દીઓને દાખલ કરવામાં આવ્યો
- અમદાવાદનું ડફનાળા સર્કલ પોલીસ દ્વારા લોકડાઉન કરી દેવામાં આવ્યું
- સુરતમાં આંટા મારવા માટે બહાર નિકળી પડેલા લોકોને પોલીસે ડંડાનો સ્વાદ ચખાડ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube