PM Modi Mother health LIVE Update : હીરાબા સ્વાસ્થયના ખબરઅંતર પૂછીને પીએમ મોદી દિલ્હી જવા રવાના થયા
PM Modi Mother Health Update : પ્રધાનમંત્રી મોદીના માતૃશ્રી હીરાબાની તબિયતમાં સુધારો...અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલે હેલ્થ બુલેટિન જાહેર કરી આપી જાણકારી...
PM Modi Mother health LIVE Update : દેશના પીએમ નરેન્દ્ર મોદીના માતા હીરાબાની તબિયત નાદુરસ્ત થતાં યુએન મહેતા હોસ્પિટલમાં એડમિટ કરાયા છે. પીએમ મોદીના માતા 100 વર્ષના છે. મોદી ગુજરાતમાં આવે ત્યારે માતાને મળવા માટે અચૂક જાય છે આજે હીરાબાના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચાર સાંભળી પીએમ મોદી તાત્કાલિક ગુજરાત આવવા રવાના થયા હતા. તેઓ અમદાવાદ પહોંચી ગયા હતા. તેમણે હીરાબાના સ્વાસ્થય વિશે તબીબો પાસેથી માહિતી મેળવી હતી. જો કે હીરાબાની તબિયત સારી અને સુધારા પર હોવાનું સામે આવ્યું છે. હોસ્પિટલ તરફથી આ માહિતી બુલેટિન બહાર પાડીને આપવામાં આવી છે. હીરાબાને આજે સવારે સામાન્ય બ્લડપ્રેશરની તકલીફના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લગભગ દોઢ કલાક હોસ્પિટલમાં રોકાયા બાદ પીએમ મોદી દિલ્હી જવા રવાના થયા હતા.
આ પહેલાં 2016માં PM નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાની તબિયત લથડી હતી. તેમને 108 બોલાવી ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. એટલું જ નહિ, હોસ્પિટલના જનરલ વાર્ડમાં તેમની તપાસ સામાન્ય દર્દીઓની જેમ જ થઈ હતી. તેમને 108માં તેના કર્મચારીઓ સ્ટ્રેચર પર સૂવડાવીને હોસ્પિટલ લઈ ગયા હતા અને જનરલ વોર્ડમાં જ દાખલ કરાયાં હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબા 18 જૂને 100 વર્ષનાં થયાં હતાં. તેમનો જન્મ 18 જૂન 1923ના રોજ થયો હતો. વડાપ્રધાન મોદી 18 જૂને માતા હીરાબાને સવારે તેમના ગાંધીનગરના નિવાસસ્થાને મળ્યા હતા અને મા સાથે 45 મીનિટ બેઠા હતા. આ અંગે સમાચાર મળતાં જ અમદાવાદના અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા અને દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન યુ.એન. મહેતા હોસ્પિટલ પહોંચ્યાં છે.
Latest Updates
વડાપ્રધાન પીએમ મોદીએ માતા હીરાબાના સ્વાસ્થ્ય અંગે તબીબો પાસેથી માહિતી મેળવી હતી. તેમણે લગભગ દોઢ કલાક જેટલો સમય યુએન હોસ્પિટલમાં વિતાવ્યો હતો. જેના બાદ તેઓ દિલ્હી જવા રવાના થયા હતા
પીએમ મોદીએ યુએન મહેતા હોસ્પિટલમાં તબીબો સાથે ચર્ચા કરી હતી. ત્યારે હોસ્પિટલની અંદરના ફૂટેજ સામે આવ્યા છે.
હીરાબાની તબિયત સુધારા પર હોવાથી પીએમ નરેન્દ્ર મોદી એકથી દોડ કલાકમાં પરત દિલ્લી જવા રવાના થઇ શકે છે
હોસ્પિટલ પહોંચીને સૌથી પહેલા પીએમ મોદીએ માતા હીરાબાના તબિયત વિશે તબીબો પાસેથી માહિતી મેળવી હતી. તેઓએ હોસ્પિટલમાં ખાસો સમય વિતાવ્યો હતો. જેના બાદ તેઓ હોસ્પિટમાંથી રવાના થયા હતા. તેઓ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે તેમના ચહેરા પર ચિંતા દેખાઈ હતી. તેઓ પોતાના માતાને લઈને કેટલા ચિંતિત છે તે તેમના ચહેરા પર સ્પષ્ટપણે દેખાયુ હતું. પ્રધાનમંત્રી પહોંચ્યાના 20 મિનિટ બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હોસ્પિટલમાંથી નીકળ્યા હતા. ત્યારે પ્રધાનમંત્રી હોસ્પિટલમાં રાત રોકાણ કરે તેવી શક્યતા છે.
હીરાબાની નાતંદુરસ્ત તબિયતને લઈ વડનગર હાટકેશ્વર મંદિરમાં પૂજા કરાઈ. હીરાબાના દીર્ઘ આયુષ્ય માટે લઈ રુદ્રાભિષેક, રુદ્રિય પાઠ કરાયો. હાટકેશ્વર મંદિરમાં ભક્તો દ્વારા સતત હીરાબાના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યું છે. ભૂદેવો દ્વારા હીરાબા સ્વસ્થ થઈ પરત ફરે તેવી ભગવાન હાટકેશ્વરને કરાઈ પ્રાર્થના
પ્રધાનમંત્રી PM મોદી અમદાવાદ એરપોર્ટથી સીધા યુએન મહેતા હોસ્પિટલ પહોંચ્યા. તેમનો કાફલો હોસ્પિટલ પહોચ્યો. નિયમિત કોન્વોય કરતા પીએમનો કોન્વોય સંપૂર્ણ અલગ હતો. અણધારી મુલાકાત હોવાથી કોન્વોયની રેન્જરોવર કારના બદલે બીએમડબલ્યુ કાર લાવવામાં આવી
કેબિનેટ બ્રીફીંગ મોકૂફ... અનિવાર્ય સંજોગોના કારણે આજે 4.00 કલાકે યોજાનાર કેબિનેટ પ્રેસ બ્રિફિંગ મોકૂફ રાખવામાં આવી...
હીરાબાને દાખલ કરવામાં આવતા જ પ્રધાનમંત્રી અમદાવાદ આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર તેમનુ આગમન થઈ ગયું છે. ત્યારે તેઓ અહીંથી સીધા હોસ્પિટલ જવા રવાના થશે તેવી શક્યતા છે
પ્રધાનમંત્રીના આગમન પહેલા મુખ્ય સચિવ પંકજકુમાર, ડીજીપી અને પોલીસ કમિશનર ગુજસેલ પહોંચ્યા છે. તો બીજી તરફ, રાહુલ ગાંધીએ પણ હીરાબા વિશે ટ્વીક કરી કે, એક માતા અને દીકરાની વચ્ચેનો પ્રેમ અનંત અને અનમોલ છે. મોદીજી, આ કપરા સમયમાં મારો પ્રેમ અને સમર્થન તમારી સાથે છે. હું આશા કરુ છું કે, તમારા માતાજી જલ્દીમાં જલ્દી સાજા થઈ જાય. પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ ટ્વીટ કરી કે, પ્રધાનમંત્રી મોદીના માતાના અસ્વસ્થ થવાના સમાચાર પ્રાપ્ત થયા. આ ઘડીમાં અમે સૌ એમની સાથે છીએ. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તેઓ જલ્દીથી સ્વસ્થ થાય.
PM માટે નો મોટો કોનવોય ગુજસેલ પહોંચ્યો. તો બીજી તરફ હીરાબાના ખબર અંતર પૂછવા માટે અનેક નેતાઓ પહોંચ્યા...આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી, ધારાસભ્ય દર્શના વાઘેલા, કૌશિક વ્યાસ પણ હોસ્પિટલ પહોંચ્યા...મુખ્ય સચિવ પંકજ કુમાર ગુજસેલ પહોંચ્યા
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ ટ્વીટ કરી કે, વડાપ્રધાન શ્રીના માતૃશ્રી પૂ.હીરાબા અસ્વસ્થ હોવાના સમાચાર મળ્યા. પૂ.હીરાબા ઝડપથી સ્વસ્થ થઈને ઘરે પરત ફરે તેવી ઈશ્વરને પ્રાર્થના.
PM મોદીના માતૃશ્રીના ખબર અંતર પૂછવા માટે મુખ્યમંત્રી પહોંચ્યા યુ.એન.મહેતા હોસ્પિટલ...થોડીવારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીથી ગુજરાત આવવા નીકળશે તેવુ જાણવા મળ્યું છે, સાથે જ તેઓ એક કલાક 20 મિનિટમાં ગુજરાત પહોંચી શકે છે... જેના બાદ તેઓ હોસ્પિટલમાં જશેય.. રાજભવનમાં કરી શકે છે રાત્રી રોકાણ...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માતા હીરાબાને મળવા ગુજરાત આવતા હોઈ અમદાવાદ એરપોર્ટ પર ચહલપહલ વધી છે. VVIP મુવમેન્ટને લઈને એરપોર્ટ પર પોલીસની હલચલ તેજ બની છે. પોલીસ અધિકારીઓ અને બૉમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ ગુજસેલ ટર્મિનલ ખાતે પહોંચ્યા
અમદાવાદમાં નો ડ્રોન ફ્લાય ઝોનનું જાહેરનામું : વડાપ્રધાન મોદી અમદાવાદ આવી રહ્યા હોવાથી પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે. સૂત્રો મુજબ એવું પણ જણાવાઈ રહ્યું છે કે બપોર બાદ વડાપ્રધાન મોદી અમદાવાદ માતાની ખબર પૂછવા માટે આવી રહ્યાં છે. અમદાવાદમાં પોલીસ દ્વારા વડાપ્રધાનના આગમનને લઈને નો ડ્રોન ફ્લાય ઝોનનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
હીરાબાની તબિયત હાલ સુધારા પર છે, પરંતું પીએમ મોદી તેમના માતાને આજે મળવા માટે ગુજરાત આવી શકે છે... માતા હીરા બા ને મળવા આવી શકે છે... રાજભવન ખાતે કરી શકે છે રોકાણ
હીરાબાને હોસ્પિટલમાં દાખલ કરાતા સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ યુએન મહેતા હોસ્પિટલ જવા નીકળી ગયા છે. આ પહેલાં બોમ્બ સ્કવોર્ડ પણ તપાસ માટે પહોંચી છે. હીરાબાને યુ.એન મહેતા હોસ્પિટલમાં દાખલ કર્યાની જાણ થયા બાદ દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન, અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા અહીં પહોંચ્યા હતા. આ ઉપરાંત અધિકારીમાં કે.કૈલાસનાથન સહિત પોલીસબેડાના ઉચ્ચ અધિકારીઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા.
PM નરેન્દ્ર મોદીના માતા હીરાબાની તબિયત હાલ સુધારા પર છે. આ અંગે યુએન મહેતા હોસ્પિટલ દ્વારા હેલ્થ બુલેટિન બહાર પાડવામાં આવ્યું છે.