Gujarat Election Result 2022 Live Update: ભાજપની ઐતિહાસિક જીત, કોંગ્રેસની કારમી હાર બાદ ગુજરાત પ્રદેશ પ્રભારી રઘુ શર્માનું રાજીનામું

Thu, 08 Dec 2022-3:26 pm,

Gujarat Vidhan Sabha Chutani Result: ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે બે તબક્કામાં મતદાન યોજાયું હતું અને આજે હવે પરિણામનો દિવસ છે. ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન યોજાયું હતું. આજે સવારે 8 વાગ્યાથી સમગ્ર રાજ્યમાં 37 જેટલા કેન્દ્રો પર મતગણતરી શરૂ કરી દેવાશે.

Latest Updates

  • રઘુ શર્માનું રાજીનામું
    ગુજરાતમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગુજરાત પ્રભારી રઘુ શર્માએ રાજીનામું આપી દીધુ છે. ગુજરાતમાં અત્યાર સુધીના ઈતિહાસમાં કોંગ્રેસની આ સૌથી કારમી હાર છે. પાર્ટી માત્ર 16 જેટલી બેઠકો મળે તેવી સ્થિતિમાં છે. 

  • લેટેસ્ટ અપડેટ
    ભાજપ હાલ 89 બેઠકો પર આગળ છે જ્યારે 69 બેઠકો જીતી લીધી છે. આમ કુલ 158 બેઠકો તેના ફાળે જતી જોવા મળે છે. કોંગ્રેસને આ વખતે ખુબ નુકસાન થયું છે. હાલ પાર્ટી 9 બેઠક પર આગળ છે અને 7 બેઠક જીતી લીધી છે. કુલ 16 બેઠકો કોંગ્રેસને ફાળે જતી દેખાય છે. આમ આદમી પાર્ટીએ જે રીતે પ્રચાર કર્યો હતો એવું લાગતું હતું કે સારી એવી બેઠકો મળશે પરંતુ પાર્ટી હાલ એક બેઠક પર લીડ  કરે છે અને 4 બેઠક જીતી લીધી છે. આમ કુલ 5 બેઠક મળશે. અધર્સને ફાળે 3 બેઠક જાય તેવું હાલ લાગે છે. 

  • 12 ડિસેમ્બરે નવી સરકારની શપથ વિધિ
    મળતી માહિતી મુજબ 12મી ડિસેમ્બરે નવી સરકારની ગાંધીનગરમાં બપોરે 2 વાગે હેલિપેડ ગ્રાઉન્ડ પર શપથવિધિ થશે. પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે. અમદાવાદની ખાડિયા-જમાલપુર બેઠક પર ભાજપના ઉમેદવાર ભૂષણ ભટ્ટની હાર થઈ છે. કોંગ્રેસના ઈમરાન ખેડાવાલાએ આ બેઠક પરથી જીત મેળવી છે. બીજી બાજુ મહિસાગરમાં બાલાસિનોર બેઠક પર ભાજપના ઉમેદવાર માનસિંહ ચૌહાણની જીત નિશ્ચિત છે. જ્યારે ખંભાત બેઠક પર કોંગ્રેસના ચિરાગ પટેલની જીત નિશ્ચિત છે. આણંદ જિલ્લાની બંને બેઠકો પર કોંગ્રેસ આગળ છે. આંકલાવ બેઠક પરથી અમિત ચાવડાની જીત થઈ છે. 

  • ઉત્તર ગુજરાતની શું છે સ્થિતિ
    ઉત્તર ગુજરાતની કુલ 32 બેઠકમાંથી 21 બેઠક પર ભાજપ આગળ છે. જ્યારે 9 પર કોંગ્રેસ આગળ છે. એક સીટ આપને ફાળે જઈ શકે છે. જ્યારે એક અધર્સને ફાળે જઈ શકે છે. 
     

  • મધ્ય ગુજરાતમાં શું છે સ્થિતિ
    મધ્ય ગુજરાતની કુલ 61 બેઠકમાંથી 56 બેઠકો પર ભાજપ આગળ છે. જ્યારે 3 પર કોંગ્રેસ આગળ છે. 2 બેઠક પર અપક્ષ આગળ છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં મધ્ય ગુજરાતની કુલ 61 બેઠકોમાંથી 37 બેઠકો ભાજપને મળી હતી જ્યારે 22 બેઠકો કોંગ્રેસને ફાળે અને 2 બેઠકો અપક્ષને મળી હતી. અમદાવાદની એલિઝ બ્રિજ બેઠક પરથી ભાજપના ઉમેદવાર અમિત શાહની એક લાખ કરતા પણ વધુ મતની લીડથી જીત થઈ છે. 

  • દક્ષિણ ગુજરાતમાં ભાજપ આગળ
    દ.ગુજરાતની 35 બેઠકમાંથી 33 ભાજપને ફાળે જઈ શકે છે જ્યારે એક કોંગ્રેસને અને એક આપને મળી શકે છે. અહીં ભાજપનું જબરદસ્ત પ્રદર્શન જોવા મળી રહ્યું છે. 

  • આમ આદમી પાર્ટીનું ખાતું ખુલ્યું
    આમ આદમી પાર્ટીના જામ જોધપુરના ઉમેદવારે જીત નોંધાવતા પાર્ટીનું ગુજરાતમાં ખાતું ખુલ્યું છે. આ સિવાયના ઉમેદવારો જોઈએ તો ઈસુદાન ગઢવી ખંભાળિયા, કતારગામથી ગોપાલ ઈટાલિયા, વરાછાથી અલ્પેશ કથીરિયા પાછળ છે. 

  • માંડવી કોંગ્રેસ ગુમાવી શકે છે
    ભાજપ હાલ ગુજરાતમાં ઐતિહાસક જીત તરફ આગળ વધી રહ્યું છે. માંડવી વિધાનસભા કોંગ્રેસ પાસેથી ભાજપ આંચકી શકે છે. માંડવી વિધાનસભા ભાજપ ના ફાળે જાય તેવી શકયતા. ભાજપ ના ઉમેદવાર 12 માં રાઉન્ડ પર કુંવરજી હળપતિ 12613 મત ની લીડ થી આગળ. માંડવી વિધાનસભા પર હાલ કોંગ્રેસ પાસે છે.મોડાસામાં ૧૮ રાઉન્ડના અંતે ભાજપ ૧૯૬૯૬ મતથી આગળ. 

  • દર્શીતાબેન શાહે વિજયરૂપાણીનો રેકોર્ડ તોડ્યો
    રાજકોટ પશ્ચિમ બેઠક પર ભાજપના ઉમેદવાર દર્શીતાબેન શાહે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો 51,000 મતની લીડનો રેકોર્ડ તોડ્યો છે. બીજી બાજુ ધોરાજી બેઠક પર ભાજપના ઉમેદવાર 11546 મતથી આગળ છે. અમરેલીના રાજુલામાં કોંગ્રેસના અમરાશ ડેર આગળ છે. રાજકોટની જેતપુરથી જયેશ રાદડિયા 65 હજારથી વધુ મતની લીડથી આગળ છે. અમરેલીના સાવરકુંડલામાં કોંગ્રેસના પ્રતાપ દુધાત આગળ છે. અમરેલી બેઠક પર ભાજપના કૌશિક વેકરીયા આગળ છે. 
     

  • ભાજપ જંગી બહુમતીથી આગળ
    એવું લાગે છે કે ભાજપ જંગી બહુમતીથી જીતશે અને કોંગ્રેસના માધવસિંહ સોલંકીનો રેકોર્ડ પણ તોડે એવું જણાય છે. હાલ ભાજપ 148 બેઠક પર આગળ છે. જ્યારે કોંગ્રેસ 24 બેઠક પર જ્યારે આમ આદમી પાર્ટી 5 બેઠક પર અને અધર્સ 5 પર આગળ છે. 

  • મતગણતરી શરૂ
    બેલેટ પેપરની મતગણતરી શરૂ થઈ ગઈ છે. 

  • '50 હજાર લીડથી જીત થશે, ગુજરાતમાં ફરી બનશે ભાજપની સરકાર'
    જેતપુર વિધાનસભાના ભાજપના ઉમેદવાર જયેશ રાદડિયા હાલ રાજકોટના કાઉન્ટિંગ સેન્ટર પર પહોંચ્યા છે. તેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. કહ્યું કે 50 હજારની લીડથી જીતશે. ગુજરાતમાં ફરીથી ભાજપની સરકાર બનશે. 

  • 182 બેઠકોનું આજે પરિણામ
    ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકો છે. જેમાં ઉત્તર ગુજરાતની 32 બેઠકો, દક્ષિણ ગુજરાતની 35 બેઠકો, મધ્ય ગુજરાતની 61 અને સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠકો સામેલ છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link