Gujarat Lok Sabha Election Live: ગુજરાતમાં 5 વાગ્યા સુધી સરેરાશ 55 ટકા મતદાન, જાણો કઈ લોકસભા પર સૌથી વધુ ક્યાં સૌથી ઓછું

Tue, 07 May 2024-6:03 pm,

Gujarat Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન. ગુજરાતની પણ 25 બેઠકો પર આજે મતદાન. ભાજપ જાળવશે જીત કે પછી કોંગ્રેસ અને AAP ભેગા થઈને બોલાવશે સપાટો. પળેપળની લાઈવ અપડેટ માટે ઝી 24 કલાકના લાઈવ બ્લોગ સાથે જોડાયેલા રહો....

Gujarat Lok Sabha Chunav 2024: દેશભરમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન થશે. 10 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની 93 બેઠક માટે ત્રીજા તબક્કાનું મતદાન થશે. ગુજરાતની પણ 26માંથી 25 બેઠકો પર મતદાન થશે. સુરતની સીટ બિનહરીફ જાહેર થતા હવે કુલ 26માંથી 25 બેઠકો પર મતદાન થશે. પહેલાં તબક્કામાં 66.14 ટકા મતદાન અને બીજા તબક્કામાં 66.71 ટકા મતદાન થયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકીય પક્ષોની સાથે સાથે ચૂંટણી પંચે પણ વધુ મતદાન થાય તે માટે તમામ પ્રયાસો કર્યા છે. ગુજરાતમાં રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના એક નિવેદનના કારણે ભાજપ છેલ્લા કેટલાય સમયથી ક્ષત્રિય સમાજની નારાજગી ઝેલી રહ્યો છે. ત્યારે આ વખતે મતદાનમાં તેની અસર જોવા મળશે કે નહીં તે આવનારો સમય જ કહેશે. 



 

Latest Updates

  • ગુજરાતની 25 લોકસભા બેઠક પર 5 વાગ્યા સુધીમાં સરોરાશ 55.22 ટકા મતદાન 

    બેઠક 5 વાગ્યા સુધીની ટકાવારી
    અમદાવાદ પૂર્વ 49.95%
    અમદાવાદ પશ્ચિમ 50.29%
    અમરેલી 45.59%
    આણંદ 60.44%
    બારડોલી 61.01%
    ભરૂચ 63.56%
    બનાસકાંઠા 64.48%
    ભાવનગર 48.59%
    છોટા ઉદેપુર 63.76%
    દાહોદ 54.78%
    ગાંધીનગર 55.65%
    જામનગર 52.36%
    જૂનાગઢ 53.84%
    ખેડા બેઠક 53.83%
    કચ્છ બેઠક 48.96%
    મહેસાણા 55.23%
    નવસારી 55.31%
    પોરબંદર 46.51%
    પંચમહાલ 53.99%
    પાટણ 54.58%
    રાજકોટ 54.29%
    સાબરકાંઠા 58.82%
    સુરેન્દ્રનગર 49.19%
    વડોદરા 57.11%
    વલસાડ 68.12%

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

     

     

    ગુજરાતની પાંચ વિધાનસભાની બેઠક પર 5 વાગ્યા સુધીમાં સરેરાશ મતદાન

    બેઠક 5 વાગ્યા સુધીની ટકાવારી
    વિજાપુર 59.47%
    ખંભાત 59.90%
    પોરબંદર 51.93%
    વાઘોડિયા 63.75%
    માણાવદર 48.45%
  • રાજ્યમાં 5 વાગ્યા સુધીમાં 50.22 ટકા મતદાન 
    કચ્છમાં 48.96 ટકા મતદાન 
    જૂનાગઢમાં 53.84 ટકા મતદાન 
    અમદાવાદ પૂર્વ 49.95 ટકા મતદાન 
    મહેસાણામાં 55.23 ટકા મતદાન 
    આણંદમાં 60.44 ટકા મતદાન 
    બનાસકાંઠામાં 64.48 ટકા મતદાન 
    પાટણમાં 54.58 ટકા મતદાન 
    સાબરકાંઠા 58.82 ટકા મતદાન 
    ગાંધીનગરમાં 55.65 ટકા મતદાન 
    અમદાવાદ પશ્ચિમ .50.29 ટકા મતદાન 
    સુરેન્દ્રનગરમાં 49.19 ટકા મતદાન 
    રાજકોટથી 54.29 ટકા મતદાન 
    પોરબંદરમાં 46.51 ટકા મતદાન 
    જામનગરમાં 52.36 ટકા મતદાન 
    અમરેલીમાં 45.59 ટકા મતદાન 
    ભાવનગરમાં 48.59 ટકા મતદાન 
    ખેડામાં 53.83 ટકા મતદાન 
    પંચમહાલમાં 53.99 ટકા મતદાન 
    દાહોદમાં 54.78 ટકા મતદાન 
    વડોદરામાં 57.11 ટકા મતદાન 
    છોટાઉદેપુરમાં 63.76 ટકા મતદાન 
    ભરૂચમાં 63.56 ટકા મતદાન 
    બારડોલીમાં 61.01 ટકા મતદાન 
    નવસારીમાં 55.31 ટકા મતદાન 
    વલસાડમાં 68.12 ટકા મતદાન

  • Gujarat Lok Sabha Election Live: કચ્છ લોકસભા બેઠક પર સવારે 7થી સાંજના 5 વાગ્યા સુધી 48.96 ટકા મતદાન

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    અબડાસા વિધાનસભા બેઠક : 44.34 ટકા

    માંડવી વિધાનસભા બેઠક: 56.03 ટકા

    ભુજ વિધાનસભા બેઠક: 52.90 ટકા

    અંજાર વિધાનસભા બેઠક: 53.61 ટકા

    ગાંધીધામ વિધાનસભા બેઠક: 41.01 ટકા

    રાપર વિધાનસભા બેઠક : 42.68 ટકા

    મોરબી વિધાનસભા બેઠક: 52.25 ટકા

  • Gujarat Lok Sabha Election Live : બોગસ વોટિંગમાં ગેનીબેન ઠાકારે યુવકને લમધાર્યા

     

  • Gujarat Lok Sabha Election Live: ગુજરાતમાં 5 વાગ્યા સુધી 53 ટકા મતદાન, મતદાન વધારવા ધમપછાડા પણ ઘટ્યું મતદાન

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

     

  • ગુજરાતની પાંચ વિધાનસભા બેઠક પર ત્રણ વાગ્યા સુધીમાં સરેરાશ મતદાન

    બેઠક 3 વાગ્યા સુધીની ટકાવારી
    વિજાપુર 50.53%
    ખંભાત 49.83%
    પોરબંદર 41.03%
    વાઘોડિયા 52.76%
    માણાવદર 40.09%

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

     

     

    ગુજરાતની લોકસભાની બેઠક પર બપોરે ત્રણ વાગ્યા સુધીમાં સરેરાશ મતદાન

    બેઠક 3 વાગ્યા સુધીની ટકાવારી
    અમદાવાદ પૂર્વ 43.55%
    અમદાવાદ પશ્ચિમ 42.21%
    અમરેલી 37.82%
    આણંદ 52.49%
    બારડોલી 51.97%
    ભરૂચ 54.90%
    બનાસકાંઠા 55.74%
    ભાવનગર 40.96%
    છોટા ઉદેપુર 54.24%
    દાહોદ 46.97%
    ગાંધીનગર 48.99%
    જામનગર 42.52%
    જૂનાગઢ 44.47%
    ખેડા બેઠક 46.11%
    કચ્છ બેઠક 41.18%
    મહેસાણા 48.15%
    નવસારી 48.03%
    પોરબંદર 37.96%
    પંચમહાલ 45.75%
    પાટણ 46.69%
    રાજકોટ 46.47%
    સાબરકાંઠા 50.36%
    સુરેન્દ્રનગર 40.93%
    વડોદરા 48.48%
    વલસાડ 58.05%
  • Gujarat Lok Sabha Election Live: પરેશ ધાનાણીએ કરી Tweet..

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

     

     

  • LokSabha Election 2024 : 3 વાગ્યા સુધીમાં ગુજરાતમાં થયેલ મતદાનના આંકડા, જુઓ વિગતવાર

     

  • શક્તિસિંહ ગોહિલે કર્યું મતદાન

     

  • સમગ્ર રાજ્યમાં કોંગ્રેસ તરફી મતદાન થઇ રહ્યું છે 

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    અમદાવાદ પૂર્વ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર હિંમતસિંહ પટેલ એ કર્યું મતદાન 

    રાજપુર ગુજરાતી શાળા નંબર 8માં આપ્યો મત 

    મતદાન બાદ હિંમતસિંહ પટેલની મીડિયા સાથેની પ્રતિક્રિયા 

    સમગ્ર રાજ્યમાં કોંગ્રેસ તરફી મતદાન થઇ રહ્યું છે 

    2014 થી 2024 સુધીના ભાજપના સાશનમાં અનેક પ્રશ્નોથી લોકો ત્રસ્ત છે, દુઃખી છે 

    જેના કારણે લોકો મતદાનથી અલગ રહી રહ્યા હોય એમ લાગે છે 

    ભાજપે તંત્રના દુરુપયોગથી ગુનેગારોને છૂટોદોર આપ્યો છે, 

    હિસ્ટ્રીશીટરો અમારા બુથોમાં લોકોને ડરાવી ધમકાવી રહ્યા છે 

    અમે ચૂંટણી કમિશનર અને પોલીસ કમિશ્ર્નરને આ અંગે લેખિતમાં ફરિયાદ આપી છે.

  • યુવાનો ને હંફાવે તેવી સ્ફૂર્તિ સાથે અંદાજીત 104 વર્ષની વૃદ્ધ મહિલાએ કર્યું મતદાન.. 

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    લુણાવાડા તાલુકાના સુતારી ગામે 104 વર્ષીય વૃદ્ધ મહિલા એ મતદાન મથક જઈ કર્યું મતદાન..

    હિટવેવ ની આગાહીની વચ્ચે મતદાન મથક સુધી પહોંચી વૃદ્ધાએ કર્યું મતદાન..

    સુતારી ગામેથી 2 કિમી દૂર આવેલ સેનાદરિયા ગોરાડા ગામે કર્યું મતદાન.. 

    બપોરે 12 કલાકે ભર તાપ માં વૃદ્ધ મહિલાએ મતદાન કરી અન્ય લોકોને મતદાન કરવા આપી શીખ..

    અગમ્ય કારણો સર બેલેટ પેપરથી મતદાન ન કરી શકતા પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા કર્યું મતદાન.

  • "Gujarat Lok Sabha Election Live: પાટણ લોકસભામાં આવતા વડગામના ભાખરી ગામે મતદાનનો વિરોધ..

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    વહેલી સવારથી એકપણ મતદાતાએ મત ન આપ્યો

    ગામમાં 350 મતદારો છે અને એક જ બૂથ છે

    ગ્રામ પંચાયત વિભાજન અને રોડ રસ્તાનાં કામનો વિરોધ હોવાથી ગ્રામજનોએ મતદાનનો કર્યો બહિષ્કાર..

    વડગામ TDO સહિત વહીવટી તંત્રએ ગામલોકોને સમજાવવાનો કરી રહ્યા છે પ્રયત્નો....

  • મતદાન ટકાવારી
    અમદાવાદ પૂર્વ 21.64%
    અમદાવાદ પશ્ચિમ 21.15%
    અમરેલી 21.89%
    આણંદ 26.88%
    બનાસકાંઠા 30.27%
    બારડોલી 27.77%
    ભરૂચ 27.52%
    ભાવનગર 22.33%
    છોટા ઉદેપુર 26.58%
    દાહોદ 26.35%
    ગાંધીનગર 25.67%
    જામનગર 20.85%
    જૂનાગઢ 23.32%
    કચ્છ 23.32%
    ખેડા 23.76%
    મહેસાણા 24.82%
    નવસારી 23.25%
    પંચમહાલ 23.28%
    પાટણ 23.53%
    પોરબંદર 19.83%
    રાજકોટ 24.56%
    સાબરકાંઠા 27.50%
    સુરેન્દ્રનગર 22.76%
    વડોદરા 20.77%
    વલસાડ 28.71%
  • Gujarat Lok Sabha Election Live: ગુજરાતમાં 12 વાગ્યા સુધી સરેરાશ 31 ટકા મતદાન, જોઈ લો વીડિયો

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

     

  • Gujarat Lok Sabha Election Live: કચ્છ લોકસભા બેઠક પર 7થી 11 વાગ્યા સુધી 23.22 ટકા મતદાન

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    અબડાસા વિધાનસભા બેઠક : 26.12 ટકા

    માંડવી વિધાનસભા બેઠક: 24.83 ટકા

    ભુજ વિધાનસભા બેઠક: 25.14 ટકા

    અંજાર વિધાનસભા બેઠક: 24.13 ટકા

    ગાંધીધામ વિધાનસભા બેઠક: 18.61 ટકા

    રાપર વિધાનસભા બેઠક : 20.40 ટકા

    મોરબી વિધાનસભા બેઠક: 23.75 ટકા

  • Gujarat Lok Sabha Election Live: કચ્છ લોકસભા બેઠક પર 7થી 11 વાગ્યા સુધી 23.22 ટકા મતદાન

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    અબડાસા વિધાનસભા બેઠક : 26.12 ટકા

    માંડવી વિધાનસભા બેઠક: 24.83 ટકા

    ભુજ વિધાનસભા બેઠક: 25.14 ટકા

    અંજાર વિધાનસભા બેઠક: 24.13 ટકા

    ગાંધીધામ વિધાનસભા બેઠક: 18.61 ટકા

    રાપર વિધાનસભા બેઠક : 20.40 ટકા

    મોરબી વિધાનસભા બેઠક: 23.75 ટકા

  • Gujarat Lok Sabha Election Live: ગુજરાતમાં 11 વાગ્યા સુધી સરેરાશ 24.35 ટકા મતદાન

     

  • ગુજરાતમાં સૌથી વધારે મતદાન બનાસકાંઠામાં

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    વાવ :- 30.28
    થરાદ :- 33.62
    ધાનેરા :- 29.57
    દાંતા :- 33.18
    પાલનપુર :- 26.08
    ડીસા :- 27.86
    દિયોદર :- 31.47

    કુલ મતદાન :-
    સમય :- 7:00 થી 11:00 સુધી :- 30.28 %

  • પાટણની શાંતિ નિકેતન સ્કૂલમાં ભાજપ-કોંગ્રેસના એજન્ટ આમને સામને

    ઉત્તર ગુજરાતમાં 5 સીટ પર શાંતિપૂર્ણ રીતે થઈ રહ્યું છે મતદાન, પાટણની શાંતિ નિકેતન સ્કૂલમાં ભાજપ-કોંગ્રેસના એજન્ટ આમને સામને, માહોલ ગરમાયો, કહ્યું- વધારે હોશિયારી કરીશ તો ફીટ કરી નાખીશ

  • Gujarat Lok Sabha Election Live: ભાજપના નેતા દ્વારા મતદાન બંધ કરાવાયું

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

     

    - વાસણ ગામમાં કોંગ્રેસ તરફી મતદાન થઈ રહ્યું હતું તેના કારણે ભાજપના નેતા દ્વારા મતદાન બંધ કરાવવાનો શક્તિસિંહ ગોહિલનો આક્ષેપ

    - વાસણ ગામમાં રૂમ નંબર ત્રણમાં અનઅધિકૃત રીતે ભાજપના એક ધારાસભ્યના પતિ વાસણ ગામમાં મતદાન બંધ કરાવ્યું છે 

    - ચૂંટણી પંચને કહીશ કે આ સંદર્ભે કાર્યવાહી કરે

    - ગૃહ મંત્રી અમિતભાઈ શાહ પણ કેસરી ખેસ પહેરીને મતદાન કરવા ગયા હતા

    - કેસરી ખેસ કરીને અમિતભાઈએ વોટિંગ કર્યું છે એવી જ રીતે હું પણ આ ખેસ પહેરીને વોટીંગ કરીશ 

    - હવે જોવાનું છે કે એમના માટેના નિયમો અને અમારા માટેના નિયમો અલગ અલગ છે કે કેમ

  • Gujarat Lok Sabha Election Live: ઉપલેટામાં એનઆરઆઈ દંપતી દ્વારા મતદાન

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    લોકસભાનું ત્રીજા તબક્કાનું ગુજરાતમાં મતદાન ચાલુ છે ત્યારે ઉપલેટામાં એનઆરઆઈ દંપતી દ્વારા મતદાન કરાયું

    અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના સેરીટોસ સીટીમાં રહેતા ઉપલેટાના વૃદ્ધ દંપતિએ મ્યુનિ. વિવિધલક્ષી વિનય મંદિર હાઈસ્કુલ ખાતે મતદાન કર્યું

    એન.આર.આઈ. જીવાભાઈ સોલંકી અને રૂપીબેન સોલંકી દ્વારા મતાધિકારનો ઉપયોગ કરાયો

    ચૂંટણી વખતે અવશ્ય મતદાન કરવા માટે ખાસ પોતાના વતન ઉપલેટા મતદાન કરવા માટે આવે છે 

    આ વૃદ્ધ દંપતિના પુત્ર નરેશ સોલંકી સેરીટોસ સિટીના તાજેતરમાં ત્રીજી વખત મેયર બન્યા છે

    વધુમાં વધુ મતદાન કરવા માટે પણ લોકોને સંદેશો આપ્યો

  • Gujarat Lok Sabha Election Live : મત આપતો વીડિયો બનાવ્યો તો કાર્યવાહી

    આજરોજ તા.૦૭/૦પ/ર૦ર૪ નાં રોજ લોકસભા સામાન્ય ચૂંટણી–ર૦ર૪ માં સમાવિષ્ટ ૯૦–સોમનાથ વિધાનસભા મતવિસ્તારના મતદાન મથક નં.૭૭, વેરાવળ–૧૭, ઘી વાલા સ્કુલ, રૂમ નં.ર, ડાભોર રોડ, વેરાવળના મતદાન મથક ઉપર અજાણ્યા શખ્સે મતદાન કરતી વખતે બેલેટ યુનિટ તથા વીવીપેટ યુનિટના મોબાઈલમાં વિડીયો બનાવી વિડીયો વાઈરલ કરેલ હોય, જે વાયરલ કરેલ વિડીયો અન્વયે મતદાન મથક નં.૭૭ ના પ્રીસાઈડીંગ ઓફિસર ધ્વારા પોલીસ ઈન્સ્પેકટર, વેરાવળ સીટીને પોલીસ ફરિયાદ કરતાં પોલીસ ઈન્સ્પેકટર, વેરાવળ સીટી ધ્વારા વિડીયો બનાવનાર ઈસમની તપાસ કરી વિડીયો બનાવનાર ઈસમને પકડી અને તેઓની સામે ફરિયાદ દાખલ કરી અને હાર્દિક ઝાલા નામના વિડીયો બનાવનાર શખ્સની અટકાયત કરી અને જાહેરનામા ભંગ બદલ કલમ 188  અને RP એક્ટ કલમ 128 મુજબ કાયદેસરની ધોરણસરની આગળની કાર્યવાહી કરેલ છે.

  • Gujarat Lok Sabha Election Live : ગુજરાતમાં મતદાન માટે સાધુ સંતોએ પણ લાઈનો લગાવી

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

     

  • ક્ષત્રિયોના આંદોલનની મતદાન પર કોઈ અસર નહીં, તે 'ચેપટર' પૂરું થઇ ગયું છે: વજુભાઈ વાળા

     

  • Gujarat Lok Sabha Election Live : ગુજરાતની કઈ બેઠક પર કેટલું મતદાન, જોઈ લો આ વીડિયો

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

     

  • Gujarat Lok Sabha Election Live: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સામાન્ય વ્યક્તિની જેમ લાઈનમાં ઉભા રહીને કર્યું મતદાન....

     

  • Gujarat Lok Sabha Election Live:  આપણને સહજતાથી મળેલા મતદાનના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ: સી.આર.પાટીલ

     

  • Gujarat Lok Sabha Election Live:  ગુજરાતમાં સરેરાશ 9.87 ટકા મતદાન

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    ગુજરાતમાં 9 વાગ્યા સુધીમાં 9.87 ટકા મતદાન

    8 વાગ્યા સુધીમાં 8% મતદાન

    • અમદાવાદ પૂર્વ   11.00

    • અમદાવાદ પશ્ચિમ 10.00

    • અમરેલી           11.00

    • આણંદ             10.00

    • બારડોલી          10.00

    • ભરૂચ              12.00

    • બનાસકાંઠા       11.00

    • ભાવનગર         10.00

    • છોટા ઉદેપુર       08.00

    • દાહોદ             07.00

    • ગાંધીનગર         06.00

    • જામનગર          08.00

    • જૂનાગઢ           06.00

    • ખેડા               08.00

    • કચ્છ                 07.00

    • મહેસાણા          08.00

    • નવસારી          08.00

    • પોરબંદર          08.00

    • પંચમહાલ         07.00

    • પાટણ             07.00

    • રાજકોટ            08.00

    • સાબરકાંઠા          08.00

    • સુરેન્દ્રનગર         07.00

    • વડોદરા           07.00

    • વલસાડ           08.00

  • Gujarat Lok Sabha Election Live: ગુજરાતની 25 માંથી 25 સીટો ઉપર ભાજપ આવશે, અમિત શાહ

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    એક એવી સરકાર જોઈએ જે ભ્રષ્ટાચાર વિરોધી હોય 

    વિકસિત ભારત બનાવવા ઈચ્છતી હોય 

    ભારતને નંબર વન બનાવવા માંગતી હોય 

    ગુજરાતમાં ઉત્સાહ વર્ધક મતદાન છે 

    આજે જ્યાં પણ મતદાન છે ત્યાં બધાજ નાગરિકો મતદાન કરશે 

    ગરીબીથી મુક્ત ભારત બનાવશે

    આજે હું તમામ દેશવાસીઓને ખુબ ખુબ શુભકામનાઓ પાઠવું છું 

    ગુજરાતની 25 માંથી 25 સીટો ઉપર ભાજપ આવશે

     

  • Gujarat Lok Sabha Election Live: 2024 લોકસભા ચૂંટણીના મતદાનનો દિવસ 

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    અમરેલી લોકસભા બેઠક પર સવારના 7 થી 9 સુધીના 9.13 ટકા મતદાન થયું 

    ધારીમાં               8 . 60 ટકા 
    અમરેલીમાં         8.65
    લાઠીમાં            9.18
    સાવરકુંડલામાં   8.48
    રાજુલામાં         10.21
    મહુવામાં            9.04
    ગારીયાધાર માં 9.83 મતદાન થયું

  • Gujarat Lok Sabha Election Live: વિકસિત ભારત બનાવવા માટે મતદાન કરજો, અમિત ભાઈ શાહની અપીલ

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

     

  • Gujarat Lok Sabha Election Live: ૧૨-જામનગર લોકસભા બેઠક પર પ્રથમ બે કલાકમાં (સવારના ૭થી૯) વાગ્યા સુધીમાં કુલ ૮.૫૫% મતદાન  

    જામનગર તા.૭ મે, ૧૨-જામનગર લોકસભા બેઠકમાં સમાવિષ્ટ સાત વિધાનસભા બેઠકનું મળીને સવારના ૭ વાગ્યાથી ૯ વાગ્યા સુધી પ્રથમ બે કલાકમાં કુલ ૮.૫૫% મતદાન નોંધાયું છે.  વિધાનસભા મત વિસ્તાર દીઠ જેમાં ૭૬-કાલાવડમાં ૧૧.૮૬%, ૭૭- જમનગર ગ્રામ્યમાં ૯.૬૦%, ૭૮- જામનગર ઉત્તરમાં ૮.૧૨%, ૭૯-જામનગર દક્ષિણમાં ૭.૪૯%, ૮૦-જામજોધપુરમાં ૯.૭૪%, ૮૧-ખંભાળીયામાં ૭.૭૫% અને ૮૨-દ્વારકામાં ૬.૧૭% મતદાન નોંધાયું છે.

  • દેશમાં 9 વાગ્યા સુધી સરેરાશ 10.57 ટકા મતદાન

     

  • Gujarat Lok Sabha Election Live : વલસાડ લોકસભા બેઠક ઉપર પ્રથમ 2 કલાકમાં થયેલું મતદાન 

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    સૌથી વધુ મતદાન ડાંગ અને વાંસદા બેઠક પર મતદાન નોંધાયું 

    વહેલી સવારે 7 વાગ્યાથી 9 વાગ્યા સુધીનું મતદાન

    ડાંગ.        16.59%
    ધરમપુર.  10.71%
    કપરાડા     10.14%
    પારડી.      11.32%
    ઉમરગામ.   9.78%
    વલસાડ.     10.09%
    વાંસદા.       14.11%

    કુલ મતદાન 11.65 મતદાન નોંધાયું

  • કચ્છ લોકસભા બેઠક પર 7થી 9 વાગ્યા સુધી 8.79 ટકા મતદાન

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    અબડાસા વિધાનસભા બેઠક : 5.54 ટકા

    માંડવી વિધાનસભા બેઠક: 10.31 ટકા

    ભુજ વિધાનસભા બેઠક: 10.80 ટકા

    અંજાર વિધાનસભા બેઠક: 10.55 ટકા

    ગાંધીધામ વિધાનસભા બેઠક: 7.15 ટકા

    રાપર વિધાનસભા બેઠક : 6.43 ટકા

    મોરબી વિધાનસભા બેઠક: 10.40 ટકા

  • Gujarat Lok Sabha Election Live:  વડોદરા લોકસભા અને વિધાનસભામાં મતદાનને લઈ અનેરો ઉત્સાહ

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    છેલ્લા બે કલાકમાં મતદારો એ જંગી મતદાન કર્યું

    વડોદરા લોકસભાનું 10.64 ટકા મતદાન

    વાઘોડિયા વિધાનસભા નું 9.73 ટકા મતદાન

  • Gujarat Lok Sabha Election Live:  ગુજરાતમાં અઢી કલાકમાં 20 ટકા મતદાન

    અઢી કલાકમાં બમ્પર વોટિંગ, સવારથી જ મતદારોએ લાઈનો લગાવી, ક્ષત્રિય આંદોલન અને ગરમી બે ફેક્ટર, ગુજરાતમાં 25 સીટો માટે થઈ રહ્યું છે મતદાન, કેટલીક જગ્યાએ ઈવીએમ ખોટવાયાની બુમરાણ વચ્ચે પણ લોકોએ લાઈનો લગાવી

  • Gujarat Lok Sabha Election Live: ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા કામેશ્વર મહાદેવના મંદિરે

     

  • Gujarat Lok Sabha Election Live: દેશના ગૃહમંત્રીનું પરિવાર સાથે મતદાન

     

  • Gujarat Lok Sabha Election Live:  દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહે કર્યું મતદાન

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

     

  • Gujarat Lok Sabha Election Live: ભુજની 19 વર્ષીય રિશીતા મતદાન માટે મુંબઈથી ફ્લાઈટમાં આવી

    ભુજની 19 વર્ષીય રિશીતા જે ગોરે આજે મુંબઈથી ભુજ ફલાઇટ આવી  પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં યોગદાન આપ્યું હતું. મહત્વની વાત એ રહી કે રિશીતા મતદાન માટે ખાસ મુંબઈથી ભુજ ફ્લાઇટ દ્વારા આવી પહોંચી હતી. મતદાન બાદ તેણે યુવા લોકોને ખાસ મતદાન કરવા અપીલ કરી હતી.

  • Gujarat Lok Sabha Election Live : સીએમ ભૂપેન્દ્ર પટેલના દીકરાએ પણ આપ્યો મત

     

  • Gujarat Lok Sabha Election Live:  ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે લાઈનમાં ઉભા રહી કર્યું મતદાન

     

  • Gujarat Lok Sabha Election Live: સૌરાષ્ટ્રની 8 બેઠકો માટે મતદાન કેન્દ્રો પર લાઈનો લાગી

    ગુજરાતના રાજકારણનું એપી સેન્ટર સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર મતદાન સૌથી વધારે મહત્વનું ગણાશે. સૌરાષ્ટ્ર-કચ્છની આઠ બેઠક પર મતદાન શરૂ થઈ ગયું છે. પરંતુ સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટમાં મતદાન દરમિયાન ઘણા ઉતાર-ચડાવ જોવા મળી શકે છે. મતદાનના આકે કલાક પહેલા એટલે કે સવારના 6 વાગ્યાથી લોકોએ મતદાન મથકો પર લાઈનો લગાવી દીધી હતી.

  • "Gujarat Lok Sabha Election Live:  ક્ષત્રિયોએ સ્ટ્રેટેજી બદલી?:રાજકોટ, જામનગરમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે લાઈનો લાગી 

    ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, આ ચૂંટણીમાં ક્ષત્રિય સમાજનો ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા વિરુદ્ધનો વિરોધ ખૂબ જ ચર્ચામાં રહ્યો છે. રાજકોટથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનાં ક્ષત્રિય સમાજને લઈને આપવામાં નિવેદન બાદ સતત ક્ષત્રિય સમાજના રોષનો સામનો કરવો પડી રહ્યો છે. તેમની ટિકિટ ભાજપે રદ ન કરતાં ક્ષત્રિય સમાજે અનેક મહાસંમેલનોનું આયોજન થયા અને સતત તેઓ ભાજપની વિરુદ્ધમાં મતદાન કરવા માટેનો નિર્ધાર વ્યક્ત કરી રહ્યા છે.  ગુજરાતની રાજકોટ, જામનગર સહિત 9 સીટો પર ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ છે અને આ 9 સીટ પર અસર કરવાનો દાવો પણ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે. 

  • Gujarat Lok Sabha Election Live: જાણી લો કઈ બેઠક પર થયું કેટલું મતદાન

  • Gujarat Lok Sabha Election Live: ઈલેક્શન કમિશનની સરાહનીય કામગીરી

     

  • LokSabha Election 2024 : ZEE 24 કલાક પર જુઓ મતનો મહાસંગ્રામ લાઈવ... આનંદીબેન પહોંચ્યા

     

  • Gujarat Lok Sabha Election Live: બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ કર્યું મતદાન

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    બનાસકાંઠા લોકસભાના ભાજપના ઉમેદવારે કર્યું મતદાન.

    ડો.રેખાબેન ચૌધરીએ પાલનપુરની આદર્શ સ્કૂલમાં પહોંચી કતારમાં ઉભા રહી કર્યું મતદાન.

    રેખાબેન ચૉધરીની સાથે પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકરે પણ કર્યું મતદાન

  • Gujarat Lok Sabha Election Live: મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનું પરીવાર સાથે મતદાન

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    વિંછીયા ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ પરીવાર સાથે મતદાન કર્યુ,

    વિંછીયા ખાતે આવેલ કેન્યા શાળા ખાતે મતદાન કર્યુ, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ ત્રીજી વખતે વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે,

    મંત્રી કુંવરજી બાવળીયાએ રાજકોટ લોકસભામાં ભાજપનો ભવ્યવિજયની આગાહી કરી

  • Gujarat Lok Sabha Election Live: મતદાન કર્યા પહેલાં મહિલાઓ રાસે રમી

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    ગોંડલ જામવાડી સમસ્ત ગ્રામજનો મતદાન કરવા પહોંચ્યા

    ઢોલ નગારા સાથે જામવાડી પ્રાથમિક શાળા ખાતે મતદાન કરવા પહોંચ્યા

    ગ્રામજનો એકી સંપ સાથે હાથમાં બેનર લઈ મતદાન કરવા ગયા

    આજે લોકશાહી પર્વની ઉજવણી કરીએ, હું મતદાન કરીશના બેનર લઈને મતદાન કરવા નીકળ્યા 

    મહિલા સરપંચની આગેવાની હેઠળ ઇતિહાસમાં પ્રથમ વખત સમસ્ત ગ્રામજનો એકીસાથે મતદાન કરશે

    મતદાન કર્યા પહેલાં મહિલાઓ રાસે રમી

  • Gujarat Lok Sabha Election Live: પીએમ મોદીએ મતદાન કરવા માટે કરી અપીલ

     

  • Gujarat Lok Sabha Election Live: મોદી, મોદીના ગુજરાતમાં નારા લાગ્યા

     

  • Gujarat Lok Sabha Election Live: ગુજરાતમાં પીએમ મોદીએ કર્યું મતદાન

     

  • Gujarat Lok Sabha Election Live: શિક્ષણમંત્રી ડૉ કુબેર ડીંડોરે કર્યું મતદાન

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

     

    સંતરામપુર વિધાનસભાના ધારાસભ્ય અને કેબિનેટ કક્ષાના શિક્ષણમંત્રી ડૉ કુબેર ડીંડોરે કર્યું મતદાન

    લોકશાહીના મહાપર્વને ઉજવવા સૌ પ્રથમ પોતાના માદરે વતન ભંડારા ખાતે કર્યું મતદાન.

    શિક્ષણમંત્રી ડો કુબેર ડીંડોરે હાથમાં મોરપીંછ રાખી મતદાન કર્યું

    અગાઉ પ્રચાર દરમિયાન પણ શિક્ષણમંત્રી હાથમાં મોર પીંછ સાથે જોવા મળ્યા હતા

    દાહોદ લોકસભા બેઠકના ઉમેદવાર જશવંતસિંહ ભાભોર જંગી લીડ થી જીતશે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો

    લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપ 400 પાર સાથે જંગી લીડથી જીતશે તેવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો

    દરેક મતદાતાઓને પોતના ઘરેથી નીકળી વધુમાં વધુ મતદાન કરવા કરી અપીલ

  • Gujarat Lok Sabha Election Live: વાઘોડિયામાં ઈવીએમ ખોટકાયા

    વાઘોડિયામાં ત્રણ બુથ પર ઇવીએમ ખોટકાયા, ઇવીએમ બદલવા માટે રજૂઆત કરવામાં આવી, ભાડોલ 216, ગંગાનગર 123, રાજપુરા 130 અને 31 નું ઇવીએમ ખોટકાયું

  • Gujarat Lok Sabha Election Live: સુરેન્દ્રનગર ભાજપના ઉમેદવાર ચંદુ શિહોરાએ કર્યું મતદાન

    લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો માટે આજે સવારે 7:00 વાગ્યેથી મતદાનની પ્રક્રિયા શરૂ થયેલ છે ત્યારે જો વાત કરીએ તો ગુજરાતની સુરેન્દ્રનગર બેઠક ઉપર ભાજપના ઉમેદવાર તરીકે મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ ચંદુભાઈ સિહોરાને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી હતી અને તેઓએ છેલ્લા દિવસોમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો અને ખાસ કરીને તેઓના ચૂંટણી પ્રચાર માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સુરેન્દ્રનગરમાં સભા ગજવી હતી અને આજે સવારે 7:00 વાગ્યેથી ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા શરૂ થતા ની સાથે જ ચંદુભાઈ સિહોરાએ હળવદ તાલુકાના કેદારીયા ગામે તેઓ રહે છે ત્યાં જઈને સરકારી પ્રાથમિક શાળા ખાતે આવેલ મતદાન બૂથ ઉપર પોતાના પરિવાર જેનો સાથે મતદાન કર્યું હતું અને તેઓની સાથે જ્યારે વાત કરી ત્યારે તેમણે આ બેઠક ઉપરથી ભાજપ અકલ્પનીય લીડ સાથે વિજય મેળવશે અને ગુજરાતની 26 એ 26 બેઠકો ઉપર ભાજપની જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે
     

  • "Gujarat Lok Sabha Election Live : ગુજરાતમાં પ્રથમ કલાકમાં સરેરાશ 9 ટકા મતદાન, લોકોએ મતદાન માટે લાઈનો લગાવી, આજે હીટવેવની આગાહી હોવાથી સવાર સવારમાં લોકો મતદાન મથકે પહોંચ્યા

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

     

     

     

  • મોદી અને અમિત શાહ અડધો કિલોમીટર ચાલીને એક સાથે મતદાન માટે સ્કૂલે પહોંચ્યા, પીએમ કરશે મતદાન

     

  • Gujarat Lok Sabha Election Live:  પીએમ મોદી પહોંચ્યા મતદાન માટે, અમિત શાહ પણ સાથે

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

     

  • "Gujarat Lok Sabha Election Live: વિજાપુરના ભાજપના ઉમેદવાર સી. જે ચાવડાએ કર્યું મતદાન

    વિજાપુરના ભાજપના ઉમેદવાર સીજે ચાવડા મતદાન કરવા ગાંધીનગર સેક્ટર 6 માં પહોંચ્યા, zee 24 કલાક સાથેની ખાસ વાતચીતમાં  જણાવ્યું કે પોતે ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ મંત્રીમંડળમાં સમાવેશ કરવો ન કરવો એ પાર્ટી નક્કી કરશે. પોતે અમિત શાહના મત ક્ષેત્રમાં મતદાન કરી રહ્યા છે તેનો તેમને આનંદ છે.

  • Gujarat Lok Sabha Election Live: ગુજરાતની 25 લોકસભા અને 5 વિધાનસભાની પેટાચૂંટણી
    લોકસભાની સામાન્ય ચૂંટણી માટે કુલ 266 ઉમેદવારો તથા વિધાનસભાની પેટાચૂંટણી માટે 24 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ રહી છે. આ 25 લોકસભા સીટ માટે ભાજપના 25, કોંગ્રેસના 23 અને આપના 2 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. આ ઉમેદવારોમાં રૂપાલા, અમિત શાહ અને માંડવિયા 4 કેન્દ્રીય મંત્રી છે.

  • ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કર્યું મતદાન

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

     

  • ગુજરાત રાજકોટના ઉમેદવાર અને મોદી સરકારના મંત્રી પુરષોત્તમ રૂપાલાએ પરિવાર સાથે કર્યું મતદાન

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

     

  • Gujarat Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન. ગુજરાતની પણ 25 બેઠકો પર આજે સવારે 7 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ ચુકી છે. તમામ બેઠકો પર અલગ અલગ મતદાન કેન્દ્રો પર પહેલી સવારથી જ લોકોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરતની બેઠક બિનહરીફ થવાને કારણે ગુજરાતની 26 પૈકી હવે 25 બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા માટે ગાંધીનગરના રાજભવનથી રવાના થઈ ચુક્યા છે. પીએમ મોદી અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી નિશાત સ્કૂલ ખાતે 7.30 વાગ્યે મતદાન માટે પહોંચશે. 

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    પીએમ મોદીના આગમનને લઈને રાણીપ સહિત આસપાસના વિસ્તારમાં ગઈકાલથી જ જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. જોકે, તેના સમર્થકો તેમની ઝલક જોઈ શકે તેના માટે રાણીપના મતદાન મથક સુધીના સમગ્ર રૂટ પર પોલીસની સાથે રસ્તાની બન્ને સાઈડ પર રેલીંગ લગાવવામાં આવી છે. થોડી જ વારમાં પીએમ મોદી પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મોટી સંખ્યામાં લોકો હાથમાં તિરંગો લઈને પ્રધાનમંત્રી મોદીને આવકારવા માટે તેમના મતદાન મથકના રૂટ પર ઉમટી પડ્યાં છે. આ સાથે જ કાળઝાળ ગરમી અને હીટવેવની આગાહીને પગલે પણ રાજ્યભરના તમામ મતદાન મથકો પર વહેલી સવારથી જ ભારે મતદાનની શરૂઆત થઈ ચુકી છે.

    પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહ સહિત 4 કેન્દ્રીય મંત્રીનું ભાવિ આજે EVMમાં કેદ થશે. આ ઉપરાંત કુલ 266 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના શીલજ ખાતે મતદાન કરશે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સુરત ખાતે વહેલી સવારે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. મતદાનની પળેપળની લાઈવ અપડેટ માટે ઝી 24 કલાકના લાઈવ બ્લોગ સાથે જોડાયેલા રહો....

  • મતદાનના દિવસે હીટવેવની આગાહી...

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    હવામાન વિભાગ દ્વારા 7 મે મતદાનના દિવસે સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. પોરબંદર, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં હીટવેવની સંભાવના છે. જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાના કારણે બફારાવાળું વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના ઘણા જિલ્લાઓમાં સામાન્ય કરતાં મહત્તમ તાપમાન વધુ રહેશે. 7 મેએ અમદાવાદનું મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ રહેવાનું અનુમાન છે.

    સવાર-સાંજ વધુ મતદાનની સંભાવના મતદાનનો સમય સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધીનો છે. બપોરે વધુ ગરમી હોવાના કારણે સવારે અને સાંજે વધુ મતદાન થવાની સંભાવના છે. વૃદ્ધો અને ગંભીર રોગો ધરાવતા લોકોએ વહેલા મતદાન કરવું જોઇએ. સૌરાષ્ટ્ર-કચ્છના ઘણા વિસ્તારોમાં મહત્તમ તાપમાન 3થી 5 ડિગ્રી વધુ રહેવાની સંભાવના છે. જ્યારે ગુજરાતના અન્ય પ્રદેશોમાં હીટવેવની આગાહી નથી, પરંતુ મોટા ભાગના જિલ્લાઓમાં તાપમાન 40° સેલ્સિયસથી વધુ રહેવાની સંભાવના છે.

  • ભાજપના ઉમેદવાર
    કચ્છ - વિનોદ ચાવડા
    બનાસકાંઠા - રેખાબેન ચૌધરી
    પાટણ - ભરતસિંહ ડાભી
    ગાંધીનગર - અમિત શાહ
    રાજકોટ - પુરષોત્તમ રૂપાલા
    પોરબંદર - મનસુખ માંડવિયા
    અમદાવાદ પશ્ચિમ - દિનેશ મકવાણા
    પંચમહાલ-રાજપાલસિંહ જાદવ
    આણંદ - મિતેશ પટેલ
    ખેડા - દેવુસિંહ ચૌહાણ
    દાહોદ - જશવંત ભાભોર
    ભરૂચ - મનસુખ વસાવા
    બારડોલ - પ્રભુ વસાવા
    નવસારી - સી.આર.પાટીલ
    જામનગર - પુનમ માડમ
    અમદાવાદ પૂર્વ હસમુખ પટેલ 
    છોટાઉદેપુરથી જશુભાઇ રાઠવા
    વલસાડથી ધવલ પટેલ
    ભાવનગરથી નિમુબેન બાંભણિયા
    મહેસાણાથી હરિભાઈ પટેલ
    સાબરકાંઠાથી શોભના બારૈયા
    વડોદરાથી ડૉ. હેમાંગ જોશી
    અમરેલીથી ભરત સુતરિયા
    સુરેન્દ્રનગરથી ચંદુભાઈ શિહોરા
    જૂનાગઢથી રાજેશ ચૂડાસમા

  • આણંદ બેઠક પર ક્ષત્રિય વિવાદની અસર

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    10. આણંદ :  ગુજરાતમાં આણંદ બેઠક આજે હોટ સીટ બની ગઈ છે. ભાજપે અહીં મિતેશ પટેલને રીપિટ કર્યા છે. કોંગ્રેસે અહીં પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને ઉમેદવાર બનાવ્યા છે. ભરતસિંહ સોલંકીએ ચૂંટમી લડવાની ના પાડતાં કોંગ્રેસે અમિત ચાવડાને આ બેઠક લડવા માટે તૈયાર કર્યા હતા. ચાવડાના દાદા અહીં 5 વાર સાંસદ રહી ચૂક્યા છે. ક્ષત્રિય આંદોલનની અસર આખા ગુજરાતમાં જોવા મળી, ત્યારે મિતેશ પટેલના પણ કેટલાક વીડિયો વાયરલ થયા બાદ અહીં પણ ભાજપ સામે નારાજગી જોવા મળી. અહીં કોંગ્રેસનું નેટવર્ક ઘણું મજબૂત છે, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં પ્રભુત્વ મેળવવા માટે જાહેર સભા કરી છે. પરંતુ ક્ષત્રિય આંદોલનની અસર, ગ્રામ્ય વિસ્તારમાં સત્તા પક્ષ માટે નારાજગી જેવા પરિબળો આણંદ બેઠક ભાજપ માટે એક પડકાર ઉભો કરી શકે છે. આણંદ બેઠક પર ક્ષત્રિય આંદોલન અસર કરી શકે છે. ભાજપે મિતેશ પટેલને રિપિટ કર્યા છે. અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર છે. 

    પાટણમાં ઠાકોર vs ઠાકોર વચ્ચે મહાજંગ

    9 . પાટણ : ગુજરાતમાં પાટણની સીટ મહત્વની છે. ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર ભાજપના ઉમેદવાર ભરતસિંહ ઠાકોર અને કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર વચ્ચે સીધી લડાઈ છે, સમાજમાં ચંદનજી ઠાકોર પ્રભુત્વ ધરાવે છે. અહીં ભાજપ માટે સિદ્ધપુર, ચાણસ્મા, અને ખેરાલુ ગઢ છે તો રાધનપુર અને પાટણ પડકાર છે. અહીં વડગામમાં ક્ષત્રિય અને લઘુમતી, દલિત પ્રભુત્વ ધરાવે છે, તો ક્ષત્રિય આંદોલનની અસર કેવી રહેશે એ પણ આ બેઠકને સૌથી વધારે અસર કરશે. ચંદનજી ઠાકોર એ જાયન્ટ કિલર ગણાય છે. જેઓએ એક સમયે બળવંતસિંહ રાજપૂતને સિદ્ધપુરમાંથી હરાવ્યા હતા. સિદ્ધપુર ભલે ભાજપનો ગઢ કહેવાતી પણ ચંદનજી ઠાકોરનો પણ અહીં એટલો જ દબદબો છે. ચંદનજી ઠાકોર ભાજપ માટે મુસિબતનું કારણ બની શકે છે.

  • ક્ષત્રિયો આ બેઠક પર ભાજપને નડશે

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    8 . સુરેન્દ્રનગર : ગુજરાતમાં સૌથી વધારે વિવાદ છે એ બેઠકમાં સુરેન્દ્રનગર બેઠકનો સમાવેશ થાય છે. સુરેન્દ્રનગરની બેઠક પર તળપદા કોળી અને ચુંવાળીયા કોળી જ્ઞાતિનો દબદબો રહે છે. સ્થાનિકોની માંગ તળપદા કોળી ઉમેદવારની હતી, પણ ભાજપે હળવદના ચુંવાળીયા કોળી ચંદુભાઈ શિહોરને ઉમેદવાર બનાવ્યા. સામે કોંગ્રેસે ઋત્વિક મકવાણાને ટિકિટ આપી જે તળપદા કોળી સમાજના છે. અહીં સાડા ચાર લાખ કોળી મતદારમાં તળપદાનો હિસ્સો ત્રણ લાખ જેવો છે. આ સિવાય ક્ષત્રિયનો ભાજપ સામે વિરોધ પણ અહીં મતદાન માટે મહત્ત્વનું પરિબળ રહેશે. સુરેન્દ્રનગરમાં હાલમાં ભાજપ સામે કોંગ્રેસનું પલડું ભારે બન્યું છે કારણ કે ક્ષત્રિય વિવાદ અને કોળી સમાજ સામે મંત્રી કનુભાઈના નિવેદનને કારણે કોળી સમાજ લાલઘૂમ છે. આ બેઠક પર આ બંને જ્ઞાતિઓનું જબરદસ્ત પ્રભુત્વ છે. ભાજપ વિરુદ્ધમાં અહીં જ્ઞાતિવાદ ચાલ્યો તો ચંદુ શિહોરાને ભારે પડશે. સાથે પ્લસ પોઈન્ટ એ છે કે અહીં ચુંવાળિયા જ્ઞાતિના ઉમેદવાર વિજેતા થતા આવ્યા છે. ચંદુ શિહોરાને જ્ઞાતિ સમીકરણોને આધારે ટિકટ અપાઈ છે. 

    સાબરકાંઠામાં સ્થાનિક નારાજગી..

    7. સાબરકાંઠા : ઉત્તર ગુજરાતની આ બેઠક પર ઠાકોર અને આદીવાસી સમાજનો દબદબો છે. ભાજપે અહીં ઉમેદવાર બદલ્યા છતાં મામલો તંગ બની ગયો હતો. આ સીટ પર સૌથી વધારે ભાજપે ધ્યાન આપવાની જરૂર પડી છે.  સાબરકાઠામાં ભીખાજી ઠાકોરનાં બદલે કોંગ્રેસમાંથી શિક્ષિકા શોભના બારૈયાના નામની જાહેરાત થતાં ભીખાજી ઠાકોરના ટેકેદારોએ વિરોધ કર્યો હતો. આ બેઠક પર કોંગ્રેસે પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરીને ઉમેદવાર બનાવ્યા છે. આ સિવાય ઇડર-વડાલી વિસ્તાર આ બેઠકમાં સૌથી મહત્ત્વનો છે. અહીં ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરા સામે ઉગ્ર વિરોધ છે, જેની અસર લોકસભાના મતદાનમાં જોવા મળે તેવી શક્યતા છે. અહીં 20 ટકા ઠાકોર મતદારો છે ત્યારે ક્ષત્રિય સમાજના ભાજપ સામેનાં વિરોધની પણ અહીં અસર જોવા મળી શકે છે. તુષાર ચૌધરીને આદીવાસી મતબેંકનો પણ ફાયદો મળી શકે છે. સ્થાનિકોની નારાજગીને પગલે સાબરકાંઠા હોટ બેઠક બની છે પણ એ ના ભૂલો કે ભાજપ અહીં વન વે વિજેતા બનતું આવ્યું છે. 
     

  • 6. ગેનીબેન ઠાકોર મજબૂત નેતા કેમ..
    બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર હાલ લોકસભાની 2024 ની ચૂંટણીમાં કોંગ્રેસના સૌથી મજબૂત ઉમદેવાર તરીકે જોવા મળ્યા છે. બનાસની બેન તરીકે ઓળખાતા ગેનીબેનને પ્રચંડ સમર્થન મળી રહ્યું છે. ત્યારે ગેનીબેનનું પલડુ આ ચૂંટણીમાં કેટલું ભારે છે તેના પર એક નજર કરીએ તો, ગેનીબેન ઠાકોર છેલ્લા 28 વર્ષથી રાજકારણમાં સક્રિય છે. તાલુકા પંચાયતના પ્રમુખથી લઈને બે વખત વાવના ધારાસભ્ય રહી ચૂક્યા છે. જેથી પાર્ટીએ હવે તેમને લોકસભામાં ટિકિટ આપી છે. ગેનીબેન હંમેશા લોકો વચ્ચે રહેતા હોવાથી લોકો તેમને અસાનીથી મળી શક્તા હોવાથી મતદારોનો તેમની પ્રત્યે વિશેષ ઝુકાવ જોવા મળે છે. આ સામે ભાજપે રેખાબેન ચૌધરીને ઉભા રાખ્યા છે. એમને શંકર ચૌધરીનો સીધો સપોર્ટ મળી રહ્યો છે. બનાસકાંઠા એ ભાજપ અને કોંગ્રેસ બંનેનો ગઢ ગણાય છે. ભાજપે અહીં આર યા પારની લડાઈ લડી લેવાનો નિર્ણય કર્યો છે. રેખાબેન ચૌધરી એ કદાવર નેતા છે. ભાજપે અહીં સૌથી વધારે ઓપરેશન લોટસ ચલાવ્યું છે અને કોંગ્રેસના કદાવર નેતાઓને ભાજપમાં લીધા છે.  ગેનીબેન રાજકારણના અખંડ ખેલાડી તો સામે પક્ષે રેખાબેન માટે રાજકારણ નવું સોપાન છે. ગુજરાતના કદાવર નેતા શંકર ચૌધરીને 2017માં ગેનીબેન હરાવતા વર્ષ 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં શંકર ચૌધરીએ વાવ સીટ બદલીને થરાદ ઉપરથી લડવું પડ્યું હતું. ગેનીબેન જાતિવાદી રાજકારણ ન કરતા હોવાથી અન્ય સમાજના લોકો નો તેમની ઉપર વિશ્વાસ છે. 

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    પોરબંદર પર દેશના આરોગ્યમંત્રીનું ભવિષ્ય દાવ પર...

    5. પોરબંદર : ગુજરાતની પોરબંદર બેઠક પર દેશભરની નજર છે અહીંથી મોદી સરકારના આરોગ્યમંત્રી ચૂંટણી લડી રહ્યાં છે. ગુજરાતમાં ભાજપે 26માંથી 26 બેઠકો 5 લાખની લીડથી જીતવાનો ટાર્ગેટ મૂક્યો છે. ભાજપે માંડવિયાની જીત માટે ઓપરેશન લોટસ અંતર્ગત અર્જુંન મોઢવાડિયાને લઈને મહેર સમાજની વોટબેંક ભાજપમાં સેરવવાનો પ્રયાસ કર્યો છે પણ માંડવિયા માટે અહીંથી જીત એટલી આસાન નહીં હોય. આ બેઠક પર કોંગ્રેસે 2019 લોકસભાના ઉમેદવાર લલિત વસોયાને અહીંથી રીપિટ કર્યા છે. ગત લોકસભામાં ભાજપે રમેશ ધડૂક પર આ સીટ પર દાવ ખેલ્યો હતો. જેમાં ધડૂક અહીંથી વિજેતા બન્યા હતા. આ સીટના સમીકરણો જોઈએ તો 7 વિધાનસભા સીટો ધરાવતી આ લોકસભામાં 2 બેઠકો કોંગ્રેસ શાસિત હોવાથી ભાજપે માંડવિયાને આસાનીથી જીતાડવા માટે 2 સીટના ધારાસભ્યોને ખેલ પાડી ભાજપમાં ભેળવી લીધા છે. લોકસભા મતવિસ્તારમાં સૌથી વધુ મત લેઉવા પટેલ સમુદાયના છે. મહેર સમાજની વસ્તી બીજા નંબરે છે અને આ નિર્ણાયક છે. કોળી અને લુહાણા સમુદાયની વસ્તી ત્રીજા ક્રમે આવે છે. માંડવિયા પર બહારના વ્યક્તિનું ટેગ હોવાથી અહીં સ્થાનિક નેતાઓનું સમર્થન જરૂરી છે.

  • આપ આ સીટ પરથી ખોલવા માગે છે ખાતુ...
    4. ભરૂચ લોકસભા : ગુજરાતની ભરૂચ બેઠક આદિવાસી પ્રભુત્વવાળી છે. આ બેઠક છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમયથી ભાજપ પાસે છે. પાર્ટીના નેતા મનસુખ વસાવા છ વખત જીત્યા છે. પાર્ટીએ તેમને સાતમી વખત મેદાનમાં ઉતાર્યા છે. AAP આ સીટ કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને લડી રહી છે. 2024ની લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં રાજકોટ પછી સૌથી હોટ સીટ તરીકે ઉભરી આવી હોવાથી ભારત આદિવાસી પાર્ટી (BAP) ના રાષ્ટ્રીય કન્વીનર છોટુભાઈ વસાવાએ તેમના નાના પુત્રને મેદાનમાં ઉતારવાનું નક્કી કર્યું છે. ભરૂચમાં ભાજપે તાજેતરમાં વસાવાને જ્યારે આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને મેદાનમાં ઉતાર્યા છે. છોટુ વસાવા પોતે 2019ની ચૂંટણી લડ્યા હતા, આ વખતે તેમણે તેમના નાના પુત્રને મેદાનમાં ઉતાર્યા છે. છોટુ વસાવાના મોટા પુત્ર મહેશ વસાવા ભાજપમાં જોડાયા હતા. આ સીટ પર સૌથી વધારે રસાકસી જોવા મળી છે. આપ અહીં ગુજરાતમાં ખાતું ખોલવાની આશા રાખી છે. તો ભાજપ આપના સૂપડાં સાફ કરવા માગે છે.

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    કચ્છમાં વિનોદ ચાવડાનો દબદબો..

    3. કચ્છ : કચ્છ લોકસભા સીટમાં અબડાસા, માંડવી, ભૂજ અંજાર, ગાંધીધામ, રાપર ઉપરાંત મોરબી વિધાનસભા વિસ્તાર પણ આવી જાય છે. 2022માં વિધાનસભાની ચૂંટણી થઈ તેમાં આ સાતેય બેઠકો પર ભાજપને જીત મળી હતી. વળી કચ્છ લોકસભા સીટ પર છેલ્લી સાત ટર્મથી ભાજપનો જ વિજય થતો આવ્યો છે. કચ્છ લોકસભા બેઠક પર આ વખતે ભાજપના અનુભવી નેતાની રાજકીય લડાઈ કોંગ્રેસના નવોદિત નેતા સાથે છે. ભાજપે વિનોદ ચાવડાને ત્રીજી વખત ટિકિટ આપી છે. જ્યારે મહેશ્વરની સમાજમાંથી આવતા નિતેશ લાલન કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યાં છે. અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જબરદસ્ત ટક્કર છે. 

  • અમિત શાહનો આ સીટ પર છે દબદબો

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    2. ગાંધીનગર, ગુજરાત
    દેશના ગૃહમંત્રી અમિત શાહ અહીંથી ભાજપ વતી ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક ત્રીસ વર્ષથી ભાજપ પાસે છે. ભાજપના દિગ્ગજ નેતાઓ 1999થી અહીંથી જીતતા આવ્યા છે. 2019ની લોકસભા ચૂંટણીમાં અમિત શાહ પહેલીવાર અહીંથી લડ્યા હતા અને લગભગ સાડાપાંચ લાખ મતોથી જીત્યા હતા. તો કોંગ્રેસે આ બેઠક પરથી પાર્ટી સેક્રેટરી સોનલ રમણભાઈ પટેલને મેદાનમાં ઉતાર્યાં છે. તેઓ મુંબઈ અને પશ્ચિમ મહારાષ્ટ્રમાં પાર્ટીનાં સહ-પ્રભારી છે. તેઓ ગુજરાત મહિલા કોંગ્રેસનાં પ્રમુખ પણ રહી ચૂક્યાં છે. તેમણે કહ્યું હતું કે ભાજપના વરિષ્ઠ નેતા સામે ચૂંટણી લડવામાં તેમને કોઈ સંકોચ નથી.

    રાજકોટના રૂપાલાની આગે ભાજપને દઝાડ્યું

    1. રાજકોટઃ લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલા ગુજરાતની 26 બેઠકો પરની લડાઈ એકતરફી માનવામાં આવતી હતી, પરંતુ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાના નિવેદનને લઈને રાજ્યમાં હોળી પછી ક્ષત્રિય સમાજમાં વિરોધ અને આક્રોશ ફાટી નીકળ્યો છે. આજે આખા દેશની નજર રાજકોટ સીટ પર છે. જ્યારે ભાજપે અમરેલીના રહેવાસી પરષોત્તમ રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચી નથી ત્યારે કોંગ્રેસ પાર્ટીએ મોટો જુગાર રમતા અમરેલીના જ પરેશ ધાનાણીને રાજકોટના મેદાનમાં ઉતાર્યા છે. ધાનાણી ગુજરાતમાં વિપક્ષી નેતા રહી ચૂક્યા છે. તેમણે 2002ની વિધાનસભા ચૂંટણીમાં પણ રૂપાલાને હરાવ્યા હતા. રાજકોટમાં ધાનાણીની એન્ટ્રી બાદ હવે તમામની નજર આ બેઠક પર ટકેલી છે. ધાનાણી 2002નું પુનરાવર્તન કરશે કે રૂપાલા 22 વર્ષ પહેલા રાજકોટની લડાઈમાં મળેલી હારનો બદલો લેશે તેના પર હવે સૌની નજર છે.

  • ત્રીજા તબક્કાની ગુજરાતની હોટ સીટો પર એક નજર...
    ગાંધીનગર, રાજકોટ, ભરૂચ, કચ્છ, બનાસકાંઠા, પોરબંદર, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, આણંદ અને પાટણ. 

    વધુ વિગતો માટે લિંક પર કરો ક્લિક...ગુજરાતની 10 બેઠકો પર છે સમગ્ર દેશની નજર, ભાજપ કોંગ્રેસના આ ધુરંધરો છે મેદાને

  • કયા રાજ્યની કેટલી બેઠકો પર થશે મતદાન
    અસમની 4 બેઠક પર મતદાન થશે....
    બિહારની 5 બેઠક પર મતદાન થશે....
    છત્તીસગઢની 7 બેઠક પર મતદાન થશે....
    ગોવાની 2 બેઠક પર મતદાન થશે....
    ગુજરાતની તમામ 25 (એક બેઠક બિનહરિફ) બેઠક પર મતદાન થશે...
    કર્ણાટકની 14 બેઠક પર મતદાન થશે....
    મધ્ય પ્રદેશની 9 બેઠક પર મતદાન થશે...
    મહારાષ્ટ્રની 11 બેઠક પર મતદાન થશે...
    ઉત્તર પ્રદેશની 10 બેઠક પર મતદાન થશે...
    પશ્વિમ બંગાળની 4 બેઠક પર મતદાન થશે....
    દાદરા નગર હવેલીની 2 બેઠક પર મતદાન થશે...
    જમ્મુ અને કાશ્મીરની 1 બેઠક પર મતદાન થશે...

  • ભાજપે જીતેલી છે તમામ 26 બેઠકો
    ગુજરાતમાં લોકસભાની કુલ 26 બેઠકો છે. છેલ્લી બે લોકસભા ચૂંટણીથી ભાજપ તમામ બેઠકો પર ક્લીન સ્વીપ કરી રહ્યું છે. 2009ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 15 અને કોંગ્રેસે 11 બેઠકો જીતી હતી. કોંગ્રેસ અને AAP 2024ની લોકસભા ચૂંટણી માટે I.N.D.I.A ગઠબંધનમાં લડી રહ્યા છે. ગઠબંધનમાં કોંગ્રેસને 24 અને AAPને બે બેઠકો મળી છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોમાંથી છ અનામત છે. તેમાંથી ચાર બેઠકો અનુસૂચિત જાતિ (ST) માટે અને બે બેઠકો અનુસૂચિત જાતિ (SC) માટે અનામત છે. ભાજપ કોઈ પણ સંજોગોમાં અહીં હેટ્રીક ફટકારવા માગે છે તો કોંગ્રેસ અને આપ મળીને ભાજપની હેટ્રીકમાં ગાબડા પાડવા માગે છે.

  • આજે ત્રીજા તબક્કાનું મતદાન
    અત્રે જણાવવાનું કે ગુજરાત સહિત દેશના 10 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની 93 બેઠક માટે ત્રીજા તબક્કાનું મતદાન થશે. પહેલાં તબક્કામાં 66.14 ટકા મતદાન અને બીજા તબક્કામાં 66.71 ટકા મતદાન થયું છે. ત્યારે રાજકીય પક્ષોની સાથે સાથે ચૂંટણી પંચે પણ વધુ મતદાન થાય તે માટે તમામ પ્રયાસો કર્યા છે.... જોકે કાળઝાળ ગરમીના કારણે પહેલા બંને તબક્કાના મતદાન પર અસર થઈ છે... કાળઝાળ ગરમીની અસર મતદાન પર ન થાય તે માટે મતદારોને વહેલી સવારે મતદાન કરવાની અપીલ કરવામાં આવી છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link