Gujarat Chutani 2022: બીજા તબક્કામાં સરેરાશ 58.38 ટકા મતદાન, શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

Mon, 05 Dec 2022-6:25 pm,

Gujarat Second phase Vidhan Sabha Chunav 2022 Live Updates: ગુજરાત વિધાનસભા ચૂંટણીનું આજે બીજા તબક્કાનું મતદાન છે. પ્રથમ તબક્કામાં ગુરુવારે પહેલી ડિસેમ્બરે 89 બેઠકો માટે મતદાન થયું હતું. જ્યારે આજે 5મી ડિસેમ્બરે બીજા તબક્કામાં 93 બેઠકો માટે મતદાન છે. બીજા તબક્કામાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની બેઠકોના મતદારો પોતાના મતાધિકારોનો ઉપયોગ કરશે.


 

Latest Updates

  • ગુજરાતમાં બીજા તબક્કામાં સત્તાવાર 58.80% મતદાન
    સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ 65.84% મતદાન
    અમદાવાદમાં સૌથી ઓછું 53.57% મતદાન
    ગાંધીનગર 59.14%, પાટણ 57.28%, મહેસાણા 61.01%
    અરવલ્લી 60.18%, બનાસકાંઠામાં 65.65% મતદાન
    ખેડા 62.65%, આણંદ 59.04%, વડોદરા 58% મતદાન
    મહીસાગરમાં 54.26%, પંચમહાલમાં 62.03% મતદાન
    છોટાઉદેપુરમાં 62.04%, દાહોદમાં 55.80% મતદાન

  • અમદાવાદમાં સાજે 5 વાગ્યા સુધીના મતદાનના આંકડા
    અમરાઈવાડી - 49.68, અસારવા - 45.40, બાપુનગર -  54.96, દાણીલીમડા - 55.39, દરિયાપુર -47.14, દસક્રોઈ -64.44, ધંધુકા - 54.13, ધોળકા -57.00, એલિસબ્રીજ - 53.54, ઘાટલોડિયા - 55.04, જમાલપુર ખાડીયા -53.11, મણિનગર - 53.08, નારણપુરા - 56.53, નરોડા - 45.25, નિકોલ - 54.28, સાબરમતિ - 49.16, સાણંદ - 58.33, ઠક્કરબપા નગ- 49.36, વટવા - 52.54, વેજલપુર - 50.23, વિરમગામ - 60.31
     

  • અમદાવાદ શહેર અને જિલ્લામાં3 વાગ્યા સુધી મતદાન 44.67 ટકા મતદાન (ટકાવારીમાં)

    • COMMERCIAL BREAK
      SCROLL TO CONTINUE READING

      અમરાઈવાડી - 39.99

    • અસારવા - 42.03

    • બાપુનગર -  43.89

    • દાણીલીમડા - 41.68

    • દરિયાપુર -43.27

    • દસક્રોઈ -51.23

    • ધંધુકા - 46.04

    • ધોળકા -51.00

    • એલિસબ્રીજ - 39.30

    • ઘાટલોડિયા - 47.09

    • જમાલપુર ખાડીયા - 41.75

    • મણિનગર - 42.94

    • નારણપુરા - 43.08

    • નરોડા - 40.21

    • નિકોલ - 45.95

    • સાબરમતિ - 42.22

    • સાણંદ - 54.81

    • ઠક્કરબપા નગર - 38.85

    • વટવા - 41.54

    • વેજલપુર - 43.78

    • વિરમગામ - 52.35

  • વડોદરા શહેર-જિલ્લામાં બપોરે 3 વાગ્યા સુધી 49.69 ટકા મતદાન 

    • COMMERCIAL BREAK
      SCROLL TO CONTINUE READING

      અકોટા 43.69

    • સયાજીગંજ 44.21

    • ડભોઇ  56.28

    • શહેર વાડી 44.46

    • વાઘોડીયા 54.93

    • સાવલી 59.55

    • રાવપુરા 44.08

    • પાદરા 57.57

    • માંજલપુર 43.46

    • કરજણ 55.47

  • બપોરે 3 વાગ્યા સુધીમાં સરેરાશ 50.51 મતદાન
    ચૂંટણીપંચના આંકડા પ્રમાણે બપોરે 3 વાગ્યા સુધીમાં સરેરાશ 50.51 મતદાન નોંધાયું છે. અમદાવાદમાં બપોરે ત્રણ વાગ્યા સુધીમાં 44.67 ટકા મતદાન નોંધાયું છે.

  • બપોરેના 3 વાગ્યા સુધીમાં સરેરાશ 50.51 ટકા મતદાન
    ગુજરાતમાં બીજા તબક્કામાં સરેરાશ 50.51 ટકા મતદાન નોંધાયું છે. સૌથી વધુ મતદાન સાબરકાંઠામાં 57.23 ટકા નોંધાયું છે. જ્યારે સૌથી ઓછું મતદાન અમદાવાદમાં 44.67 ટકા મતદાન નોંધાયું છે. 

  • ડીસામાં વેન્ટિલેટર પર રહેલા દર્દીએ કર્યું મતદાન
    ડીસામાં વેન્ટિલેટર ઉપર રહેલા 80 વર્ષીય દર્દી તીરથભાઈ ખત્રીએ મતદાન કરવાની જીદ કરતા તેમને એમ્બ્યુલન્સમાં મતદાન કેન્દ્ર ઉપર લાવાયા. વેન્ટિલેટર પર રહેલા દર્દીએ મતદાન કરીને અનોખી મિસાલ પૂરી પાડી. 

  • વડોદરા: રેલવે ગોદી વિસ્તારમાં મતદાનનો બહિષ્કાર
    વડોદરાના ગોદી વિસ્તારમાં પાણીની સમસ્યાને લઈને 300 લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. પાણી નહીં તો વોટ નહીંના સ્થાનિકોએ સૂત્રોચ્ચાર કર્યા. રહીશોનો આક્ષેપ છે કે અહીં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા છે. 
     

  • ઈરફાન-યુસુફ પઠાણે કર્યું મતદાન
    ક્રિકેટર બંધુઓ ઈરફાન પઠાણ અને યુસુફ પઠાણે સહપરિવાર સાથે મતદાન કર્યું. ઈરફાન અને યુસુફ પઠાણે કહ્યું કે કઈ પણ હોય પણ અમે પરિવાર સાથે મતદાન કરવા માટે અવશ્ય આવીએ છીએ. તેમણે લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ પણ કરી. 

  • બપોરે 1 વાગ્યા સુધીમાં 34.74 ટકા મતદાન
    સવારે લાંબી લાંબી કતારો બાદ હવે મતદાન મથકો પર નિરસ વાતાવરણ જોવા મળી રહ્યું છે. છેલ્લે મળતી માહિતી મુજબ બપોરે એક વાગ્યા સુધીમાં 34.74 ટકા મતદાન થયું છે. સૌથી વધુ સાબરકાંઠામાં 39.73 ટકા જ્યારે સૌથી ઓછું મહિસાગરમાં 29.72 ટકા મતદાન નોંધાયુ છે. 
     

  • AAP નેતા ઈસુદાન ગઢવીનો મોટો દાવો
    આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ચહેરા ઈસુદાન ગઢવીએ અમદાવાદના બોપલના ઘૂમા વિસ્તારમાં મતદાન કર્યું. તેમણે મતદાન બાદ મોટો દાવો કર્યો. ઈસુદાન ગઢવીએ કહ્યું કે પાર્ટીને બીજા તબક્કામાં ઓછામાં ઓછી 52 બેઠક મળશે. જો કે પહેલા તબક્કાના મતદાનમાં પણ પાર્ટીને 51 બેઠકો મળવાનો દાવો ઈસુદાન ગઢવીએ કર્યો. 

  • હીરાબાએ રાયસણમાં કર્યું મતદાન
    પીએમ મોદીના માતા હીરાબાએ ગાંધીનગરના રાયસણમાં મતદાન કર્યું. 

  • 11 વાગ્યા સુધીમાં 19.17 ટકા મતદાન
    બીજા તબક્કામાં ગુજરાતભરમાંથી 11 વાગ્યા સુધીમાં સરેરાશ 19.17 ટકા મતદાન નોંધાયું છે. સૌથી વધુ મતદાન છોટાઉદેપુરમાં 23.35 ટકા મતદાન જ્યારે સૌથી ઓછું મતદાન અમદાવાદમાં 16.95 ટકા મતદાન નોંધાયું છે. 

  • અમિત શાહે પરિવાર સાથે મતદાન કર્યું
    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પત્ની, પુત્ર જય અને પુત્રવધૂ સાથે નારણપુરાના કામેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં આવેલી સબ ઝોનલ ઓફિસમાં મતદાન કરવા પહોંચ્યા. શંકરસિંહ, આનંદીબેન પટેલ અને એલિસબ્રિજના ભાજપના ઉમેદવાર અમિત શાહે પરિવાર સાથે મતદાન કર્યું. શંકરસિંહ વાઘેલાએ અમદાવાદમાં મતદાન કર્યું  જ્યારે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે અમદાવાદના નરોડા ખાતે મતદાન કર્યુ અને મતદાન બાદ જગદિશ ઠાકોરે જીતનો દાવો કર્યો.

  • કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે નડિયાદમાં કર્યું મતદાન
    કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે પોતાના પરિવાર સાથે નડિયાદ ખાતે મતદાન કર્યું. વીવીઆઈપી હોવા છતાં લાઈનમાં ઊભા રહ્યા અને મતદાન કર્યું. શંકરસિંહ વાઘેલાએ પ્રધાનમંત્રીને પર કરેલી ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે શંકરસિંહ વાઘેલા જાહેર જીવનના સિનિયર વ્યક્તિ છે. ભાજપ મોટા પ્રમાણમાં સીટ મેળવશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. 

  • Anand માં બીમાર મહિલા મતદાર એમ્બ્યુલન્સમાં મત આપવા પહોંચ્યા
    આણંદમાં મતદાનનું મૂલ્ય સમજાવવાનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. વયોવૃદ્ધ પથારીવશ વૃદ્ધાએ મતદાનમાં ઉત્સાહ દાખવી મિસાલ કાયમ કરી. એમ્બ્યુલન્સમાં મહિલા મતદાર મતદાન મથક પહોંચ્યા. બીમાર અને પથારીવશ હોવા છતાં મતદાન મથક પહોંચી મતદાન કર્યું. 

  • PM Modi એ મતદારોનો માન્યો આભાર
    મતદાન બાદ પીએમ મોદીએ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, લોકતંત્રના ઉત્સવ માટે દેશના નાગરિકોનું હૃદયપૂર્વક અભિનંદન આપુ છું. હું ચૂંટણી પંચને પણ અભિનંદન આપુ છું કે, તેઓએ શાનદાર રીતે સમગ્ર વિશ્વને ભારતના લોકતંની પ્રતિષ્ઠા વધે તે રીતે ચૂંટણીનું સંચાલન કરવાની મહાન પરંપરાને વિકસાવી છે. તેનુ ઉદાહરણ આ ચૂંટણીમાં જોવા મળ્યું. તેથી હું ચૂંટણી પંચનું હૃદયપૂર્વક અભિનંદન કરું છું. ગુજરાતના મતદારોનો આભાર માનું છું કે તેઓએ આ લોકતંત્રના ઉત્સવને આનબાનશાન સાથે ઉજવ્યો. ઉત્તમ પ્રકારે ચર્ચા કરી. ગુજરાતની જનતામાં વિવેક છે, તે સાંભળે બધાનું છે, અને જે સાચુ છે તે સ્વીકારવાનો ગુજરાતનો સ્વભાવ છે. તે મુજબ ભારે માત્રામાં મતદાન કરી રહ્યાં છે. તમે સૌને આભાર. 

  • સયાજીગંજ બેઠકના AAP ઉમેદવાર વિવાદમાં
    વડોદરાની સયાજીગંજ બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર સ્વેજલ વ્યાસ વિવાદમાં સપડાયા છે. તેમણએ પોતાના વોટ્સએપ સ્ટેટસમાં EVM માં મતદાન કરતો વીડિયો મુકતા વિવાદ થયો છે. ઉમેદવારે મતદાર તેમને પોતાને મતદાન કરતો હોય તેવો વીડિયો સ્ટેટસમાં મૂક્યો છે. સ્વેજલ વ્યાસ પર આચારસંહિતા અને મતદાન ગુપ્તતાનો ભંગ કર્યાનો આક્ષેપ લાગ્યો છે. 

  • ધીમી ગતિએ થઈ રહ્યું છે મતદાન
    સવારે 9 વાગ્યા સુધીમાં ગુજરાતની 93 બેઠકો પર સરેરાશ 4.63 ટકા મતદાન નોંધાયુ છે. 

  • પીએમ મોદીએ રાણીપમાં કર્યું મતદાન
    પીએમ મોદીએ રાણીપ ખાતે નિશાન શાળામાં મતદાન કર્યું. પીએમ મોદીએ રાણીપ ખાતે નિશાન શાળામાં મતદાન કર્યું. ત્યારબાદ મોટાભાઈ સોમાભાઈ મોદીને મળવા માટે નીકળ્યા. 

  • પીએમ મોદી મતદાન કરવા માટે પહોંચ્યા
    પીએમ મોદી રાણીપમાં મતદાન કરવા માટે પહોંચ્યા છે. અહીં તેઓ રાણીપની નિશાન શાળામાં મતદાન કરશે. પીએમ મોદીના માતા હીરાબા રાયસણ ગામ ખાતે મતદાન કરશે. 

  • વડોદરામાં પુરુષ મતદારોએ મચાવ્યો હોબાળો
    વડોદરામાં સરસ્વતી સ્કૂલમાં મતદારોએ હોબાળો મચાવ્યો. મતદારો એક કલાકથી લાઈનમાં ઊભા રહ્યા હોવા છતાં તેમનો નંબર આવતો નથી એવો તેમનો આક્ષેપ છે. ત્રણ મહિલા અને એક પુરુષને મતદાન કરવા માટે જવા દેવામાં આવતા હોવાથી પુરુષ મતદારો રોષે ભરાયા છે. પુરુષ મતદારોએ કહ્યું કે આવી વ્યવસ્થાના કારણે અમે હેરાન થઈ રહ્યા છે. સરસ્વતી સ્કૂલમાં ઈવીએમ ખોરવાયાનો મામલો પણ સામે આવ્યો છે. અડધો કલાક મશીન બંધ રહેતા લોકો રોષે ભરાયા. 

  • મોડાસા અને પાદરામાં સહિત અનેક ઠેકાણે EVM બગડ્યા
    મોડાસામાં શીકા મતદાન મથકે EVM બગડ્યું છે જ્યારે પાદરામાં મતદાન મથક 101 પર ઈવીએમ બગડ્યું છે. હજું મતદાન શરૂ થયું નથી. બીજી બાજુ દાહોદમાં દેવગઢ બારીયાના સેવાનીયાના ફૂલપુરા ગામે ઈવીએમ ખોટકાયું છે. બનાસકાંઠાના વાવના મીઠાવી ચારણ ખાતે જે ઈવીએમ ખોટકાયું હતું તે હવે કાર્યરત થઈ ગયું છે. 

  • નારણપુરામાં EVM ખોટકાયું
    નારણપુરામાં ગુજરાતી શાળા નંબર 4માં EVM માં એરર આવી ગઈ છે. ફરજ પર હાજર સ્ટાફ EVM કાર્યરત કરવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. 
     

  • 8ના ટકોરે મતદાન શરૂ
    ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદાન મથકોની બહાર મતદાન માટે લાંબી લાઈનો લાગી છે. 

  • પીએમ મોદીની મતદારોને અપીલ
    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને મતદારોને મતદાન કરવાની અપીલ કરી. પીએમ મોદીએ કહ્યું કે સૌ નાગરિકોને ખાસ કરીને યુવા તથા મહિલા મતદારોને અચૂક મતદાન કરવા માટે અનુરોધ કરું છું. 

  • અમિત શાહે મતદારોને કરી અપીલ
    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું કે આ તબક્કાના તમામ મતદારોને ખાસ કરીને યુવાઓને અપીલ કરું છું કે ગુજરાતમાં શાંતિ અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરતી સરકારને પ્રચંડ બહુમતીથી વિજયી બનાવવા વિક્રમજનક સંખ્યામાં મતદાન કરીએ.

  • 2,52,58,730 મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ
    બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠકો માટે મતદાન થશે. કુલ  2,52,58,730 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 13319 મતદાન મથકો પર વેબ કાસ્ટિંગ થશે. બીજા તબક્કાના મતદાનની કામગીરી માટે એક લાખથી વધુ કર્મચારીઓ રોકાયેલા છે. સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થઈ શકશે. 

  • ઉત્તર-મધ્ય ગુજરાતમાં મતદાન
    આજે બીજા તબક્કામાં જે 93 બેઠકો માટે મતદાન થશે તેમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાઓનો સમાવેશ થાય છે. ઉત્તર ગુજરાતની 32 બેઠકો અને મધ્ય ગુજરાતની 91 બેઠકો માટે મતદાન છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link