PM Modi in Gujarat Live Updates: PM મોદીનો અમદાવાદમાં રોડ શો, 50 ગાડીઓનો કાફલો ગાંધીનગર પહોંચ્યો

Tue, 09 Jan 2024-6:09 pm,

PM Modi Ahmedabad Road Show: સૌથી મોટા આર્થિક અવસર માટે ગુજરાત સજ્જ થઈ ગયું છે. પાટનગર ગાંધીનગર અને ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. ત્યારે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024 ન માત્ર ગુજરાત પણ દેશ અને દુનિયા પર અલગ જ છાપ છોડવાની છે. આજે અમદાવાદ ભારત અને UAE ની મિત્રતાની સાક્ષી પૂરશે. વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ચાર દેશનાં રાષ્ટ્રપ્રમુખ, 18 દેશનાં ગર્વનર-મંત્રીઓ તેમજ 14 દેશનાં 1 લાખ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેવાનાં છે.

PM Modi Gujarat Road Show Live: VVIP મહાનુભાવોને લઈ એરપોર્ટથી લઈ ગાંધીનગરને જોડતા રસ્તાઓ વ્યસ્ત રહેવાનાં કારણે ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અપીલ કરી છે. ત્યારે UAE ના પ્રેસિડન્ટ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન સાથે પીએમ મોદીનો આજે ભવ્ય રોડ શો યોજાવાનો છે. અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર સુધીનો તેમનો 3 કિમી લાંબો રોડ શો નીકળશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જુઓ Live TV


Latest Updates

  • ભવ્ય રોડ શો યોજાયો..

    50થી વધુ ગાડીના કાફલા સાથે રોડ શો બાદ દેશના પ્રધાનમંત્રી નરંન્દ્ર મોદી અને UAEના રાષ્ટ્રપતિ ગાંધીનગર પહોંચ્યા છે. 

  • અમદાવાદમાં પીએમ મોદી અને યુએઈના રાષ્ટ્રપતિનો અતિભવ્ય રોડ શો

     

  • UAEના રાષ્ટ્રપતિનું અમદાવાદમાં ભવ્ય સ્વાગત

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

     

  • Vibrant Gujarat Summit 2024: અમદાવાદમાં પીએમ મોદી અને UAEના પ્રેસિડેન્ટનો રોડશો LIVE

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

     

  • અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

     

     

    1. કેન્દ્રીયમંત્રી પિયુષ ગોયલ 2.30 કલાકે સેમિનાર હોવાથી હાજર રહેશે

    2. COMMERCIAL BREAK
      SCROLL TO CONTINUE READING

      ધોલેરા સ્માર્ટ સીટી સેમિનારમાં આપશે હાજરી.

    3. સાંજે 4 વાગ્યે ગતિ શક્તિ પ્રોજેકટના કાર્યક્રમાં સેમિનાર હોલ 2માં હાજરી આપશે.

    4. સાંજે 5 કલાકે ઇન્ડિયા UAE બિઝનેસ સમિટમાં હાજરી આપશે.

    5. સાંજે 7.15 કલાકે ટેકસટાઇલ વિભાગની ટીમ પેબેલિયનની શરૂઆત કરાવશે.

  • કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામ આવતી કાલે ગુજરાતના પ્રવાસે.

    બપોરે 2.30 વાગ્યે સેમીનાર હોલ 4 ખાતે વિકસિત ભારત 2047માં ગુજરાતના યોગદાનના કાર્યક્રમમાં હાજર રહેશે. સાંજે 5 વાગ્યે ગિફ્ટ સીટીના ગિફ્ટ સીટી ખાતેના કાર્યક્રમમાં હાજરી આપશે.

  • પીએમ મોદી અને યુએઈના રાષ્ટ્રપતિનો રોડ શો જોવા હજારોની સંખ્યામાં ઉમટ્યા અમદાવાદીઓ

     

  • UAEના રાષ્ટ્રપતિ પહોંચ્યા અમદાવાદ એરપોર્ટ, ટૂંક સમયમાં શરુ થશે ભવ્ય રોડ-શો

     

  • પીએમ મોદી અને UAEના રાષ્ટ્રપતિનો યોજાશે ભવ્ય રોડ શો

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

     

  • @VibrantGujarat Global Trade Show

     

  • PM મોદી મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ન્યુસીને મળ્યા; સંરક્ષણ, વેપાર વાટાઘાટોમાં કેન્દ્રસ્થાને

     

  • CM અને PMએ સ્વાગત કર્યું

    UAEના રાષ્ટ્રપતિ અમદાવાદ પહોંચી ગયા છે. જ્યા CM અને PMએ સ્વાગત કર્યું છે, હવે રોડ શો શરૂ થશે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંયુક્ત આરબ અમીરાત (UAE)ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સ્વાગત માટે મોટી સંખ્યામાં અમદાવાદીઓ ઉમટી પડ્યા છે. UAEના રાષ્ટ્રપતિને રિસીવ કરવા માટે PM મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એરપોર્ટ પહોંચ્યા છે. 

  • આવતીકાલનો મોદીનો આવો છે કાર્યક્રમ

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

     

    • સવારે 9.10 કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજભવન થી મહાત્મા મંદિર જવા નીકળશે.

    • 9.15 એ પીએમ મોદી મહાત્મા મંદિર પહોંચશે.

    • 9.15 થી 9.35 ગ્રૂપ ફોટોગ્રાફી.

    • 9.40 થી 12.15 વાઇબ્રન્ટ ગ્લોબલ સમીટ નું ઉદ્ઘાટન

    • 12.15 થી 1.40 સુધી બપોરનું ભોજન

    • 1.40 થી 2.20 ચેક રિપબ્લિમ ના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય ચર્ચા.

    • 2.30 થી 2.45 ગ્લોબલ કંપનીઓ ના CEO સાથે મિટિંગ.

    • 2.45 થી 4.45 સુધી નો મહાત્મા મંદિર ખાતે રિસર્વ સમય.

    • 4.50 કલાકે મહાત્મા મંદિર થી ગિફ્ટ સીટી જવા રવાના

    • 5.15 થી 6.45 ગિફ્ટ સિટીમાં ગ્લોબલ ફિનટેક લીડરશિપ ફોરમ મા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાજર રહેશે 

    • સાંજે 6.50 કલાકે ગિફ્ટ સીટી થી અમદાવાદ એરપોર્ટ જવા રવાના.

    • સાંજે 7.20 થી 8.40 કલાક સુધી અમદાવાદ એરપોર્ટ ખાતે આરક્ષિત સમય

    • સાંજે 8.45 કલાકે પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ થી દિલ્હી જવા રવાના

  • એરપોર્ટ જનારા વહેલા નીકળે
    સાથે જ અમદાવાદ પોલીસ દ્વારા અપીલ કરવામા આવી છે કે, આજે એરપોર્ટ જનારા પ્રવાસીઓ સમય કરતા વહેલા નીકળે. જેથી તેઓ ક્યાંય અટવાય નહિ. જેમને આગામી ત્રણ દિવસમાં ફ્લાઈટ પકડવાની છે તેઓ બે કલાક વહેલા ઘરેથી નીકળી જાય. કારણ કે, એરપોર્ટ જવાના રસ્તે વીવીઆઈપી મુવમેન્ટ હોવાથી ભારે ટ્રાફિક જામ મળી શે છે. સાથે જ વૈકલ્પિક રસ્તે અમદાવાદ એરપોર્ટ જવા પણ સૂચના આપવામા આવી છે. 

    ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્ર યાદવે જણાવ્યું કે, વાઈબ્રન્ટ ગુજરાત સમિટ દરમિયાન ગાંધીનગર ખ રોડ અને ગ રોડ મહાનુભાવો અને ડેલીગેટસ માટે બંધ રહેશે. એક સેક્ટરમાંથી બીજા રોડમાં જઈ શકાશે. ભારે વાહનો માટે નાના ચીલોડાથી વૈષેણવદેવી તરફ જઈ શકાશે નહિ. બંધ કરાયેલા રસ્તાઓ માટે ડાયવર્ઝન ઉભું કરાયું છે. રેન્જ આઈજી વિરેન્દ્ર યાદવે જણાવ્યું કે, વાઈબ્રન્ટ ગુજરાત માટે પૂરતી તૈયારી કરી લેવાઈ છે. મહાત્મા મંદિર એક્ઝિબિશન સેન્ટર રસ્તાઓ પર બંદોબસ્ત કરાયો છે. ડિજીપી રેંકના અધિકારીઓ સુપરવિઝન કરશે. ૭ હજાર પોલીસ જવાનોને બંદોબસ્ત માટે તૈનાત કરાશે. પાર્કિંગ અને રોડ માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે. આરએફઆઈડી ટેગનો ઉપયોગ કરવામાં આવશે.

  • વાઈબ્રન્ટ ગુજરાત 2024ની ધૂમ 
    વાઇબ્રન્ટ ગુજરાત 2024 અનેક રીતે અલગ રજૂ કરવામા આવ્યો છે. મહાત્મા મંદિરમાં મુખ્ય હોલમાં ટેકનોલોજી સાથે ફેરફાર કરાયો છે. આ મેગા ઈવેન્ટમાં ટેકનોલોજીમાં 3D ટેકનોલોજીનો ઉપયોગ જોવા મળ્યો છે. પીએમ મોદી વાઇબ્રન્ટ ગુજરાત 2024નો પ્રારંભ કરાવશે. હોલમાં બેઠક વ્યવસ્થામાં પણ મોટો ફેરફાર કરાયો. અગાઉ સોફા મૂકવામાં આવતા હતા હવે માત્ર ખુરશીઓ મુકાઈ છે. સાઉન્ડ સિસ્ટમથી માંડીને અનેક ટેકનોલોજીમાં ફેરફાર કરાયો છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે JETROના એક્ઝિક્યૂટિવ સાથે બેઠક કરી. JETROના વાઈસ પ્રેસિડેન્ટ શ્રીયુત કાઝુયા નાકજો સાન સાથે બેઠક કરી હતી. વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં લગભગ 200 કંપનીનું જાપાનીઝ પ્રતિનિધિ મંડળ ગુજરાત આવ્યું છે. આ બેઠકમાં મુખ્યમંત્રીએ યોગ્ય સહયોગની ખાતરી આપતા જાપાન-ગુજરાતના સંબંધો વધુ ગાઢ બનાવવા ઉત્સુક્તા દર્શાવી હતી.

  • મોટી કંપનીના સીઈઓના ગુજરાતમાં ધામા 
    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક દેશોના રાષ્ટ્રપ્રમુખો વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં હાજર રહેશે. દેશ-વિદેશની મલ્ટીનેશનલ કંપનીઓના સીઈઓ હાજરી જોવા મળશે. આ માટે VVIP મહાત્મા મંદિરમાં આવવાના હોવાના કારણે સુરક્ષા વધારી દેવાઈ છે. મહાત્મા મંદિરમાં થ્રી લેયર સુરક્ષા કવચમાં મૂકાયુ છે. રાજ્યની પોલીસના કેટલાક અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે. આ માટે અનેક સુરક્ષા એજન્સીઓ કામે લાગી છે. 

  • વાઈબ્રન્ટ સમિટમાં શું જોવા મળશે નવા નજરાણાં...
    આજે અમદાવાદ ભારત અને UAE ની મિત્રતાની સાક્ષી પૂરશે. આ માટે અમદાવાદ એરપોર્ટ ઉપર બંને દેશોની મિત્રતાને લઇ હોર્ડિંગ્સ લાગ્યા છે. એક તરફ વિદેશી મહેમાનોના સ્વાગત માટેના હોર્ડિંગ્સ લગાડવામાં આવ્યા છે. વિદેશી મહેમાન ભારતીય સંસ્કૃતિની ઝલક નિહાળી શકે તે માટે 28 સ્ટેજ લાગ્યા છે. જુદા જુદા રાજ્યોની સાંસ્કૃતિક ઓળખ રજુ કરવામાં આવશે. 

  • પીએમ મોદીના રોડ શોનો રુટ 
    એરપોર્ટથી ઈન્દિરા બ્રિજ સુધીનો 3 કિલોમીટર લાંબો રોડ શો રહેશે. એરપોર્ટ સર્કલથી ઈન્દિરા બ્રિજ સુધીનો રોડ શો રહેશે. આ માટે એરપોર્ટથી ડફનાળા સર્કલથી ઈન્દિરા બ્રિજ સુધીનો રોડ બંધ રહેશે. 

  • ગાંધીનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાંચ ગ્લોબલ કંપનીના CEO સાથે યોજી બેઠક

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

     

  • અમદાવાદના ઈન્દિરા બ્રિજથી ગાંધીનગરની લીલા હોટલ સુધી આજે પીએમ મોદી અને યુએઈના રાષ્ટ્રપતિનો ભવ્ય રોડ શો

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

     

  • પ્રધાનમંત્રીના રોડ શૉ પહેલા લોકોમાં આતુરતા....

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

     

  • યુએઈના રાષ્ટ્રપતિને રિસીવ કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા અમદાવાદ એરપોર્ટ

     

  • ટૂંક સમયમાં અમદાવાદમાં શરુ થશે પીએમ મોદી અને UAEના પ્રેસિડેન્ટનો ભવ્ય રોડશો

     

  • મોદી પહોંચ્યા છે એરપોર્ટ...

    ટ્રેડ શોમાં બુલેટ ટ્રેનનો સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. જ્યારે મોદી ટ્રેડ શોની મુલાકાત લેવા અંદર જઈ રહ્યા હતા ત્યારે અને બહાર આવ્યા ત્યારે જય શ્રીરામના નારા લાગ્યા હતા. ટ્રેડ શોના ઉદ્ધાટન બાદ નરેન્દ્ર મોદી ફરી રાજભવન પહોંચ્યા હતા, બાદમાં અમદાવાદ એરપોર્ટ પર UAEના રાષ્ટ્રપતિના સ્વાગત માટે આવી પહોંચ્યા છે.
     

  • અમદાવાદના ઈન્દિરા બ્રિજથી ગાંધીનગરની લીલા હોટલ સુધી આજે પીએમ મોદી અને યુએઈના રાષ્ટ્રપતિનો ભવ્ય રોડ શો

     

  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન; મુખ્યમંત્રી સહિત વિદેશના નેતાઓ રહ્યા ઉપસ્થિત

     

  • યુએઈના રાષ્ટ્રપતિને રિસીવ કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા અમદાવાદ એરપોર્ટ

     

  • ગ્લોબલ ટ્રેડ શો ખાતે TATAનું C295 મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું મોડલ બન્યું આકર્ષણનું કેન્દ્ર!

     

  • સીમાચિહ્નરૂપ રોડ શો

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને UAEના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન અમદાવાદ એરપોર્ટથી પ્રતિષ્ઠિત સાબરમતી આશ્રમ સુધી સીમાચિહ્નરૂપ રોડ શોની શરૂઆત કરશે.

  • પ્રધાનમંત્રીએ ગ્લોબલ ટ્રેડ શોનું કર્યું ઉદ્ધાટન,યુએઈના રાષ્ટ્રપતિ સાથે કરશે રોડ શો

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link