Saurashtra Kutch Gujarat Chutni Parinam 2022 LIVE Update: ધોરાજીમાં પરિવર્તન સાથે ભાજપની એન્ટ્રી, રાજકોટમાં રમેશ ટીલાળાના લીડનો રેકોર્ડ બનાવ્યો

Thu, 08 Dec 2022-5:43 pm,

Saurashtra Kutch Vidhan Sabha Chunav Result 2022 LIVE Update: ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પહેલી અને પાંચમી ડિસેમ્બરે એમ બે તબક્કામાં મતદાન યોજાયું હતું અને આજે 8મી ડિસેમ્બરના રોજ પરિણામનો દિવસ છે. મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. આજે ગુજરાત માટે મોટો દિવસ છે. આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ છે. ત્યારે ZEE 24 કલાક સૌથી પહેલાં અને સૌથી ઝડપી તમને પરિણામની તમામ અપડેટ આપી રહ્યું છે. ગુજરાતની રાજનીતિ માટે આજે સૌથી મોટો દિવસ છે. ગુજરાતમાં કોની બનશે સરકાર તેનો આજે ફેંસલો થશે. 182 વિધાનસભાની બેઠક માટે આજે મતગણતરી થશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના જંગમાં ઉતરેલા 1621 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો થશે. સવારે 8 વાગ્યાથી મત ગણતરી શરૂ થશે. સૌથી પેહલાં બેલેટ પેપર અને ત્યાર બાદ EVMની મત ગણતરી થશે. રાજ્યમાં અલગ અલગ 37 જગ્યાએ મતગણતરી થશે. બપોરના 2 વાગ્યા સુધીમાં મોટાભાગના પરિણામો જાહેર થઈ જાય અને પિક્ચર ક્લિયર થઈ જાય તેવી શક્યતા છે. ગત ચૂંટણીમાં ભાજપને જ્યાં ઓછી બેઠકો મળી હતી તે સૌરાષ્ટ્ર કચ્છમાં આ વખતે ભાજપ પોતાનું પલડું ભારે કરી શકશે? પળેપળની અપડેટ માટે વાંચો ZEE 24 કલાકનો લાઈવ બ્લોગ...

Latest Updates

  • જેતપુરમાં રાદડિયા પરિવારનો દબદબો યથાવત

    જેતપુર વિધાનસભા બેઠક પર જયેશ રાદડિયા ચૂંટાઇને ફરી ધારાસભ્ય બન્યા 
    76926 મતથી ભાજપના જયેશ રાદડિયાની જીત 
    કોંગ્રેસ કરતા વધુ મત આમ આદમી પાર્ટી અને સમાજવાદી પાર્ટીને મળ્યા 
    જયેશ રાદડિયાને મળ્યા 106471 મત 
    રોહિત ભુવા ને મળ્યા 29545 મત (આપ)
    રાજુભાઈ સરવૈયાને મળ્યા 20788 મત (એસપી)
    દિપક વેકરિયને મળ્યા 12244 મત (કોંગ્રેસ)
    નોટાને મળ્યા 2287 મત

  • ધોરાજીમાં પરિવર્તન સાથે ભાજપના ડો. મહેન્દ્ર પાડલિયાની એન્ટ્રી

    ધોરાજી વિધાનસભા બેઠક પર ડો. મહેન્દ્ર પાડલીયા ચૂંટાઇને ધારાસભ્ય બન્યા 
    11878 મતથી ભાજપના ડો. મહેન્દ્ર પાડલીયાની જીત 
    આમ આદમી પાર્ટીએ ધોરાજીમાં કોંગ્રેસને પહોચાડ્યું મોટું નુકશાન
    ડો. મહેન્દ્ર પાડલીયાને મળ્યા 65605 મત 
    લલિત વસોયાને મળ્યા 53727 મત 
    વિપુલ સખીયાને મળ્યા 29429 મત 
    નોટાને મળ્યા 1612 મત

  • રાજકોટ દક્ષિણ બેઠક પર લીડનો નવો રેકોર્ડ રમેશ ટીલાળાના નામે થયો સ્થાપિત

    રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠક પર રમેશ ટીલાળા ચૂંટાઇને ધારાસભ્ય બન્યા 
    78864 મતથી ભાજપના રમેશ ટીલાળાની જીત 
    રમેશ ટીલાળાને મળ્યા 101734 મત 
    હિતેશ વોરાને મળ્યા 22507 મત 
    શિવલાલ બારસીયાને મળ્યા 22870 મત 
    નોટાને મળ્યા 2353 મત

  • જસદણમાં કુંવરજી બાવળિયા, ગોંડલમાં ગીતાબા જાડેજા
    જસદણ વિધાનસભા બેઠક પર ફરી કુંવરજી બાવળીયા ચૂંટાઇને ધારાસભ્ય બન્યા. 16172 મતથી ભાજપના કુંવરજી બાવળીયાની જીત. કોંગ્રેસ કરતા વધુ મત આમ આદમી પાર્ટીને મળ્યા. જસદણમાં આમ આદમી પાર્ટીએ પહોચાડ્યું કોંગ્રેસને નુકશાન. કુંવરજી બાવળીયાને મળ્યા 63808 મત. ભોળાભાઇ ગોહિલને મળ્યા 45795 મત. તેજસ ગાજીપરાને મળ્યા 47636 મત. નોટાને મળ્યા 2073 મત. ગોંડલ વિધાનસભા બેઠક પર ફરી ગીતાબા જાડેજા ચૂંટાઇને ધારાસભ્ય બન્યા. 43313 મતથી ભાજપના ગીતાબા જડેજાની જીત. ગીતાબા જાડેજાને મળ્યા 86062 મત. યતિશ દેસાઇને મળ્યા 42749 મત. નિમીષાબેન ખુંટને મળ્યા 13075 મત. નોટાને મળ્યા 2164 મત

  • રાજકોટની જેતપુરમાં ભાજપનો ભગવો લહેરાયો
    ભાજપના ઉમેદવાર જયેશ રાદડિયાએ વિજય સરઘસ કાઢ્યું, જેતપુર જામકંડોરણા ના મતદારોનો આભાર માન્યો. અપેક્ષા કરતા પણ સારૂ પરિણામ મતદારોએ આપ્યું. 76848 હજારની લીડ જેતપુર જામકંડોરણા માં ઇતિહાસ બન્યો. વિસ્તારમાં લોકોની વચ્ચે રહ્યું છું,સુખ દુઃખ માં ભાગીદાર બન્યો છું,પરિવારનો સબંધ નિભાવ્યો છે. આવનારા દિવસોમાં વિસ્તારમાં તાકાતથી કામ કરીશ.

  • કચ્છની 6  બેઠકો પર ભાજપની જીત
    કચ્છની 6 બેઠકો પર ભાજપના ઉમેદવારોએ જીત મેળવી છે. અબડાસા બેઠક પર પ્રદ્યુમનસિંહ જાડેજા, માંડવીમાં અનિરુદ્ધ દવે, ભુજમાં કેશુભાઈ પટેલ, અંજારમાં ત્રિકમ છાંગા, ગાંધીધામમાં માલતીબેન મહેશ્વરી અને રાપરમાં વિરેન્દ્રસિંહ જાડેજાએ જીત મેળવી છે. 

  • ગીર સોમનાથમાં ભાજપે સર્જ્યો અપસેટ
    ગીર સોમનાથ જિલ્લામાં અપસેટ સર્જી ભાજપે 4 માંથી 3 બેઠક જીતી. તાલાલા, ઉના અને કોડીનાર બેઠક પર ભાજપ નો વિજય. સોમનાથ બેઠક પર કોંગ્રેસ ના વિમલ ચુડાસમા નો રોમાંચક રસ્સાક્કસી બાદ 984 મતે વિજય. ગત ચૂંટણીમાં કોંગ્રેસે કબજે કરેલ ગીર સોમનાથ જિલ્લો ભાજપે ફરીથી હાસિલ કર્યો

  • બોટાદમાં આપ ઉમેદવાર આગળ
    બોટાદ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણા 1956 મતથી આગળ છે. હવે બેલેટ પેપેરની મત ગણતરી શરૂ થઈ છે. ધોરાજીમાં ભાજપના ઉમેદવારની 11721 મતથી જીત થઈ છે. મોરબી માળિયા વિધાનસભા બેઠક ઉપર કાંતિલાલ અમૃતિયાની ઐતિહાસિક જીત. કાંતિલાલ અમૃતિયા 62000 કરતાં વધુ મતની લીડ સાથે બન્યા વિજેતા. 

  • અબડાસામાં અંતિમ રાઉન્ડમાં ભાજપ આગળ
    અબડાસામાં અંતિમ રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા કોંગ્રેસના ઉમેદવાર કરતા આગળ નીકળ્યા છે. અમરેલીમાં સાવરકુંડલા બેઠક પર ભાજપના ઉમેદવાર મહેશ કસવાલા 1968 મતથી આગળ છે. 

  • સુરેન્દ્રનગરની 5 બેઠકો ભાજપે જીતી
    સુરેન્દ્રનગર જિલ્લા ની 5 બેઠકો પર ભાજપ નો ભગવો લેહરાયો. જિલ્લા ની તમામ 5 બેઠકો પર ભાજપ ની ભવ્ય જીત. લીંબડી વઢવાણ ધાગધ્રા ચોટીલા પાટડી બેઠક પર કમળ ખીલ્યું. ભાજપ ના આગેવાનો અને કાર્યકરો નો ઉત્સાહ સાતમા આસમાને. વીજય સરઘસ સાથે મતદાતાઓ ના આભાર વ્યક્ત કરવા માં આવ્યો.
     

  • મોરબીમાં ભાજપ
    મોરબી માળિયા વિધાનસભા બેઠક ઉપર કાંતિલાલ અમૃતિયાની ઐતિહાસિક જીત. કાંતિલાલ અમૃતિયા 62000 કરતાં વધુ મતની લીડ સાથે બન્યા વિજેતા. કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઈ પચેલ છઠ્ઠી વખત ભાજપના ઉમેદવાર કાંતિભાઈ સામે  હાર્યા. અત્રે જણાવવાનું કે મોરબીમાં તાજેતરમાં જે દુર્ઘટના ઘટી તેના કારણે તમામની નજર મોરબીની બેઠકો પર હતી. 
     

  • જામનગર ઉત્તર બેઠકથી રીવાબા જાડેજા જીત્યા
    જામનગર ઉત્તર બેઠકથી ભાજપના ઉમેદવાર રીવાબા જાડેજા જીત્યા છે. ભુજના ભાજપ ઉમેદવાર કેશુભાઈ પટેલ પણ 60 હજાર મત થી જીત્યા. અમેરેલીમાં ભાજપના જે વી કાકડીયા 19મા રાઉન્ડમાં આગળ છે. રીવાબા જાડેજા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની છે. બોટાદમાં ગઢડા વિધાનસભાના ભાજપના ઉમેદવાર શંભુપ્રસાદજી ટુંડિયાનો વિજય થયો છે. જ્યારે અંજારમાં પણ ભાજપના ઉમેદવાર ત્રિકમ છાંગાની જીત થઈ છે. 

  • જેતપુર સીટના ભાજપના ઉમેદવાર જયેશ રાદડિયાનો 76848 મત ની લીડ થી ભવ્ય વિજય,... કચ્છની અંજાર બેઠક ભાજપના ઉમેદવાર  ત્રિકમ છાંગાની જીત... ભાવનગર પૂર્વમાં ભાજપના સેજલબેન પંડ્યાને 63 હજાર મતની ઐતિહાસિક લીડથી જીત મળી... ભાવનગર પશ્ચિમ બેઠક પર જીતુ વાઘાણી 42 હજાર મતથી આગળ... કચ્છમાં રાપર બેઠક રી-કાઉન્ટિંગ કરવામાં આવશે... કોંગ્રેસ ઉમેદવારએ રી-કાઉન્ટિંગની માંગ કરી... ફરીવાર ગણતરી કરવામાં આવશે

  • અમરેલી વિધાનસભા બેઠક પર કૌશિક વેકરીયા પ્રચંડ જીત તરફ આગળ. 18 રાઉન્ડના અંતે ૩૮,૨૩૧ મતોથી આગળ. તેઓએ પરેશ ધાનાણીનો ૨૯,૮૯૪ વોટનો રેકોર્ડ તોડ્યો. અમરેલી જિલ્લામાં સૌથી વધુ મતોની લીડથી વિજય મેળવે તેવા સંકેતો... હવે માત્ર ૪ રાઉન્ડની ગણતરી બાકી... અમરેલી ભાજપ દ્વારા વિજયોત્સવ ની તૈયારી...

    રાજકોટ પૂર્વ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજગુરૂએ હાર સ્વીકારી...ભાજપના ઉમેદવાર ઉદય કાનગડને અભિનંદન પાઠવ્યા.. ઈન્દ્રનીલ રાજ્યગુરુએઆમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ સાબિત થઈ. મેં આમ આદમી પાર્ટીમાં જઈને જોયું છે. આમ આદમી પાર્ટીનો દેખાવ ગુજરાતના લોકોએ જોઈ લીધો. હવે ક્યારેય લોકો તેને સ્વીકારશે નહિ...

  • ભાવનગરમાં 7માં રાઉન્ડના અંતે તળાજા વિધાનસભા બેઠક પર ભાજપના ગૌતમ ચૌહાણ 22000 મતથી આગળ... તો 10 રાઉન્ડના અંતે ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠક પર ભાજપના સેજલબેન પંડયા 24381 મતથી આગળ

    • COMMERCIAL BREAK
      SCROLL TO CONTINUE READING

      જીલ્લો મોરબી 

    • બેઠક-મોરબી માળિયા 

    • પક્ષ- ભાજપ

    • ઉમેદવાર-  કાંતિ અમૃતિયા

    • રાઉન્ડ -11

    • મતથી આગળ- 22108

    જીલ્લો મોરબી 
    બેઠક-વાંકાનેર 
    પક્ષ-ભાજપ
    ઉમેદવાર- જીતુ સોમાણી
    રાઉન્ડ -19
    મતથી આગળ- 8976

    • જીલ્લો મોરબી

    • બેઠક - ટંકારા 

    • પક્ષ :-ભાજપ 

    • ઉમેદવાર - દુર્લભજી દેથરિયા 

    • રાઉન્ડ - 11

    • મતથી આગળ - 9796

  • રાજકોટ પશ્ચિમમાં દર્શિતા શાહની 54000 વોટ લીડથી જીત, વિજય રૂપાણીનો 51000 વોટનો રેકર્ડ તોડ્યો... તો જુનાગઢ કોંગેસ ઉમેદવાર ભીખાભાઈ જોશીએ હાર સ્વીકારી, અને મતદાન બૂથ છોડ્યું 

    • COMMERCIAL BREAK
      SCROLL TO CONTINUE READING

      જીલ્લો:-અમરેલી

    • બેઠક:- અમરેલી

    • પક્ષ:-ભાજપ

    • ઉમેદવાર:- કૌશિક વેકરીયા

    • રાઉન્ડ:- 15  રાઉન્ડમાં

    • મતથી આગળ:- 28297

    જીલ્લો:-અમરેલી
    બેઠક:- સાવરકુંડલા 
    પક્ષ:- કોંગ્રેસ
    ઉમેદવાર:- પ્રતાપ દુધાત 
    રાઉન્ડ:-  9 રાઉન્ડ 
    મતથી આગળ:- 6126

    • જીલ્લો:-અમરેલી

    • બેઠક:- અમરેલી

    • પક્ષ:-ભાજપ

    • ઉમેદવાર:- કૌશિક વેકરીયા

    • રાઉન્ડ:- 14 રાઉન્ડમાં

    • મતથી આગળ:- 24870

  • જસદણ બેઠક પર ભાજપ ઉમેદવાર કુંવરજી બાવળિયાની જીત નિશ્ચિત... કોંગ્રેસ ઉમેદવાર ભોળાભાઈ ગોહિલ મતગણતરી કેન્દ્ર છોડી જતા રહ્યા...આમ આદમી પાર્ટીએ મતોનું વિભાજન કર્યું - ભોળાભાઈ ગોહિલ

    સૌરાષ્ટ્ર ૉની તમામ બેઠકો પરના પરિણામ માં વઢવાણ વિધાનસભાના ઉમેદવાર જગદીશ મકવાણા 51 હજાર મતથી આગળ. જંગી બહુમતીથી જગદીશ મકવાણા આગળ વધી રહ્યાં છે. કૉંગ્રેસ-આપને વઢવાણ બેઠક પર જાકારો મળ્યો. 13 માં રાઉન્ડ માં 51 હજારની જગદીશ મકવાણાને લીડ. ભાજપે ઉજવણી શરૂ કરી...

  • પોતાના હાર દેખાતા લલિત વસોયાએ મીડિયા સામે પોતાની હાર સ્વીકારી હતી. તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટી કોંગ્રેસને નુકસાન કરી રહી છે. મારા અને આપના મત ગણીએ ભાજપ કરતા વધુ મત થાય છે. હાલના પરિણામ મુજબ, આમ આદમી પાર્ટીને કારણે હુ ધોરાજી બેઠક પરથી હારી રહ્યો છું. બધી જગ્યાએ આપ બીજા નંબરે નથી. મારા મત વિસ્તારમાં પાંચ રાઉન્ડમાં હુ આગળ ચાલી રહ્યો છું, અને હજી પણ હું જ આગળ રહીશ એ દાવા સાથે કહુ છું. પરંતુ આમ આદમી પાર્ટી કોંગ્રેસ પાર્ટીને નુકસાન કરી રહી છે, તેને કારણે કોંગ્રેસને માત્ર ધોરાજી અને ઉપલેટા જ નહિ, પરંતું આખા સૌરાષ્ટ્રમાં હારનો સામનો કરવો પડી રહ્યો છે. તો અમરેલીમાં દિગ્ગજ નેતા પરેશ ધનાણી પણ પાછળ ચાલી રહ્યાં છે.

    • COMMERCIAL BREAK
      SCROLL TO CONTINUE READING

      જિલ્લો: કચ્છ

    • વિધાનસભા સીટ: ગાંધીધામ

    • લીડિંગ ઉમેદવાર: ભાજપ માલતીબેન મહેશ્વરી

    • રાઉન્ડ નંબર:10

    • બીજેપી: માલતીબેન મહેશ્વરી 32402

    • કોંગ્રેસ: ભરત સોલંકી 23324

    • આપ: બી.ટી. મહેશ્વરી 3200

    • Nota: 1468

    જીલ્લો - રાજકોટ
    બેઠક-જેતપુર
    પક્ષ-ભાજપ
    ઉમેદવાર-જયેશ રાદડિયા
    રાઉન્ડ - દશ રાઉન્ડ માં 
    મતથી આગળ- 39002લીડ

  • જામનગર ઉત્તરમાં પિક્ચર બદલાયું, રીવાબા જાડેજા 8600 મતથી આગળ. સવારથી આ બેઠક પર તેમના નણંદ ગીતાબા જાડેજા આગળ હતા, પરંતું 10 વાગ્યા બાદ ટ્રેન્ડ બદલાયો છે, અને હવે રીવાબા જાડેજા આગળ ચાલી રહ્યાં છે. રીવાબા જાડેજા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની છે, આ બેઠક પર તેમના નણંદ ગીતાબા કોંગ્રેસથી તેમના હરીફ ઉમેદવાર છે

  • 3 રાઉન્ડ પૂર્ણ :- ધાગધ્રામાં પ્રકાશ વરમોરા(ભાજપ) 4012 મતે પાછળ... ચોટીલા માં શામજી ચૌહાણ (ભાજપ) 1354 મતે આગળ

    • COMMERCIAL BREAK
      SCROLL TO CONTINUE READING

      રાજકોટ

    • બેઠક - રાજકોટ પૂર્વ

    • રાઉન્ડ - ૪

    • પક્ષ - ભાજપ આગળ

    • ઉમેદવાર -  ઉદય કાનગડ

    • મત - ૧૧,૧૭૮ લીડ

    બેઠક : જામનગર 78 ઉત્તર
    રાઉન્ડ : બીજો રાઉન્ડ
    પક્ષ : ભાજપ આગળ  
    મત : 8671 થી

    • જીલ્લો:-અમરેલી

    • બેઠક:- સાવરકુંડલા

    • પક્ષ:- કોંગ્રેસ

    • ઉમેદવાર:- પ્રતાપ દુધાત

    • રાઉન્ડ:- ત્રીજા રાઉન્ડમાં

    • મતથી આગળ:-1900

    ભાવનગર
    બેઠક - પાલીતાણા
    રાઉન્ડ - 3
    પક્ષ - ભાજપ આગળ
    ઉમેદવાર - ભીખાભાઈ
    મત -14000 લીડ

  • અમરેલીમાં પાંચેય બેઠકો પર કમળ ખીલવાનો વિશ્વાસ જાગતા શૈલેષ પરમારે ઉજવણીની શરૂઆત કરી... રાજકોટ જિલ્લાની આઠ બેઠક  પર ભાજપ પ્રથમ ક્રમે અને આમ આદમી બીજા ક્રમે... રાજકોટ પૂર્વમાં કાનગડ, ધારીમાં કાકડિયા અને કાલાવડમાં મેઘજી ચાવડા આગળ, જયેશ રાદડિયાને 16 હજારની લીડ... રાજકોટમાં ઈન્દ્રનીલ રાજ્યગુરૂ, પોરબંદરમાં અર્જુન મોઢવાડિયા, રાજકોટમાં દર્શિતા શાહ, ગીતાબા, જસદણમાં કુંવરજી બાવળિયા અને કુતિયાણા બેઠક પર અપક્ષ ઉમેદવાર કાંધલ જાડેજા આગળ ચાલી રહ્યા છે

    • COMMERCIAL BREAK
      SCROLL TO CONTINUE READING

      રાજકોટ

    • બેઠક - રાજકોટ પૂર્વ

    • રાઉન્ડ - ૩

    • પક્ષ - ભાજપ આગળ

    • ઉમેદવાર - ઉદય કાનગડ 

    • મત - ૧૦,૮૦૦ લીડ

    ભાવનગર
    બેઠક - ગ્રામ્ય
    રાઉન્ડ - 3
    પક્ષ - ભાજપ આગળ
    ઉમેદવાર - પરસોતમ સોલંકી 
    મત - 10,000 થી વધુ લીડ

    • ભાવનગર

    • બેઠક - પાલીતાણા

    • રાઉન્ડ - 3

    • પક્ષ - ભાજપ આગળ

    • ઉમેદવાર - ભીખા બારૈયા

    • મત -1000  લીડ

    જીલ્લો - રાજકોટ
    બેઠક-જેતપુર
    પક્ષ-ભાજપ
    ઉમેદવાર-જયેશ રાદડિયા
    રાઉન્ડ - પાંચ રાઉન્ડ માં 
    મતથી આગળ- 20506 લીડ

     

  • રાજકોટના જેતપુર બેઠક પર ભાજપ પ્રથમ ક્રમાંકે. ત્રીજા રાઉન્ડના અંતે 12438 મતથી જયેશ રાદડિયા ભાજપના ઉમેદવાર આગળ, બીજા ક્રમાંકે આમ આદમી પાર્ટીના ઉમેદવાર રોહિત ભુવા આગળ ચાલી રહ્યા છે. તો કોંગ્રેસના ઉમેદવાર અહીં પણ ત્રીજા ક્રમાંકે
     

  • રાજકોટમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી ભાજપને ફાયદો... રાજકોટ ગ્રામ્ય, જસદણ, ધોરાજી બેઠક પર ભાજપને ફાયદો... ત્રણેય બેઠકો પર આમ આદમી પાર્ટી બીજા ક્રમે...અમરેલીના સાવરકુંડલા વિધાનસભામાં કોગ્રેસના ઉમેદવાર પ્રતાપ દુધાત 1600 મતથી ત્રીજા રાઉન્ડના અંતે આગળ

  • જામનગરમાં રીવાબા અને ભાવનગર પશ્ચિ જીતુ વાઘાણી પાછળ ચાલી રહ્યા છે. દ્વારકામાં પ્રથમ રાઉન્ડના અંતે ખંભાળિયામા આપના ઉમેદવાર ઈસુદાન ગઢવી 2253 મતે આગળ, તો દ્વારકા બેઠક પર ભાજપ 867 મતે આગળ... રાજકોટ પશ્ચિમ બેઠક પર ભાજપ આગળ, 2999 મતની લીડ... અંજાર વિધાનસભા બીજા રાઉંડમાં ભાજપના ઉમેદવાર ત્રિકમભાઈ છાંગા આગળ... લીંબડી 6053 મતે કિરીટસિંહ રાણા આગળ... 2254 ની લીડ થી ધાગધ્રા બેઠક પર કૉંગ્રેસ ઉમેદવાર છત્રસિંહ ગુંજારીયા આગળ

  • કચ્છની ગાઁધીધામ વિધાનસભા સીટ પર રાઉન્ડ 1 માં કોંગ્રેસના ભરત સોલંકી 2452 વોટથી આગળ છે. બીજેપીના માલતીબેન મહેશ્વરીને 2097 વોટ અને આપ ઉેમદવાર બીટી મહેશ્વરીને 210 વોટ. તો Nota ને 152. તો રાજકોટ  દક્ષિણ વિધાનસભા પર બીજા રાઉન્ડના અંતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રમેશ ટીલાળાં 5,000 મતથી આગળ
     

  • કુતિયાણાથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર કાંધલ જાડેજા આગળ ચાલી રહ્યાં છે, જેઓએ એનસીપીથી છેડો ફાડ્યો હતો અને સમાજવાદી પાર્ટીનો હાથ પકડીને ટિકિટ મેળવી હતી. દ્વારકાની સીટ પર આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે. ઈસુદાન ગઢવી જામખંભાળિયાથી આગળ ચાલી રહ્યાં છે. ભાજપના જયેશ રાદડિયા 7202 મતે આગળ.... 
     

  • મોરબી માળિયા વિધાનસભા બેઠકની મત ગણતરીમાં મોટો અપસેટ સર્જાયો.... માળિયા મિયાણા તાલુકામાં પ્રથમ રાઉન્ડમાં ભાજપને 450થી વધુની લીડ... છેલ્લી દરેક ચુંટણીમાં માળિયાના જે બુથમાં ભાજપને ખાધ આવતી હતી ત્યાં લીડ આવી.... 

  • જામનગર 79 દક્ષિણ બેઠક પર ભાજપના ઉમેદવાર દિવ્યેશ અકબરી આગળ... જેતપુરથી જયેશ રાદડિયા આગળ ચાલી રહ્યાં છે.... ગાંધીધામ બેઠક પર કોંગ્રેસના ભરતભાઈ સોલંકી પ્રથમ રાઉન્ડમાં આગળ
     

  • સુરેન્દ્રનગર જિલ્લા ની 5 બેઠકો પર શરૂઆત માં 3 બેઠક પર આગળ.. બ્લેટ પેપર ગણતરી માં ભાજપ 3 બેઠકો પર વઢવાણમાં જગદીશ મકવાણા લીંબડી  કિરીટસિંહ રાણા અને ધાંગધ્રામાં પ્રકાશ વરમોરા આગળ... કૉંગ્રેસમાંથી ચોટીલાથી ઋત્વિક મકવાણા અને દશાડા બેઠક પરથી નૌશાદ સોલંકી આગળ... હવે થોડા સમયમાં EVM થી મત-ગણતરી શરૂ કરવામાં આવશે

  • રાજકોટ પૂર્વ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજગુરૂ આગળ. જસદણ બેઠક પર ભાજપ ઉમેદવાર કુંવરજી બાવળિયા આગળ. રાજકોટ પશ્ચિમ બેઠક પર ભાજપ ઉમેદવાર ડો. દર્શીતા શાહ આગળ

  • મતગણતરી શરૂ, જાણો ક્યાં કોણ આગળ
    હાલ પોસ્ટર બેલેટ પેપરનું કાઉન્ટિંગ ચાલુ છે. ગોંડલ બેઠક પરથી ગીતાબા જાડેજા આગળ છે. જ્યારે રાજકોટ પૂર્વ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજગુરુ આગળ છે. જસદણ બેઠક પરથી ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયા આગળ છે. કુતિયાણા બેઠક પરથી કાંધલ જાડેજા  આગળ છે.

  • 2017નું પરિણામ
    ગત વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્ર અને કચ્છની કુલ 54 બેઠકોમાંથી 23 બેઠકો ભાજપને મળી હતી જ્યારે 30 બેઠકો કોંગ્રેસને ફાળે ગઈ હતી અને એક બેઠક અપક્ષે જીતી હતી. 

  • કુલ 54 બેઠકોનું પરિણામ
    સૌરાષ્ટ્ર અને કચ્છના 12 જિલ્લાઓની કુલ 54 બેઠક માટે આજે પરિણામનો દિવસ છે. જેમાં કચ્છની 6 બેઠકો, મોરબીની 3, રાજકરોટની 8, જામનગરની 5, જૂનાગઢની 5, પોરબંદરની 2, ગીર સોમનાથ 4, ભાવનગરની 7, સુરેન્દ્રનગરની 5, બોટાદની 2, દ્વારકાની 2, અમરેલીની 5 બેઠકોનો સમાવેશ થાય છે. 

     

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link