Cyclone Biparjoy Live: ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે વાવાઝોડું `બિપરજોય`, પળેપળની અપડેટ માટે કરો ક્લિક

Tue, 13 Jun 2023-7:46 pm,

Cyclone Biparjoy Live Updates: હવામાન વિભાગે બિપોરજોય વાવાઝોડાને લઈને લેટેસ્ટ અપડેટ આપ્યા છે. જે મુજબ, 15 જૂને સાંજે ગુજરાતના દરિયા કિનારે બિપરજોય વાવાઝોડું ટકરાશે. આ સાથે 130 થી 135 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાશે. વાવાઝોડાની અસર આખા ગુજરાતમાં જોવા મળશે. વાવાઝોડાની સ્થિતિની સમીક્ષા કરવા આજે રાજ્યના મુખ્ય સચિવે અધિકારીઓ સાથે બેઠક કરી. જે બાદ આર્મી, એરફોર્સ અને નેવી એટલે કે સેનાની ત્રણેય પાંખો અને કોસ્ટ ગાર્ડના તમામ યુનિટ અલર્ટ પર મુકવામાં આવ્યા છે. કચ્છમાં આર્મીની 3 કોલમ અલર્ટ પર મુકવામાં આવી છે.

Latest Updates

  • ગુજરાતમાં 4 જિલ્લાના બસોનો વાહન વ્યવહાર સદંતર ઠપ્પ

    ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાના ખતરાને પગલે એસટી તંત્ર પણ એલર્ટ બની ગયું છે. સૌરાષ્ટ્રમાં જતી 350થી વધુ એસટી બસો રદ કરવામાં આવી છે.  60 બસના રૂટ ટૂંકાવાયા છે. જામનગર, પોરબંદર, સોમનાથ, દ્વારકા જિલ્લાના રૂટ પર એસટી વ્યવહાર સદંતર ઠપ્પ કરવામાં આવ્યો છે. 

  • વાવાઝોડાને લઈને નવી લેટેસ્ટ અપડેટ

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

     વાવાઝોડાને લઈ હવામાન વિભાગનું લેટેસ્ટ બુલેટિન સામે આવ્યું છે.  દ્વારકા અને પોરબંદરથી વાવાઝોડાનું અંતર વધ્યું છે.  દ્વારકાથી વાવાઝોડુ 300 કિમી દૂર છે. જ્યારે પોરબંદરથી વાવાઝોડુ 330 કિમી દૂર છે, જ્યારે  320 કિમી જખૌથી દૂર છે. બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે ટકરાશે. 

     

     

  • દમણના દરિયા કિનારે લગાવવામાં આવી 144ની કલમ

     

  • વલસાડના જિલ્લાના કાંઠા વિસ્તારમાં પવન સાથે વરસાદ

     

  • બિપરજોય વાવાઝોડાના પગલે અમદાવાદ રિવરફ્રન્ટ 15 જૂન સાંજથી 48 કલાક માટે કરાશે બંધ

     

  • બિપરજોયા વાવાઝોડાના પગલે અમરેલીમાં ભારે પવન સાથે વરસાદ

     

  • ગુજરાતની હાલત ખરાબ કરી નાખશે બિપરજોય

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    બિપરજોય પહેલા ગુજરાત-મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની વરસાદછે. મુંબઈ-ભુજ-રાજકોટમાં 5ના મોત તો ગુજરાતના 7 જિલ્લામાંથી 2ૌ હજાર લોકોનું સ્થળાંતર કરાયું છે. 

     

  • ચક્રવાતી તોફાન બિપરજોયનું ભયંકર સ્વરૂપ

     

  • ગુજરાતમાં જોરદાર વાવાઝોડાને કારણે ત્રણના મોત, મુંબઈમાં 6 ડૂબ્યા

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    બાયપરજોય વાવાઝોડાએ તેનું વિકરાળ સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું છે. જેના કારણે ગઈકાલે ગુજરાતમાં બે બાળકો સહિત ત્રણ લોકોના મોત થયા હતા. ભુજમાં બે પિતરાઈ ભાઈઓ રમતા હતા ત્યારે જોરદાર પવનના કારણે દિવાલ ધરાશાયી થતા બંનેના મોત થયા હતા. રાજકોટમાં પતિ સાથે સ્કૂટર પર જઈ રહેલી મહિલા પર ઝાડ પડતા તેનું મોત નીપજ્યું હતું. આ વાવાઝોડાની સૌથી વધુ અસર કચ્છ અને દ્વારકાને થવાની ધારણા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લગભગ 12,000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે, જે મંગળવાર સાંજ સુધીમાં પૂર્ણ થવાની આશા છે.

    મુંબઈમાં છ લોકો ડૂબ્યા, ચાર હજુ લાપતા
     મુંબઈમાં સોમવારે 6 લોકો દરિયામાં તણાઈ ગયા હતા. મુંબઈના જુહુ બીચ પર 6 લોકો દરિયામાં નહાવા માટે ઉતર્યા હતા, પરંતુ બિપરજોય તોફાનને કારણે ઉછળેલા જોરદાર મોજામાં અચાનક બધા ડૂબવા લાગ્યા. જેના કારણે ગભરાટનો માહોલ સર્જાયો હતો. બે લોકોને બચાવી લેવામાં આવ્યા હતા પરંતુ ચાર હજુ પણ ગુમ છે. તેની શોધ ચાલુ છે.

  • દ્વારકાની ગોમતીમાં ભારે હાઈટાઈડ, ભયંકર છે સ્થિતિ

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    ગુજરાત: ચક્રવાતી તોફાન બિપરજોયને કારણે દ્વારકાના ગોમતી ઘાટ પર ઊંચી ભરતી જોવા મળી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અત્યંત તીવ્ર ચક્રવાતી તોફાન બિપરજોય 15 જૂનની સાંજ સુધીમાં જખૌ બંદર નજીક સૌરાષ્ટ્ર અને કચ્છમાં ત્રાટકશે.

     

  • ગુજરાતીઓને રોકવા પોલીસ ગોઠવાઈ

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    ગુજરાતના નવસારીમાં ચક્રવાત 'બિપરજોય'ને જોતા લોકોને દરિયામાં જવાથી રોકવા માટે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે.

     

  • ચક્રવાતને જોતા કંડલા પોર્ટ બંધ
    ગુજરાતઃ ચક્રવાતી તોફાન બિપaરજોયને જોતા કંડલા પોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. જેના કારણે ગાંધીધામમાં જ સેંકડો ટ્રકો અટવાઈ છે.

     

  • ગુજરાતમાં ચક્રવાતને પગલે આ કંપનીઓ બંધ કરાઈ, સરકારી કરી આ તૈયારીઓ

    1. COMMERCIAL BREAK
      SCROLL TO CONTINUE READING

      રાજ્યના ઉદ્યોગો માટે વિશેષ કંટ્રોલરૂમ શરૂ કરાયો 

    2. વાવાઝોડાની સ્થિતિમાં ઉદ્યોગને મદદરૂપ થવા કંટ્રોલરૂમ

    3. ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે કંટ્રોલરૂમની લીધી મુલાકાત

    4. ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતનું નિવેદન

    5. ઉદ્યોગોના શ્રમિક ભાઈઓને મદદ કરવા કંટ્રોલ રૂમ તૈયાર કરાયો

    6. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીને જોડવામાં આવી છે

    7. 2 દિવસ ઉદ્યોગો બંધ રાખવા સૂચના અપાઈ 

    8. જરૂરી કર્મચારીઓને જ બોલાવવા અન્યને રજા આપવા સૂચના 

    9. કંટ્રોલ રૂમમાં એમડી લેવલ ના અધિકારીઓ સતત ઉપસ્થિત રહેશે

    10. સિદ્ધિ સિમેન્ટ, જીએમડીસી ના 2 સિમેન્ટ પ્લાન્ટ, મોરબીમાં કેટલીક ઇન્ડસ્ટ્રી બંધ રાખવા સૂચના અપાઈ 

    11. કંડલા પોર્ટ પર લોડિંગ અને અનલોડિંગ બંધ કરાયું 

    12. મોટી ઇન્ડસ્ટ્રી જરૂરી કર્મચારીઓ સાથે જ ચાલુ રાખવા સૂચના

  • વાવાઝોડાના સંકટ વચ્ચે રાજકોટવાસીઓએ શરૂ કરી તૈયારીઓ, ધમધમવા લાગ્યા રસોડા

     

  • વાવાઝોડાને પગલે એસટી તંત્ર અને રેલવે બન્યું સક્રિય

    1. COMMERCIAL BREAK
      SCROLL TO CONTINUE READING

      બિપરજોય વાવઝોડાને લઈ બનાસકાંઠા એસટી અને રેલવે વિભાગ બન્યું સતર્ક...

    2. વાવાઝોડાને લઈ ટ્રેન તેમજ એસટી બસોને સૌરાષ્ટ્ર તરફના રૂટ રદ કરાયા..

    3. સૌરાષ્ટ્ર, જામનગર, દ્વારકા,  પોરબંદર તરફની એસટી બસો કરાઈ રદ...

    4. ગાંધીધામની બે ટ્રેન તેમજ લોકલ જોધપુર સાબરમતી જતી ટ્રેન રદ કરાઈ..

    5. ભારે પવનના કારણે ટ્રેનના કેટલાક રૂટો ને ટૂંકાવી દેવાયા...

  • "કી સિંગાપુર" પરથી સેનાનું રેસ્ક્યું ઓપરેશન, જોઈ લો વીડિયો

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    દ્વારકાના દરિયા કિનારાથી 25 નોટિકલ માઈલ દૂર દરિયામાં ફસાયેલા 50 લોકોનું ભારતીય તટ રક્ષક દળે રેસક્યુ કર્યું છે.  ભારતીય તટરક્ષક દળે દરિયામાં ઓઈલ ડ્રીલીંગ કરતી "કી સિંગાપુર" નામની શીપ પરથી ગઈકાલે અને આજે એમ  કુલ 50 કર્મચારીઓનું રેસક્યુ કર્યું છે. બિપરજોય વાવાઝોડાને કારણે ફસાયેલા તમામ કર્મચારીઓને એએલએચ ધ્રુવ હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ અંગે ભારતીય તટરક્ષક દળે ટ્વિટ કર્યું છે.

     

  • કષ્ટભંજન દાદાના દર્શને જવાનું ટાળજો

    1. COMMERCIAL BREAK
      SCROLL TO CONTINUE READING

      ભક્તોની સુરક્ષાને લઈ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરનો મહત્વનો નિર્ણય

    2. બીપોરજોય વાવાઝોડાને ધ્યાને રાખી સાળંગપુર હનુમાનજી મંદિરની ભક્તોને અપીલ

    3. તારીખ ૧૪ થી ૧૬ જૂન સુધી દાદાના દર્શને ભક્તોએ ન આવવા મંદિર પ્રસાશન ની અપીલ

    4.  સોશિયલ મીડિયા અને મંદિરની વેબસાઈટ પરથી દાદાના લાઈવ દર્શન કરવા અપીલ

  • સુરતના ડભારી દરિયા કાંઠે ફૂંકાયો તોફાની પવન, ઉડી ધૂળની ડમરીઓ

     

  • બિપરજોય વાવાઝોડાના લેન્ડફોલનો સમય બદલાયો; હવે 15 જૂને સાંજ સુધી ગુજરાત સાથે ટકરાશે 

     

  • બિપરજોય વાવાઝોડું  :  શાસનની સતર્કતા 
    - અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી અત્યાર સુધીમાં ૨૦ હજારથી વધુ લોકોનું સ્થળાંતર
    - હજુ પણ સ્થળતાંર કામગીરી પ્રગતિમાં, સાંજ સુધીમાં પૂર્ણ થશે.  
    - જૂનાગઢ જિલ્લામાં ૫૦૦, કચ્છમાં ૬,૭૮૬, જામનગરમાં ૧,૫૦૦ લોકોનું સ્થળાંતર
    - પોરબંદરમાં ૫૪૩,દ્વારકામાં ૪,૮૨૦, ગીરસોમનાથમાં ૪૦૮ લોકોનું સ્થળાંતર
    - મોરબીમાં ૨,૦૦૦ અને રાજકોટમાં ૪૦૩૧ લોકોનું સ્થળાંતર

  • તમને સલામ છે, ઝીરો વિઝીબીલિટી છતાં સેનાના જવાનોએ કર્યું રેસ્ક્યું ઓપરેશન

     

  • ચક્રવાતને પગલે ગુજરાતમાં 21 હજાર લોકોનું સ્થળાંતર

     

  • સૂત્રાપાડામાં 24 કલાકમાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો

    સૌરાષ્ટ્રની સાથે સાથે કચ્છમાં પણ ધોધમાર વરસાદ આજે પડ્યો છે. ગાંધીધામ હાઈવેથી લઈને રાજકોટ ગ્રામ્યમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ઉપલેટા, ધોરાજી સહિતના તાલુકામાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ધોરાજીમાં તો રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદથી ખેતરોમાં ભરાયા પાણી હતા. સૂત્રાપાડામાં 24 કલાકમાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો છે. અરવલ્લી અને પંચમહાલથી સૌરાષ્ટ્ર જતી બસ રદ્દ કરવામાં આવી છે. બાયડ-દ્વારકા અને બાયડ-ભૂજની એસટી બસ રદ્દ કરવામાં આવી છે. વાવાઝોડાના સંકટને ધ્યાનમાં રાખી ત્રણ દિવસ બસ રદ્દ કરાઇ હતી.

  • ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આવી ગઈ છે નવી આગાહી

  • Cyclone Biparjoy: તિથલ દરિયામાં ઉછળ્યા 15-15 ફૂટ ઉંચા મોજા, દરિયા કિનારાના ગામોને એલર્ટ!

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

     

  • ગુજરાતની આ છે લેટેસ્ટ સ્થિતિ

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

     

  • દરિયાકાંઠાના વિસ્તારમાં આવો છે માહોલ

  • શું ફરી ઈતિહાસ દોહરાવશે બિપોરજોય વાવાઝોડું? 25 વર્ષ પહેલા ગુજરાતમાં પથ્થર હૃદયમાં ધ્રુજારી ઉપાડે તેવી બની હતી દુર્ઘટના!

    25 વર્ષ બાદ કંડલા ઉપર બિપોરજોય નામના ચક્રાવાતનુ મોટુ સંકટ મંડળાઈ રહ્યું છે. 9 જુન 1998માં મહાવિનાશક વાવાઝોડાએ ભારે તારાજી સર્જી હતી. કંડલા પોર્ટ અને પોર્ટ વપરાશકારોને કરોડો રૂપિયાનુ નુકશાન થયુ હતું. તેનાથી ભયાનક બાબત સેંકડો પરીવારો નિરાધાર બન્યા હતા. સેંકડોની સંખ્યામાં લોકોના મૃત્યુ નિપજ્યાં હતા. પથ્થર હૃદયને પણ ધ્રુજાવી દે તેવી આ દુર્ઘટનામા કંડલા પહોંચી શકાય તેવી સ્થિત પણ ન હતી. કંડલાથી આશરે 7 કિલો મીટર દુર આવેલા કંડલા ફ્રી ટ્રેડ ઝોન પાસે જ બધાને અટકાવી દેવામાં આવતા હતા. જયારે આ સાત કિલો મીટરના રસ્તામાં ફેલાયેલા દરિયાઈ પાણીએ અનેક પરીવારોને સમાધી આપી દીધી હતી. અનેક પરિવારો ઘર વિહોણા બન્યા હતા. બીજા દિવસે સેવાભાવી સંસ્થાઓ, સરકારી અને પોર્ટ પ્રશાસન દ્વારા રાહત બચાવની કામગીરી હાથ ધરી ત્યારે માર્ગો અને કાદવ કીચડમાંથી મૃતદેહ મળી આવતા હતા.

  • મોરબીના નવલખી બંદર પર 10 નંબરનું સિગ્નલ

    1. COMMERCIAL BREAK
      SCROLL TO CONTINUE READING

      મોરબીથી 45 કિલોમીટરના અંતરે આવેલા નવલખી બંદર પર પહોંચી ઝી 24 કલાકની ટીમ

    2. બીપરજોય વાવાઝોડાને કારણે સમગ્ર બંદર પર કામકાજ રોકી દેવામાં આવ્યું

    3. નવલખી બંદર પર મહાભયનો સંકેત દર્શાવતું 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું

    4. 10 નંબરનું સિગ્નલ ભારે જોરવાળું વાવાઝોડું બંદર નજીકથી પસાર થશે, બંદર પર તોફાની હવાઓ અનુભવાશે તેવો સંકેત આપે છે

    5. નવલખી બંદરની વાત કરીએ તો અહીં ચાર જેટી આવેલી છે, જેમાંથી એક જેટી ગુજરાત મેરિટાઇમ બોર્ડ હસ્તક, જ્યારે ત્રણ જેટી ખાનગી કંપની હસ્તક છે

    6. નવલખી બંદર પરથી એન્કર પોઇન્ટ સુધી જતા ત્રણ કલાકનો સમય થતો હોય છે, જ્યાં વિદેશથી મોટા જહાજ આવતા હોય છે

    7. એન્કર પોઇન્ટ પર ઇન્ડોનેશિયા ખાતેથી મહિનામાં અંદાજે કોલસાના 10 જેટલા શિપ આવતા હોય છે

  • - દરીયાકાંઠા નજીકનાં જોખમી અને ભયજનક વિસ્તારોમાથી 73 પ્રસુતાઓને સ્થળાંતરિત કરી નજીકના આરોગ્ય કેન્દ્રો ખાતે રીફર કરાયાં, 73 પૈકીના 9 સગર્ભા બહેનોની આરોગ્ય કેન્દ્રો ખાતે સફળ પ્રસૂતિ કરાવી સુરક્ષિત આશ્રયસ્થાન પુરૂ પડાયું

    • સુરત : વાવાઝોડા ને લઈ રો રો ફેરી બંધ..

    • COMMERCIAL BREAK
      SCROLL TO CONTINUE READING

      સુરતથી ભાવનગર રો રો ફેરી બંધ 

    • તારીખ લંબાવામાં આવી..

    • તારીખ 14 અને 15 ના પણ રો રો ફેરી બંધ રહેશે..

    • આગળ સ્થિતિ જોઈ ને શરૂ કરવા માટે નિર્ણય લેવામાં આવશે..

  • 15મી જૂને ગુજરાતની ખરાબ થશે સ્થિતિ

  • વાવાઝોડાની દિશા જોવા માટે કરો ક્લિક

  • બિપરજોયને પગલે દરિયો તોફાની બન્યો, જોઈ લો નજારો

  • વાવાજોડા પહેલાં મુંબઈના દરિયા કિનારાનો નજારો

     

  • સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની અસર શરૂ: ખંભાળિયામાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ

    બિપોરજોય વાવાઝોડાને પગલે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતમાં આજે સવારે 2 કલાકમાં 41 તાલુકામાં વરસાદ નોંધાયો છે. દ્વારકાના ખંભાળિયામાં 2 કલાકમાં 75 મિમિ વરસાદ ખાબકતા રોડ-રસ્તા પર પાણી ફરી વળ્યા છે. ગુજરાતના પોરબંદર, જૂનાદઢ, દ્વારકા, કચ્છ, સોમનાથ સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. બરડા પંથકના બગવડર, કુણવદર સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે. ભારે પવનને કારણે 1 મકાન અને 20 વૃક્ષ ધરાશાયી થયા છે. જૂનાગઢના માળિયાહાટીનાની મેઘલ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદ થવાથી મેઘલ નદીમાં પૂર આવ્યું છે. આમ સમગ્ર ગુજરાતમાં વરસાદને કારમે ખાના ખરાબી થઈ રહી છે. 

  • વાવાઝોડા સાથે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, આ જિલ્લામાં ભયંકર વરસાદની આગાહી

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    આજે કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, મોરબીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, ખંભાળિયામાં 2 કલાકમાં 3 ઈંચ ખાબક્યો છે. આગામી પાંચ દિવસને લઇ હવામાન વિભાગની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદની આગાહી છે. આવતીકાલે કચ્છ અને દ્વારકામાં અતિભારે વરસાદ પડશે. દ્વારકા પોરબંદર અને કચ્છમાં આજે અતિભારે વરસાદની આગાહી. સમગ્ર રાજ્યમાં વરસાદ રહેશે. 

    • આજથી સમગ્ર રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા 

    • 15 જૂને 125-130 km/h ગતી એ પવન ફૂંકાશે 

    • હાલ વાવાઝોડું ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યું છે 

    • વાવાઝોડું 14 જૂનના બદલે 13 જૂને રાત્રે દિશા ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે 

    • 13 જુન બાદ વાવાઝોડું ઉત્તર થી ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે 

    • 15 જૂને વાવાઝોડું સાંજના સમયે  ટકરાશે 

    • માછીમારોને એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે 

    • હાલ દ્વારકા થી 280 km અને પોરબંદરથી 300 km દૂર 

    • વાવાઝોડું હાલ 12 km /h ની ઝડપે આગળ વધી રહ્યું છે 

    • અમદાવાદમાં આજે સાંજે અને રાત્રે વરસાદની શક્યતા 

    • અમદાવાદમાં 15-16-17 એ વરસાદની આગાહી 

    • રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી 

    • ગીર સોમનાથમાં 27 mm વરસાદ નોંધાયો 

  • ખાખીને પણ શત શત નમન... વાહ ગુજરાત પોલીસ

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

     

     

  • ગુજરાતમાં બદલાતી રહે છે વાવાઝોડાની સ્થિતિ

     

  • મુસાફરો આ ધ્યાનમાં રાખજો, વાવાઝોડાને કારણે આ રુટની ટ્રેનો અને બસ બંધ કરાઈ

    15 જૂને સાંજે ગુજરાતના દરિયા કિનારે બિપોરજોય વાવાઝોડું ટકરાશે. આ સમયે 130 થી 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની આગાહી કરાઈ છે. જેની અસર આખા ગુજરાતમાં જોવા મળશે. ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાની અસર પગલે આર્મી, નેવી, એરફોર્સ અને કોસ્ટગાર્ડ અલર્ટ પર મૂકાઈ છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં આર્મીની ટીમો મોકલવામાં આવશે. ત્યારે બિપરજોયને કારણે રાજ્યમાં બસ અને ટ્રેનો પ્રભાવિત થઈ છે. બિપરજોય વાવાઝોડાના કારણે રેલ અને માર્ગ વાહન વ્યવહાર પર મોટી અસર પડી છે. સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ જતી 100 જેટલી ટ્રેનો પ્રભાવિત થઈ છે. તોરાજકોટથી દીવ, સોમનાથ, નારાયણ સરોવર જતી એસટી બસ રદ કરાઈ છે. 
     
    વાવાઝોડાના કારણે કચ્છ અને સૌરાષ્ટ્ર જતી ટ્રેનો પ્રભાવિત થઈ છે. સૌરાષ્ટ્ર અને કચ્છ જતી કેટલીક ટ્રેનો રદ્દ તો કેટલીક ટ્રેનો શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. પોરબંદર, વેરાવળ, ઓખા જતી મોટાભાગની ટ્રેનો રદ કરાઈ છે. તો બીજી તરફ, ચક્રવાત બિપોરજોયને લઈ એસટી વિભાગ દ્વારા સતર્કતા રાખવા સૂચના અપાઈ છે. એસટી માટે ડીઝલનો પૂરતો જથ્થો રાખવા સૂચના અપાઈ છે. દરિયા કિનારાના રૂટ પર જીપીએસથી નજર રાખવા સૂચના અપાઈ છે. તેમજ બસ ડ્રાઈવરોને રાત્રિ બસો પાર્ક કરાવવા, ક્રેન અને ટ્રક તૈયાર રાખવા સૂચના આપી છે. આ ઉપરાંત ગાંધીનગરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં હોર્ડિંગ ઉતારવા, ડિઝલ ટેંક સાચવવા સહીતના સૂચનો અપાઈ છે. 

  • બિપરજોયથી ગુજરાતની હાલત ખરાબ

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    'બિપરજોય' દ્વારકાથી 280 કિલોમીટર દૂર છે.  ભાવનગર એરપોર્ટ ખાતે ચાર ફ્લાઈટ રદ કરી દેવાઈ છે. માંડવીના દરિયામાં ઊંચા મોજા ઉછળ્યાં છે.

    મુંબઈ જતી ટ્રેનોને પણ અસર
    બિપરજોય વાવાઝોડાના સંભવિત અસરના કારણે ટ્રેન રદ કરાઈ છે. પરંતું સૌરાષ્ટ્રથી મુંબઈ જતી ટ્રેન રદ કરાતા મુસાફરો અટવાયા છે. વાવાઝોડાના ચાર દિવસોમાં 100 થી વધુ ટ્રેન રદ કરાતા લાખો મુસાફરોને અસર થશે. વડોદરા ડિવિઝનના 12 હજાર મુસાફરો અને 7 હજાર પાસ હોલ્ડરોને અસર થશે. રેલવે વિભાગ દ્વારા 14 અને 15 જૂને મુસાફરોએ મુસાફરી પહેલા ટ્રેનની સ્થિતિ જાણી લેવા અનુરોધ કરાઈ છે. ભુજ-મુંબઈ કચ્છ એક્સપ્રેસ, ગુજરાત મેલ, સોમનાથ એકસપ્રેસ, સયાજીનગરી એકસપ્રેસ, ભુજ - બરેલી એકસપ્રેસ ટ્રેન રદ કરાઈ અને રૂટમાં ફેરફાર કરાયો છે. 

  • દ્વારકાના ગોમતીઘાટ પરનો વીડિયો તમને હચમાવી મૂકશે, જોઈ લો વીડિયો
     

  • વાવાઝોડા અંગે લેટેસ્ટ અપડેટ

     

  • ગુજરાતમાં કેવો વિનાશ વેરી શકે વાવાઝોડું? કયા-કયા જિલ્લાઓ પર વધુ જોખમ....જાણો તમામ અપડેટ

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    Gujarat Weather Update: ગુજરાતના માથે વાવાઝોડા બિપરજોયનું જોખમ તોળાઈ રહ્યું છે. જો કે એક રાહતની વાત એ પણ છે કે આ વાવાઝોડાની કેટેગરી પાછી બદલાઈ છે. બિપરજોય હવે એક્સટ્રીમલી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાંથી વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થયું છે. પરંતુ આમ છતાં તેની અસરની સંભાવના હજી પણ યથાવત છે. સાયક્લોન હાલ પોરબંદરથી 290 કિમિ , દેવભૂમિ દ્વારકાથી 300 કિમિ , જખૌ થી 360 કિમિ અને નલિયા થી 370 કિમિ દૂર છે. 13 થી 15 જૂન દરમ્યાન દરિયાઈ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ બધા વચ્ચે હજુ પણ એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કે વાવાજોડું બિપરજોય થોડા સમય પહેલા ગુજરાતની હચમચાવી નાખનારા તૌકતે વાવાઝોડા જેટલી જ તારાજી સર્જે તેવી શક્યતા છે. વર્ષ 2021માં આવેલું તૌકતે નામનું વાવાઝોડું ગુજરાતમાં 11 હજાર કરોડનું નુકસાન કરી ગયું હતું. 

    બિપરજોય નામનું આ વાવાઝોડું તૌકતે જેવું જ ભયાનક હોવાનું હવામાન ખાતાના વૈજ્ઞાનિક મનોરમા મોહન્તિએ જણાવ્યું હતું. અત્રે જણાવવાનું કે વર્ષ 2021માં આવેલા આ વાવાઝોડાએ ગુજરાતમાં 11 હજાર કરોડનું નુકસાન કર્યું હતું. તે સમયે મે મહિનામાં અરબી સમુદ્રમાં તૌકતે વાવાઝોડું સર્જાયું હતું અને 17મી મેના રોજ ગુજરાતના ઉના અને વેરાવળના દરિયાકાંઠા વચ્ચે લેન્ડફોલ થયું હતું. તે વખતે પવનની ઝડપ કલાકના 180 કિમી સુધી  પહોંચી હતી. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં પવન અને વરસાદે નુકસાન સર્જ્યું હતું. અંદાજે 45 લોકોએ જીવ પણ  ગુમાવ્યા હતા. તૌકતેએ તે સમયે કૃષિ-બાગાયત, મેરિટાઈમ, પંચાયત, પાણી પૂરવઠો, માર્ગ-મકાન, શહેરી વિકાસ, વન, શિક્ષણ જેવા વિભાગોમાં નુકસાન કર્યું હતું. 23 જિલ્લાઓમાં વિનાશ વેરાયો હતો. 17મીએ ત્રાટકેલા આ વાવાઝોડાએ 28 કલાક સુધી ગુજરાતને ધમરોળ્યું હતું. સૌથી વધુ નુકસાન અમરેલી, ગિર, સોમનાથ, ભાવનગર અને જૂનાગઢમાં જોવા મળ્યું હતું. 

  • બિપરજોય કેવી રીતે આગળ વધ્યું?, જાણી લો આખો રૂટ

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    7 જૂને સવારે 11.30 વાગ્યા સુધીમાં આ તોફાન ગોવાના કિનારેથી 860 કિમી, મુંબઈથી 970 કિમી, પોરબંદરથી 1050 અને કરાચીથી 1350 કિમી દૂર હતું.

    8 જૂને, બિપરજોય ચક્રવાત ગોવાથી લગભગ 860 કિમી દૂર, સાંજે 5.30 વાગ્યે મુંબઈથી 910 કિમી દૂર હતું અને ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું હતું.

    બિપરજોય 9 જૂને સવારે 5.30 વાગ્યા સુધીમાં ગોવાથી 820 કિમી, મુંબઈથી 840 કિમી, પોરબંદરથી 850 અને કરાચીથી 1140 દૂર હતું.

    10 જૂનના રોજ સવારે 11.30 વાગ્યા સુધીમાં, ચક્રવાત ગોવાથી લગભગ 700 કિમી, મુંબઈથી 620 કિમી, પોરબંદરથી 590 કિમી અને કરાચીથી 900 કિમી દૂર હતું.

    11 જૂન સુધીમાં, બિપરજોય મુંબઈથી 600 કિમી, પોરબંદરથી 530 કિમી અને કરાચીથી 830 કિમી દૂર હતું. અત્યાર સુધી એવું કહેવામાં આવી રહ્યું હતું કે તે પાકિસ્તાનના દરિયાકાંઠે અથડાશે.

    12 જૂને આ ચક્રવાત ગુજરાતના પોરબંદરથી 320 કિમી દૂર હતું. તે જ દિવસે તે ખૂબ જ ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ ગયું હતું. 145 થી 155 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.

    જ્યારે આજે એટલે કે 13 જૂને બિપરજોય પોરબંદરથી 290 કિલોમીટર દૂર છે. જેના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

  • વાવાઝોડા વચ્ચે કોસ્ટગાર્ડ બન્યું સંકટમોચક, મધદરિયે ફસાયેલા 50 લોકોનો જીવ બચાવ્યો
    ગુજરાત પર હાલ મંડરાઈ રહેલા સંકટ વચ્ચે ફસાયેલા લોકોને બચાવવા રેસ્ક્યૂ ટીમ કામે લાગી છે. દરિયાકાંઠે તંત્ર ખડેપગે ઉભુ છે. ત્યારે કોસ્ટગાર્ડની ટીમે દરિયામાં વચ્ચોવચ એક શિપમાં ફસાયેલા 50 કર્મચારીઓને મહામહેનતે બચાવ્યા હતા. ભારતીય તટ રક્ષક પ્રાદેશિક મુખ્ય મથક ઉત્તર પશ્ચિમે ઓઇલ ડ્રિલિંગ શિપ 'કી સિંગાપોર'માંથી 50 કર્મચારીઓને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.  વાવાઝોડાના તોફાન વચ્ચે કોસ્ટગાર્ડની સરાહનીય કામગીરી સામે આવી છે. જેમાં ઓખા નજીક 50 કર્મચારીઓનું રેસ્ક્યૂ કરાયુ હતું. કોસ્ટગાર્ડને ગઈકાલે સાંજે એલર્ટ મળ્યુ હતુ કે, ખરાબ હવામાનને કારણે 50 કર્મચારીઓ એક શિપ પર ફસાયેલા છે. એલર્ટ બાદથી જ કોસ્ટગાર્ડની ટીમ મદદે પહોંચી ગઈ હતી. 

  • હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : ગુજરાતમાં 15 જુને સાંજે અહી સીધુ ટકરાશે વાવાઝોડું, આખા રાજ્યમાં અસર થશે
    હવામાન વિભાગે બિપોરજોય વાવાઝોડાને લઈને લેટેસ્ટ અપડેટ આપ્યા છે. જે મુજબ, 15 જૂને સાંજે ગુજરાતના દરિયા કિનારે બિપરજોય વાવાઝોડું ટકરાશે. આ સાથે 130 થી 135 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાશે. વાવાઝોડાની અસર આખા ગુજરાતમાં જોવા મળશે. વાવાઝોડાની સ્થિતિની સમીક્ષા કરવા આજે રાજ્યના મુખ્ય સચિવે અધિકારીઓ સાથે બેઠક કરી. જે બાદ આર્મી, એરફોર્સ અને નેવી એટલે કે સેનાની ત્રણેય પાંખો અને કોસ્ટ ગાર્ડના તમામ યુનિટ અલર્ટ પર મુકવામાં આવ્યા છે. કચ્છમાં આર્મીની 3 કોલમ અલર્ટ પર મુકવામાં આવી છે. સાથે જ કચ્છના એરબેઝને અલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે. મુખ્ય સચિવ કેન્દ્રીય એજન્સીઓના સતત સંપર્કમાં રહી સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ બપોરે બેઠક કરશે.

  • માંડવી કરાચી વચ્ચે થશે લેન્ડફોલ
    ગાંધીનગરમાં બેઠક બાદ હવામાન વિભાગના મનોરમા મોહંતીએ માહિતી આપતા કહ્યું કે, 15 મી એ સાંજે વાવાઝોડું માંડવી કરાચી વચ્ચે લેન્ડ ફોલ થશે. 130 થી 135 કિમી પવન ફૂંકાશે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ આજે પડશે. 16 મી સુધી માછીમારોને દરિયામાં ન જવા સૂચના આપી છે. સાઈકલોનની અસર આખા ગુજરાતમાં થશે. ગઈ કાલે રાત બાદ સાયકલોન વેરી સિરિયસ જોવા મળી રહ્યું છે. સાયકલોન દ્વારકાથી હાલ 290 કિમી દૂર છે. જે 15 જૂને માંડવીથી કરાંચીની વચ્ચે પસાર થશે. જખૌથી 125 થી 135 ની પ્રતિકલાકની સ્પીડે સાઈક્લોન પસાર થશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link