શું શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાશે? ચૂંટણી પહેલા બાપુની ઘરવાપસીની ચર્ચા ઉઠી
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમા જોડાવાના છે તેવી વાતો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ચર્ચામાં આવી છે. શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમા જોડવાની વાતને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે કે, બાપુના સર્મથકોની ઇચ્છા છે કે બાપુ કોંગ્રેસમા જોડાય. જોકે, કોંગ્રેસ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી કે, બાપુ કોંગ્રેસમાં જોડાવાના નથી. વધુ વાત તો ખુદ બાપુ કહી શકશે. અમારા સુધી આવી કોઈ વાત આવી નથી.
ગૌરવ પટેલ/અમદાવાદ :પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમા જોડાવાના છે તેવી વાતો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ચર્ચામાં આવી છે. શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમા જોડવાની વાતને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે કે, બાપુના સર્મથકોની ઇચ્છા છે કે બાપુ કોંગ્રેસમા જોડાય. જોકે, કોંગ્રેસ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી કે, બાપુ કોંગ્રેસમાં જોડાવાના નથી. વધુ વાત તો ખુદ બાપુ કહી શકશે. અમારા સુધી આવી કોઈ વાત આવી નથી.
એવી કોઇ વાત હશે તો અંતિમ નિર્ણય હાઇકમાન્ડ લેશે
શંકરસિંહ વાઘેલા ફરી એકવાર કોંગ્રેસમાં ઘરવાપસી કરી શકે છે તેવી ચર્ચા ઉઠી છે. તો બીજી તરફ શંકરસિંહની પાર્ટી તરફથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમા કોઇપણ ઉમેદવાર દાવેદારી કરી રહ્યા નથી. આવામાં શંકરસિંહ બાપુ ફરીથી કોંગ્રેસમાં તેવી વાતો વહેતી થઈ છે. જો કે કોંગ્રેસે આવી કોઇ વાતને લઇને પાર્ટી તરફથી શંકરસિંહનો સંપર્ક ન કર્યો હોવાની વાત સામે આવી છે. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમાર દ્વારા સ્પષ્ટતા કરાઈ કે, બાપુ જોડાવાના નથી. આવી કોઈ વાત છે નહિ, વાત આવશે તો હાઈકમાન્ડ તેનો વિચાર કરશે. વાત અહી સુધી આવી જ નથી, તેથી ચર્ચા કરવાની વાત અસ્થાને છે. મને જ મીડિયા દ્વારા આ માહિતી મળી છે. મને કોઈના દ્વારા આ માહિતી મળી નથી. જોકે, વાત સાચી હોય તો તેના પર હાઈકમાન્ડ નિર્ણય કરશે. ખરી વાત તો શંકરસિંહ બાપુ જ કહી શકશે. અમારી પાસે એવી કોઈ માહિતી આવી નથી. શંકરસિંહ બાપુ જો કોંગ્રેસમાં આવવા માંગતા હોય તો તેમનો પોતાનો નિર્ણય છે.
આ પણ વાંચો : ‘જો બકા સાઈડ તો નહિ મળે...’ વાક્ય લખેલી બસ સોશિયલ મીડિયા પર ચર્ચાના ચગડોળે ચઢી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારે સક્રિય રાજનિતીમાં પરત ફરવા શંકરસિંહ વાઘેલાની દોડધામ વધી છે. ફરીવાર કોંગ્રેસમાં પરત ફરવા તેઓ પ્રયત્ન કરી રહ્યા છે. ખેડૂત આંદોલનના નામે દિલ્હીમાં કોંગ્રેસ પ્રભારીને મળી આવ્યા હતા. જોકે, રાહુલ ગાંધી સાથે મળવાનો તેમનો પ્રયાસ નિષ્ફળ નિવડ્યો હતો. રાહુલ ગાંધી પાસે મળવાનો સમય માંગ્યો હતો. પરંતુ રાહુલ ગાંધીએ શંકરસિંહ બાપુને મળવાની સ્પષ્ટ ના પાડી હતી. આમ, ચૂંટણી પૂર્વે ફરી એકવાર કોંગ્રેસમાં જોડાવા પ્રયાસ શરૂ કર્યા છે. જોકે, કોંગ્રેસે હજીસુધી કોઈ પ્રતિ ઉત્તર આપ્યો નથી.
ઉલ્લેખનીય છે કે, શંકરસિંહ વાઘેલા પોતાના પાર્ટીથી બળવો કરવા જાણીતા છે. અનેકવાર તેઓ બળવો કરીને પાર્ટીથી દૂર થયા છે.
આ પણ વાંચો : ગુજરાતના રાજકારણ પર એક નજર, જાણો બપોર સુધીના ચૂંટણીના મહત્વના અપડેટ્સ