• મધુ શ્રીવાસ્તવે પુત્ર દીપક શ્રીવાસ્તવ માટે પક્ષ પાસેથી ટિકિટ માંગી હતી. તો તેમની પત્નીએ ત્રણ જગ્યાઓ પરથી ટિકિટ માંગી હતી

  • પુત્ર દિપક શ્રીવાસ્તવને ટિકિટ નહીં મળતા મધુ શ્રીવાસ્તવ નારાજ થયા છે


રવિ અગ્રવાલ/વડોદરા :ટિકિટ ન મળતા ભાજપ (BJP) ના અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ નારાજ થયા છે. તો વડોદરાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવએ પક્ષ પાસે પોતાના પરિવાર માટે ટિકિટ માંગી હતી. ત્યારે દીકરાને ટિકિટ ન અપાતા વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ (madhu shrivastav) નારાજ થયા છે. ત્યારે ચૂંટણીમાં પરિવારની અવગણના થતા નારાજ ધારાસભ્ય થોડા દિવસોમાં કંઈક નવાજૂની કરે તેવા તેમણે સંકેત આપ્યા છે. તો બીજી તરફ, પાર્ટી દ્વારા પણ આ બળવાખોર ધારાસભ્યને સાઈડટ્રેક કરવામાં આવ્યા હોય તેવુ લાગી રહ્યું છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આખા પરિવારે મધુ શ્રીવાસ્તવે માંગી ટિકિટ 
વડોદરા કોર્પોરેશન (Local Body Polls) ની ચૂંટણી લડવા ભાજપ ધારાસભ્યોએ પુત્રો માટે ટિકિટ માંગી હતી. જેમાં વાઘોડિયાના ભાજપ (BJP) ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પુત્ર દીપક શ્રીવાસ્તવ માટે પક્ષ પાસેથી ટિકિટ માંગી હતી. તો તેમની પત્નીએ ત્રણ જગ્યાઓ પરથી ટિકિટ માંગી હતી. મધુ શ્રીવાસ્તવે પત્ની સવિતા શ્રીવાસ્તવ માટે જિલ્લા પંચાયતની કોટંબી, કામરોલ બેઠક, તાલુકા પંચાયતની લીમડા બેઠક પર ટિકિટ માંગી હતી. તો તેમની પુત્રી નીલમ શ્રીવાસ્તવ માટે જિલ્લા પંચાયતની ગોરજ બેઠક પર ટિકિટ માંગી છે. ત્યારે ભાજપે મધુ શ્રીવાસ્તવના દીકરાને ટિકિટ આપી નથી. પુત્ર દિપક શ્રીવાસ્તવને ટિકિટ નહીં મળતા મધુ શ્રીવાસ્તવ નારાજ થયા છે અને પુત્રને અપક્ષ ચૂંટણી લડાવવાના સંકેત આપ્યા છે. 


આ પણ વાંચો : ટિકિટ ન મળતા જોરજોરથી રડવા લાગ્યા ભાજપના આ મહિલા કાર્યકર્તા, Video 



6 તારીખે આખરી નિર્ણય આવી જશે - મધુ શ્રીવાસ્તવ 
આ વિશે મધુ શ્રીવાસ્તવે કહ્યું કે, મારા દીકરાને તેમજ અન્ય સિનિયર નેતાઓના સંબંધીને ટિકિટ (local election) ન અપાતા ચિંતા લાગે છે. 6 તારીખે આખરી નિર્ણય આવી જશે. તેના પછી કાર્યવાહી કરીશું. હાલ તો પાર્ટી સાથે છું, તેમાં જ રહીશ. નારાજગીમાં ચિંતાનો વિષય નથી. નારાજગી એ કે બધાને ટિકિટ નથી આપી. સંસદસભ્યના બહેન, શૈલેષ સોટ્ટાના દીકરા ટિકિટ ન આપી તે નારાજગી છે. ભેગા થઈને લોકોને ઉથલાવવાનું હું શીખ્યો નથી. હું સીધી લીટીમાં ચાલનારો માણસ છું. લોકોની સેવા કરવાની છે. 


આ પણ વાંચો : માલેગાવથી નીકળેલી જાન સુરત પહોંચે તે પહેલા બસને અકસ્માત નડ્યો, 3 જાનૈયાના મોત


ભાજપ દ્વારા ઉમેદવાર યાદી જાહેર કરાયા બાદ પક્ષ પલટાની મૌસમ જોવા મળે તો નવાઈ નહિ. ઉલ્લેખનીય છે કે, ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ વિવાદાસ્પદ નિવેદન માટે જાણીતા છે. તેઓ અનેકવાર વિવાદમાં આવી ચૂક્યા છે.