PM Modi Mother Heeraben Last Rites: પંચમહાભૂતમાં વિલિન થયા હીરાબા, PM મોદી સહિત પુત્રોએ આપ્યો અગ્નિદાહ

Fri, 30 Dec 2022-10:57 am,

Live Updates PM Modi Mother Heeraben funeral: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું નિધન થયું છે. બુધવારે તેમની તબિયત ખરાબ હોવાના કારણે તેમને અમદાવાદની યુ એન મહેતા ઈન્સ્ટીટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Live Updates PM Modi Mother Heeraben funeral: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું નિધન થયું છે. બુધવારે તેમની તબિયત ખરાબ હોવાના કારણે તેમને અમદાવાદની યુ એન મહેતા ઈન્સ્ટીટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. પીએમ મોદીએ માતાના નિધન પર ટ્વીટ કરીને લખ્યું કે શાનદાર શતાબ્દીનું ઈશ્વર ચરણોમાં વિરામ...મા મે હંમેશા તે ત્રિમુર્તિની અનુભૂતિ કરી છે જેમાં એક તપસ્વીની યાત્રા, નિષ્કામ કર્મયોગીનું પ્રતિક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવન સમાહિત રહ્યું છે. હું જ્યારે તેમને 100માં જન્મદિવસ મળ્યો તો તેમણે એક વાત કરી હતી જે હંમેશા યાદ રહે છે કે બુદ્ધિથી કામ લો, પવિત્રતાથી જીવો. એટલે કે કામ કરો બુદ્ધિથી અને જીવન જીવો શુદ્ધિથી. હીરાબાના નિધનથી શોકનો માહોલ છે. 



Latest Updates

  • પ્રિયંકા ગાંધીએ કર્યું ટ્વીટ
    પ્રિયંકા ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન મોદીની માતાના નિધનના દુઃખદ સમાચાર મળ્યા. ભગવાન દિવંગત આત્માને પાવન ચરણોમાં સ્થાન આપે. મોદીજી અને તેમના પરિવારના સભ્યો દુઃખની આ ક્ષણોમાં હિંમત આપે. 

  • CM ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો
    નરેન્દ્રભાઈ મોદીના માતા પૂજ્ય હીરાબાના નિધનથી ખૂબ જ દુઃખ થયું. હીરાબા ઉદારતા, સાદગી, સખત પરિશ્રમ અને જીવનના ઉચ્ચ મૂલ્યોના પ્રતિક હતા. હું પ્રાર્થના કરું છું કે ભગવાન તેમના આત્માને શાંતિ આપે.

  • પીએમ મોદીએ આપી સૂચના
    પીએમ મોદીએ તમામ ભાજપ મુખ્યમંત્રીઓ, કેબિનેટ મંત્રી, અને વિપક્ષના નેતાઓને કહ્યું કે આ દુ:ખની ઘડીમાં તમે ભાવનાઓ વ્યક્ત કરી, તેમના માટે આબાર પરંતુ તમે  બધા તમારા પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ ચાલુ રાખો

  • RSS એ પણ ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું
    રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અધિકૃત ટ્વીટર હેન્ડલથી ટ્વીટ કરીને કહેવાયું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના પૂજનીય માતાજી હીરાબાના નિધનથી એક તપસ્વી જીવન પૂર્ણ થઈ ગયું. આ દુ:ખદ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તમામ સ્વયંસેવક પોતાની શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. 

  • અંતિમ સંસ્કારમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત મહાનુભવો હાજર રહ્યા
    પીએમ મોદીના માતા હીરાબાના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર ગાંધીનગરના સેક્ટર 30 ખાતે સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા. સીએમ ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, કુંવરજી બાવળિયા, શંકરસિંહ વાઘેલા, પ્રફૂલ પાનસેરિયા, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના નેતાઓ હાજર રહ્યા. 

  • અનંત યાત્રાએ નીકળ્યા હીરાબા

  • પીએમ મોદીએ આપ્યો અગ્નિદાહ
    પીએમ મોદીના માતા હીરાબાના પાર્થિવ દેહને પીએમ મોદી સહિત તેમના પુત્રોએ ભારે હૈયે અગ્નિદાહ આપ્યો. 

  • તાજેતરમાં જ પીએમ મોદીએ કરી હતી માતા સાથે મુલાકાત
    ગત 4 ડિસેમ્બર, 2022ના રોજ પ્રધાનમંત્રી મોદીએ માતા સાથે મુલાકાત કરી હતી. આ પહેલા પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાતે આવતાં ત્યારે ઘણી વખત વ્યસ્ત શિડ્યૂલમાંથી સમય કાઢીને માતાને મળવા અને આશીર્વાદ લેવા જતાં હતા. પીએમ નરેન્દ્ર મોદીના માતા હીરાબેનનો જન્મ 18 જૂન 1923ના રોજ થયો હતો. 18 જૂન 2022 તેમણે તેમના જીવનના 100મા વર્ષમાં પ્રવેશ કર્યો હતો.

  • પીએમ મોદીએ માતાના પાર્થિવ દેહને કાંધ પણ આપી
    હીરાબાનો પાર્થિવ દેહ સેક્ટર 30ના સ્મશાન ખાતે પહોંચ્યો. થોડીવારમાં પંચમહાભૂતમાં વિલિન થશે હીરાબા. માતાના પાર્થિવ દેહની સાથે શબવાહિનામાં પીએમ મોદી પણ બેઠા હતા. 

  • અંતિમયાત્રા સેક્ટર 30 સર્કલ પર પહોંચી
    અંતિમ યાત્રા હાલ સેક્ટર 30 સર્કલ ખાતે પહોંચી ગઈ છે. અહીં હીરાબાના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 

  • હીરાબા બધા માટે એક આદર્શ
    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના પૂજ્ય માતાજી હીરાબાના સ્વર્ગવાસની સૂચના અત્યંત દુ:ખદ છે. મા એક વ્યક્તિના જીવનના પહેલા મિત્ર અને ગુરુ હોય છે જેમને ખોવાનું દુ:ખ નિ:સંદેહ સંસારનું સૌથી મોટું દુ:ખ છે. અન્ય એક ટ્વીટમાં તેમણે લખ્યું કે હીરાબાએ જે સંઘર્ષોનો સામનો કરતા પરિવારનું પાલન પોષણ કર્યું તે બધા માટે એક આદર્શ છે. તેમના ત્યાગપૂર્ણ તપસ્વી જીવન સદા આપણી સ્મૃતિમાં રહેશે. સમગ્ર દેશ દુ:ખની આ ઘડીમાં પ્રધાનમંજ્ઞી મોદીજી અને તેમના પરિવારની પડખે છે. કરોડો લોકોની પ્રાર્થના તમારી સાથે છે. ઓમ શાંતિ. 

  • ગાંધીનગરમાં થશે અંતિમ સંસ્કાર
    પીએમ મોદીના માતા હીરાબાના અંતિમ સંસ્કાર ગાંધીનગરમાં સેક્ટર 30 ખાતે કરવામાં આવશે. અંતિમ યાત્રા શરૂ થઈ ગઈ છે. પીએમ મોદીએ માતાના પાર્થિવ દેહને કાંધ આપી. હીરાબાની વિદાયથી પીએમ મોદી અત્યંત ભાવુક થયેલા જોવા મળ્યા. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link