LLB Admition: ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલે લો ફેકલ્ટીના LLBના એડમિશનની પ્રક્રિયા શરૂ કરી છે.... જો કે, તેમાં દક્ષિણ ગુજરાતની 7 જેટલી કોલેજોના નામ નથી.... જેના કારણે LLBમાં એડમિશન મેળવનારા અનેક વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે. એડમિશન કઈ રીતે અને ક્યારે થશે તે સવાલ થઈ રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

VNSGUની લો ફેકલ્ટીની 7 ગ્રાન્ટેડ કોલેજમાં એડમિશન મેળવવા દર વર્ષે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ફોર્મ ભરતા હોય છે.... એક કોલેજમાં દર વર્ષે 300 જેટલા વિદ્યાર્થીઓને એડમિશન મળતા હોય છે... પરંતુ હાલમાં જ બાર કાઉન્સિલરે લીધેલા નિર્ણય મુજબ હવે ગ્રાન્ટેડ લો કોલેજમાં એક જ ડિવિઝન હશે.


જેમાં માત્ર 60 જેટલા વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવશે. બાર કાઉન્સિલરના આ નિર્ણયથી વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે... જેના કારણે દક્ષિણ ગુજરાતની તમામ ગ્રાન્ટેડ કોલેજ કોર્ટમાં ગઈ છે... જેથી 60થી વધારે વિદ્યાર્થીઓને એડમિશન મળી શકે.


ગુજરાત કોમન એડમિશન પોર્ટલ પર દક્ષિણ ગુજરાતની કુલ 7 કોલેજનું નામ લિસ્ટમાં ન હોવાથી પ્રથમ દિવસે અનેક વિદ્યાર્થીઓ ફોર્મ ન ભરી શક્યા... આ કેસ મામલે 27 ઓગસ્ટની આસપાસ ચુકાદો આવી શકે છે... જેથી જે વિદ્યાર્થીઓ LLBમાં એડમિશન લેવા માગે છે તેઓએ જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે... સાથે જ આ પોર્ટલ પર અપડેટ મેળવતા રહે....