LIVE શરમ કરો, પહેલાં મોરબી હવે વડોદરા : મોતનો આંક 15એ પહોંચ્યો, 3 બાળકો હજુ પણ લાપતા
વડોદરા શહેરના પાણી ગેટ વિસ્તારની ન્યૂ સનરાઈઝ સ્કૂલના છાત્રો સાથેની એક બોટ તળાવમાં ડૂબી ગઈ છે. 23 છાત્રો અને 4 શિક્ષકો સાથેની આ બોટમાં 6થી 7 બાળકો હજુ પણ ગાયબ છે. આખરે આ દુર્ઘટના મોતની પિકનિક બની ગઈ છે.બોટ તળાવમાં ડૂબી જતાં બાળકો અને શિક્ષકો સહિત 16નાં મોત થયાં છે
વડોદરામાં એક સ્કૂલની પિકનિક મોતની પિકનિક બની ગઈ છે. સ્કૂલમાંથી ફરવા નીકળેલા છાત્રો અને શિક્ષકો સાથે મોટી દુર્ઘટના ઘટી છે. સ્કૂલના 23 બાળકો સહિત 27 લોકો ભરેલી એક બોટ હરણી તળાવમાં પલટી જતાં 16નાં મોત થયા છે. આ ઘટના બાદ એનડીઆરએફની એક ટીમ પહોંચી છે. વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો મોટનાથ તળાવની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ બાળકોને બોટમાં બેસાડી તળાવનો રાઉન્ડ મારવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન અચાનક બોટ પલટી મારી જતા 23 વિદ્યાર્થી અને 4 શિક્ષકો ડૂબ્યાં હતા. આ બાળકોએ લાઈફ જેકેટ પણ પહેર્યા નહોતા.હજુ પણ કેટલાક બાળકો પાણીમાં હોવાથી તેમના મોતની આશંકાઓ વધી છે.
Latest Updates
વડોદરા હિબકે ચઢ્યું: ધોરણ 1થી 5ના 13 બાળકોના મોત, મૃતકોની યાદી
બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર વિદ્યાર્થીઓનાં નામ સામે આવ્યા છે. જે બાળકોના મોત થયા છે, જેમાં વિશ્વા નિઝામા, નેન્સી માછી, સકીના શેખ અને મુવાવઝા શેખ, ઝુહાબિયા સુબેદાર અને આયેશા ખલીફા, આયત મનસૂરી અને રેહાન ખલીફાનું મૃત્યુ થયાની જાણકારી મળી રહી છે.
વડોદરાના હરણી તળાવમાંથી બાળકોની શોધખોળ માટે વધુ એક બોટ મંગાવાઈ
કેન્દ્ર સરકારે સહાયની કરી જાહેરાત
વડોદરા શહેરના હરણી તળાવમાં બોટ પલટી જતા બાળકોના ડૂબી જવાની હૃદય વિદારક ઘટના અંગે અત્યંત દુઃખની લાગણી વ્યક્ત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશ્રી @shaktisinhgohil જણાવ્યું હતું કે, શાળાના માસૂમ બાળકો હરણી તળાવમાં બોટીંગના આનંદ માણવા માટે આનંદ સાથે બેઠા હતા. બોટમાં વધુ સંખ્યા હતી જે પલટી ખાઈ જતા દુર્ઘટનામાં શિક્ષક સહિત માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યા છે. દુઃખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે અત્યંત સંવેદના વ્યક્ત કરું છું. પરમકૃપાળું પરમાત્મા તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.
<blockquote class="twitter-tweet" data-media-max-width="560"><p lang="gu" dir="ltr">વડોદરા શહેરના હરણી તળાવમાં બોટ પલટી જતા બાળકોના ડૂબી જવાની હૃદય વિદારક ઘટના અંગે અત્યંત દુઃખની લાગણી વ્યક્ત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશ્રી <a href="https://twitter.com/shaktisinhgohil?ref_src=twsrc%5Etfw">@shaktisinhgohil</a> જણાવ્યું હતું કે, શાળાના માસૂમ બાળકો હરણી તળાવમાં બોટીંગના આનંદ માણવા માટે આનંદ સાથે બેઠા હતા.… <a href="https://t.co/lG92CyZm3b">pic.twitter.com/lG92CyZm3b</a></p>— Gujarat Congress (@INCGujarat) <a href="https://twitter.com/INCGujarat/status/1747977401131520373?ref_src=twsrc%...">January 18, 2024</a></blockquote> <script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>
હરણી તળાવમાં મોટી દુર્ઘટના; મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વડોદરા જવા રવાના
વડોદરાના હરણી તળાવમાં બોટ દુર્ઘટના મામલે મોટો ઘટસ્ફોટ! એક પણ બોટનું કરવામાં નહોતું આવ્યું ઇન્સ્પેક્શન
હરણીના પાણી સામે માસૂમ વિદ્યાર્થીઓ જંગ હાર્યા, તળાવમાંથી ખાલી કપડા જ મળ્યા...
હરણી તળાવમાં બોટ પલ્ટી જતા 12 બાળકો સહિત 2 શિક્ષકોના મોત, આ સમાચાર વાંચતા રડી પડ્યા ન્યૂઝ એન્કર સહિત ગેસ્ટ પેનલ
વિપક્ષે કહ્યું - આ દુર્ઘટના નથી, સદોષ માનવવધ છે
વડોદરાના વિપક્ષે કહ્યું છે કે, અગાઉ પણ સૂરસાગર તળાવમાં આવી ઘટના બની હતી. ત્યારે એ ઘટનામાંથી શીખ લેવાની જરૂર હતી. તમામ વિદ્યાર્થીઓને તમે જોઈ શકો છો કે, લાઇવ જેકેટ વગર જ બોટમાં બેસાડી દેવામાં આવ્યા હતા. એકેયને લાઇવ જેકેટ પહેરાવવામાં આવ્યા નહોતા. આ કોઈ ગંભીર દુર્ઘટના નથી, પણ ગંભીર બેદરકારી છે અને તેના બદલ માનવવધનો ગુનો દાખલ કરવામાં આવે. આ દુર્ઘટનામાં જવાબદાર તમામ અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવે અને સદોષ માનવ વધનો ગુનો દાખલ કરવો જોઈએ.
કોણ કોને આશ્વાસન આપે, પરિવારજનોના હૈયાફાટ રૂદન
ઘટના એટલી મોટી છે કે કોણ કોને આશ્વાસન આપે, ઘટેલી આ દુર્ઘટનામાં નાના ભૂલકાંઓ ભોગ બન્યા છે. જેમને પાણીમાં લઈ જતાં પહેલાં લાઈફ જેકેટ પહેરાવાની પણ તસદી લેવાઈ ન હતી. કોન્ટ્રાક્ટરે ખાલી પૈસા માટે બાળકોના જીવનો આ સોદો કર્યો છે. તમારા માટે પૈસા એટલા અગત્યના હતા કે તમે ક્ષમતાથી પણ વધારે બાળકો બેસાડ્યા... જે વાલીઓ બાળકોને પિકનિકમાં મોકલી આપે છે એમના માટે પણ આ સબક છે. સ્કૂલના સત્તાવાળા પર આંધળો ભરોસો કરશો તો તમારે તમારા વ્હાલસોયા ગુમાવવાનો વારો આવશે.
શરમ કરો અને ડૂબી મરો હવે તમે હવે ધ્યાન રાખશો, બાળકોનાં ડૂસકાં તમને નહીં સંભળાય
ગુજરાતને હચમચાવતી આ ઘટનામાં હવે તંત્ર ઢાંકપિછોડો કરી રહ્યું છે. વડોદરામાં બોટ ડૂબી છે, ત્યારે તંત્રની બેદરકારી સામે આવી છે. બાળકોની પિકનીક મોતનું કારણ બની છે. તંત્ર ઉંઘમાં રહ્યું અને બાળકો ડૂબતા રહ્યા છે. બીજી બાજુ, હવે ધ્યાન રાખીશું, તેવું તંત્રનું રટણ ચાલુ છે. અરે થોડી તો શરમ કરો, તમારો લાડકવાયો ડૂબ્યો હોય તો તમને ખૂર પડે, જેમના બાળકો ડૂબી ગયા છે એ પરિવારોના ડૂસકાં શમતાં નથી. ખાલી વાતો કરવાથી નહીં વળે હવે કડક કાર્યવાહી કરવી પડશે. સારું થયું કે આટલા જ બાળકો બેઠા હતા જો સ્કૂલના બીજા બાળકો બોટમાં બેઠા હોત તો આ ઘટના કેટલી મોટી દુર્ઘટનામાં ફેરવાઈ હોત તેનો તમને અંદાજ પણ નથી.
વડોદરાના હરણી તળાવની દુર્ઘટનામાં 12 વિદ્યાર્થીઓ, 2 શિક્ષકોના મોતની સત્તાવાર જાહેરાત
લાઈફ જેકેટ વિના બાળકોની જિંદગી જોખમમાં મૂકી
શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફૂલ પાનસેરિયાએ જણાવ્યું છે કે ‘આ ઘટનાના જવાબદારોને છોડવામાં નહીં આવે.’કોટિયા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ લિમિટેડને આ કોન્ટ્રાક્ટ અપાયો હતો. લાઈફ જેકેટ વિના બાળકોની જિંદગી જોખમમાં મૂકી હતી. જે બાળકોના મોત થયા છે એ વાલીઓના કલ્પાંતે વડોદરાને ગમગીન કરી મૂક્યું છે.ક્ષમતાથી વધારે બાળકોને હોડીમાં બેસાડ્યા, હજુ 6 બાળકો છે લાપતા
શિક્ષકોએ કોન્ટ્રાક્ટર પર આક્ષેપો કર્યા હતા કે ‘હોડીની ક્ષમતા દસથી 12 બાળકની હતી. આમ છતાં તેમણે 25થી વધુ બાળકો એક જ હોડીમાં બેસાડ્યા હતા અને વજન વધી જતા આ અકસ્માત સર્જાયો હતો.’ આ અંગે કોન્ટ્રાક્ટરે જણાવ્યું છે કે, ‘અમે વધુ બાળકો નહોતા બેસાડ્યા. આ ઉપરાંત તેમને લાઈફ જેકેટ પણ પહેરાવવામાં આવ્યા હતા.’ હાલ ફાયર બ્રિગેડ દ્વારા બચાવ અભિયાન શરૂ કરાયું છે. બચી ગયેલા અન્ય વિદ્યાર્થીઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે. હાલ ઘટના સ્થળે 10 એમ્બ્યુલન્સ પણ પહોંચી ગઈ છે અને ત્યાં પણ બચાવની કામગીરી ચાલુ છે.
તંત્રનો સત્તાવાર ખુલાસો, 14નાં મોત
હરણી તળાવમાં બોટ પલટી ખાતા 14 લોકોના મોત, 12 બાળકો અને 2 શિક્ષકોના મોત થયા
તંત્રએ સત્તાવાર આપી માહિતી , જ્હાનવી હોસ્પિટલમાં 9 અને સયાજી હોસ્પિટલમાં 5 મોત, 1 બાળકની હાલત ગંભીર , હજી 6 બાળકો અને 1 શિક્ષક લાપતા
82 છાત્રો ફરવા માટે ગયા હતા, શિક્ષિકાનો દાવો
શિક્ષિકાએ કહ્યું કે, બોટમાં 30 જેટલા લોકો સવાર હતા. આ ઉપરાંત 82 જેટલા બાળકો હરણી તળાવની મુલાકાતે ગયા હોવાનો દાવો શિક્ષિકાએ કર્યો છે. અંગ્રેજી માધ્યમના બાળકો દુર્ઘટનાનો ભોગ બન્યા છે. તંત્રની ઘોર બેદરકારીના કારણે વડોદરામાં જીવલેણ દુર્ઘટના ઘટી. તો બીજી તરફ ધારાસભ્ય યોગેશ પટેલે 9ના મોતની આશંકા વ્યક્ત કરી છે.
15 બાળકો માટે મોતની આખરી પિકનિક બની, શિક્ષણમંત્રીએ વ્યક્ત કર્યું દુખ
કઈ રીતે ઘટી દુર્ઘટના, જોઈ લો આ એનિમેશન વીડિયો, ભયંકર છે ઘટના
વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી વડોદરા ઘટના સ્થળે જવા રવાના
મુખ્યમંત્રી ભુપેંદ્ર પટેલ સ્થાનિક તંત્ર સાથે સતત ટેલિફોનિક સંપર્કમાં, સ્થાનિક અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે વાતચીત કરી માહિતી મેળવી રહયા છે. બચાવ કામગીરીમાં જરુરી તમામ તંત્ર કામે લગાવવા સુચના
હવે થયું અંધારું, દોઢ કલાકથી ચાલી રહ્યું છે રેસ્ક્યું ઓપરેશન
1993માં સુરસાગરમાં 17 પરિવારના 22 લોકોનાં થયા હતા મોત
વડોદરાના હરણી લેક ઝોન ખાતેના તળાવમાં મોટી દૂર્ઘટના ઘટી છે. બોટ પલટી મારી જતા ન્યૂ સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો છે. જેમાં એક વિધાર્થીનું મોત થયું છે, જ્યારે 15થી વધુ વિદ્યાર્થીઓ લાપતા થયા છે. આ ઘટનાને પગલે એડવેન્ચર ગ્રુપના ખાનગી કોન્ટ્રાક્ટરની બેદરકારી પણ સામે આવી છે. વિદ્યાર્થીઓને લાઇફ જેકેટ પહેરાવ્યા વગર બોટમાં બેસાડ્યા હતા. પરંતુ શું તમને ખબર છે વર્ષ 1993માં જન્માષ્ટમીના દિવસે સુરસાગર તળાવમાં બોટીંગની શરૂઆત કરાઈ હતી. તે વખતે 20 વ્યક્તિઓની કેપેસિટીવાળી બોટમાં 38 લોકોને બેસાડી દેવાયા હતા. જેના કારણે બોટ પલ્ટી જતા 22 વ્યક્તિના મોત થયા હતા.જાણો શું બની હતી ઘટના?
વર્ષ 1993માં જન્માષ્ટમીના દિવસે સુરસાગર તળાવમાં બોટીંગની શરૂઆત કરાઈ હતી. તે વખતે 20 વ્યક્તિઓની કેપેસિટીવાળી બોટમાં 38 લોકોને બેસાડી દેવાયા હતા. જેના કારણે બોટ પલ્ટી જતા 17 પરિવારના 22 લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ દુર્ઘટનામાં મૃતકોના પરિવારને ન્યાય અને વળતર અપાવવા જાગૃત નાગરિક સંસ્થાના પુરુષોત્તમ મુરજાણીએ જિલ્લા ગ્રાહક કમિશન, રાજ્ય ગ્રાહક કમિશન અમદાવાદ, રાષ્ટ્રીય ગ્રાહક કમિશન અને છેલ્લે સુપ્રીમ કોર્ટ સુધી લડત ચલાવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે 17 પરિવારજનોના 22 મૃતકોને વળતર પેટે 1.39 કરોડ ચૂકવવાનો આદેશ કર્યો હતો. આ મામલે લડત ચલાવનાર પી.વી.મુરજાણીની 17 વર્ષની લડત બાદ મૃતકોના પરિવારજનોને વ્યાજ સાથે રૂ. 1.39 કરોડ ચૂકવવાનો પાલિકાને હુકમ કરાયો હતો. જે બાદ મ્યુ.કોર્પોરેશનને વળતર પેટેની રક્મ ચૂકવી હતી.સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ પાઠવી દિલસોજી
ભયંકર છે વડોદરાની દુર્ઘટના, બાળકો માટે પિકનિક મોતની પિકનિક બની
13 બાળકો અને 2 શિક્ષકને બચાવી લેવાયા
વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો મોટનાથ તળાવની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ બાળકોને બોટમાં બેસાડી તળાવનો રાઉન્ડ મારવામાં આવી રહ્યો હતો. લાઈફ જેકેટ નહોતા પહેર્યા, 13 બાળકો અને 2 ટીચરને બચાવી લેવાયા
આ બોટ બની કાળ, જોઈ લો આ વીડિયો
શોકમાં ડૂબ્યું વડોદરા... હરણી તળાવમાં મોતની પિકનીક, 15ના મોતની આશંકા, હજુ પણ શોધખોળ શરૂ
વડોદરાના હરણી તળાવમાં વિદ્યાર્થીઓ ભરેલી બોટ પલટી જતા ખળભળાટ! 15 બાળકોના કરુણ મોત
વડોદરામાં હરણી તળાવ કાંડ મામલે ટીચરે જવાબ આપવાનું ટાળ્યું, મીડિયાથી ગભરાઇને દોટ મૂકી...