Vav bypoll Live Update: 3 વાગ્યા સુધીમાં 55.03 % મતદાન, ગુલાબસિંહ રાજપૂતે કહ્યું- વાવમાં ત્રીજીવાર હેટ્રિક થશે

Wed, 13 Nov 2024-3:21 pm,

વાવ વિધાનસભા બેઠક માટે યોજાયેલી પેટાચૂંટણીને લઈને આજે મતદાનનો દિવસ છે. પળે પળની અપડેટ માટે જોડાયેલા રહો ZEE24 કલાકના લાઈવ બ્લોક સાથે....

આજે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને મતદાન થઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદારો મતાધિકારનો ઉપયોગ કરી શકશે. વાવ વિધાનસભા બેઠકના વાવ,સુઈગામ અને ભાભરના 179 ગામોના 321 બુથો પર મતદાન થઈ રહ્યું છે. વાવ વિધાનસભાના 3,10,775 મતદારોમાં 1,61,293 પુરુષ મતદારો અને 1,49,387 મહિલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 

Latest Updates

  • 3 વાગ્યા સુધીમાં 55 ટકા મતદાન
    વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં સવારે સાત વાગે મતદાન શરૂ થયું અને બપોરે 3 વાગ્યા સુધીમાં 55.03 % મતદાન થયું છે. 

  • 1 વાગ્યા સુધીમાં 39.12 % મતદાન
    સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ  થયું અને હવે બપોરે એક વાગ્યા સુધી કેટલું મતદાન થયું તેના આંકડા આવી ગયા છે જે મુજબ 1 વાગ્યા સુધીમાં વાવ બેઠક માટે 39.12 % મતદાન નોંધાયું છે. 

  • ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો મોરીખા પહોંચ્યા
    વાવ વિધાન સભાની પેટા ચૂંટણીમાં બને ઉમેદવારો મોરીખા ગામે પહોંચ્યા. ભાજપના સ્વરૂપજી ઠાકોર અને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત મોરીખા પહોંચ્યા. ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને હાથ મિલાવવા હાથ લાંબાવ્યો પણ કોંગ્રેસ ઉમેદવારે હાથ ન મિલાવ્યો. બને ઉમેદવારોએ સામ સામે હાથ જોડી રામ રામ કર્યા. ગુલાબસિંહ બોલ્યા ગુલાબ ખીલશે કહી હરખાતા નજરે પડ્યા. તેમણે કહ્યું કે ત્રીજી વખત વાવમાં હેટ્રિક થશે. 

  • 11 વાગ્યા સુધીમાં  24.39% મતદાન
    મતદાન શરૂ થયે 4 કલાક સુધીના મતદાનના આંકડા આવી ગયા છે. વાવ બેઠક માટે આજે સવારે 7 વાગે મતદાન શરૂ થયું. 11 વાગ્યા સુધીમાં  24.39% મતદાન નોંધાયું છે. 

  • જનતા માટે દરવાજા ખુલ્લા રાખે તેવા ધારાસભ્ય
    વાવમાં મતદાન કરવા આવતા મતદારોને જ્યારે પૂછવામાં આવ્યું કે તમારા ધારાસભ્ય કેવા હોવા જોઈએ તો જવાબ મળ્યો કે અડધી રાતે જનતા માટે દરવાજા ખુલ્લા રાખે તેવા ધારાસભ્યને પસંદ કરીશું. 

  • નવું ઈવીએમ મૂકાયું
    વાવના ભાખરી ગામે EVM ખોટકાયું હતું જેમાં 140 મત પડ્યા હતા. તેને હવે સીલ મારીને નવું ઈવીએમ મશીન મૂકવામાં આવ્યું છે. વાવના ભાખરી મતદાન મથક-1 નું EVM ખોટકાયું હતું.  વહેલી સવારથી જ EVM ખોટવાતા મતદારોમાં આક્રોશ જોવા મળ્યો હતો. 
     

  • 9.00 વાગ્યા સુધીમાં કેટલું થયું મતદાન
    વાવ પેટા ચૂંટણી માટે થઈ રહેલા મતદાન અંગે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારે 7 વાગે મતદાન શરૂ થયું છે. સવારે 9 વાગ્યા સુધીમાં 14.25 % મતદાન નોંધાયું છે. 

  • ભાજપ ઉમેદવારે કર્યું મતદાન
    બનાસકાંઠાની વાવ બેઠક પર પેટાચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે. ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે વાવના બિયોક ગામમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. આ સાથે જ લોકોને વધુમાં વધુ વોટિંગ માટે કરી અપીલ.

  • મતદાન માટે લોકોમાં અનેરો ઉત્સાહ
    બનાસકાંઠા જિલ્લાના ૦7- વાવ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી અંતર્ગત વિવિધ 192 મતદાન મથક કેન્દ્રો પર આવેલા કુલ 321 પોલીંગ સ્ટેશન પર સવારે ૦7.૦૦ વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. વહેલી સવારે 7 વાગ્યાથી જ મતદાન માટે લોકોમાં અનેરો ઉમળકો અને ઉત્સાહ જોવા મળ્યો હતો. મતદારો વહેલી સવારથી જ મતદાન મથકો પર ઉમટયા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને વહીવટી તંત્ર દ્વારા લોકોને લોકશાહીના આ પર્વમાં વધુમાં વધુ ભાગ લઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરાઇ હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. 

  • ભાખરી ગામે ઈવીએમ ખોટકાયું
    વાવના ભાખરી ગામે EVM ખોટકાયું. વાવના ભાખરી મતદાન મથક-1 નું EVM ખોટકાયું. વહેલી સવારથી જ EVM ખોટવાતા મતદારો રાહ જોઇને બેઠા છે. 

  • મોદીસાહેબના હાથ મજબૂત કરીશું- સ્વરૂપજી ઠાકોર
    ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે પણ મતદાન પહેલા ભગવાનના દર્શન કર્યા. સ્વરૂપજી ઠાકોરે લીધા માતા-પિતાના આશીર્વાદ. લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી. મોટી લીડથી જીત થવાનો વિશ્વાસ કર્યો વ્યક્ત. કહ્યું કે "અઢારે આલમના સહકારથી મોદી સાહેબના હાથ મજબૂત કરીશુ".

  • કોંગ્રેસ ઉમેદવાર ભગવાનના શરણે, જીતનો વિશ્વાસ
    કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત પહોંચ્યા ઢીમાના ધરણીધર ભગવાનના દર્શન કરવા. ગુલાબસિંહ રાજપુતે ધરણીધર ભગવાન અને ઢીમણનાગના દર્શન કર્યા. ગુલાબસિંહ રાજપુતે લોકો વધુમાં વધુ મતદાન કરે તેવી કરી અપીલ.ગુલાબસિંહ રાજપુતે જીતનો વ્યક્ત કર્યો વિશ્વાસ.

  • કયા ઉમેદવાર ક્યાં કરશે મતદાન
    ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર પોતાના ગામ બીયોક ખાતે કરશે મતદાન. સંસદ ગેનીબેન ઠાકોર પોતાના વતન અબાસણા ગામે કરશે મતદાન. કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ થરાદના મતદાર હોવાથી પોતાને નહિ આપી શકે મત. ભાજપના સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત,અપક્ષ માવજી પટેલ સહિત 10 જેટલા ઉમેદવારોના ભાવિ આજે EVM માં થશે કેદ.
     

  • ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત
    મતદાન અંતર્ગત પ્રીસાઈડિંગ ઓફિસર 321,પોલિંગ ઓફિસર -1- 321,પોલિંગ ઓફિસર -2- 321 તેમજ મહિલા મતદાન અધિકારી -321 સહિત 1412 કર્મચારીઓ મતદાન કેન્દ્રો પર તૈનાત કરાયા છે. ચૂંટણી પ્રક્રિયાને લઇ કાયદો વ્યવસ્થા ન કથળે તે માટે 1500 સુરક્ષા કર્મીઓ રહેશે ખડેપગે. 1 એસપી, 4 ડીવાયએસપી,8 પીઆઇ અને 30 પીએસઆઇ સહીત પોલીસ કર્મીઓ રહેશે ખડેપગે. 97 જેટલાં સંવેદનસીલ મતદાન મથકો પર પોલીસના ચુસ્ત બંદોબસ્તનિ સાથે વેબ કાસ્ટિંગ કેમેરા પણ કરશે કાર્યરત. શાંતિ પૂર્ણ માહોલ મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવા ઇલેક્શન વિભાગ દ્વારા વ્યવસ્થા કરાઈ છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link