ઝી મીડિયા/બ્યૂરો: ગુજરાતમાં આજે રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણી માટે 4 વાગ્યે મતદાન પૂર્ણ થઈ ગયું અને સાંજના 5 વાગ્યે મતગણતરી શરૂ થવાની હતી. રાજ્યસભા ચૂંટણીને લઇ બંન પક્ષોનો સવારથી ધમધમાટ શરૂ થઈ ગયો હતો. 4 બેઠકોની ચૂંટણી માટે 5 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. ભાજપના ત્રણ અને કોંગ્રેસના બે ઉમેદવારો મેદાનમાં છે. ભાજપ અને કોંગ્રેસના તમામ ધારાસભ્યોને મતદાન કર્યું છે. એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાએ પાર્ટી વિરુદ્ધ જઈને પણ ભાજપને સમર્થન આપ્યું છે. ત્યારે BTP એ રાજ્યસભા ચૂંટણીમાં મતદાન ન કરવાનો નિર્ણય લીધો છે. બીટીપીના બે ધારાસભ્યો માટે નિયમ પ્રમાણે ચાર વાગ્યા સુધી રાહ જોવામાં આવી હતી. પરંતુ આખરે બીટીપીના બંને ધારાસભ્યોના મત ન પડતા ભાજપના ત્રણેય ઉમેદવારોની જીત નક્કી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Live Update:- 


  • કોંગ્રેસના તમામ વાંધા અમાન્ય ગણાવામાં આવ્યા છે અને થોડીવારમાં ફરીથી મતગણતરી શરૂ થશે.

  • કોંગ્રેસ નેતા ગૌરવ પંડ્યાએ રાજ્યસભાની ચૂંટણીમાં પ્રોક્સી વોટ અંગે વાંધો ઉઠાવ્યો છે.

  • કેસરી સિંહ સોલંકી અને શંભુજી ઠાકોરના પ્રોક્સી વોટ અંગે વાંધો ઉઠાવ્યો છે. 

  • બંનેની તબીયત સારી હોવા છતાં અન્ય લોકોએ મત આપ્યો હોવાથી મત રદ કરવાની માગ કરવામાં આવી છે. 

  • ભુપેન્દ્ર સિંહ ચુડાસમાના મત સામે પણ વાંધો ઉઠાવ્યો છે. તેમની ચૂંટણી હાઇકોર્ટે રદ કરી હોવાથી તેઓનું સભ્યપદ રહેતું નથી. આવા સંજોગોમાં તેમનો મત અલગ રાખવાની માગ કરી છે.

  • જો અમારી વાંધા અરજી નહીં સ્વાકારવામાં આવે તો કાયદાનો સહારો લઈશું અને ભવિષ્યમાં હાઇકોર્ટમાં ઈલેક્શન પીટીશન દાખલ કરીશું.

  • કોંગ્રેસની વાંધા અરજી પર કેન્દ્રિય ચૂંટણી પંચનું માર્ગદર્શન માગવામાં આવ્યું છે.

  • બે વાંધા અરજી પર પહેલા કેન્દ્રીય ચૂંટણી પંચના નિર્ણય બાદ મતગણતરી હાથ ધરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube