રાજકોટ જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારો જાહેર, પક્ષપલટુ નિલેશ વિરાણીને ટિકિટ અપાઈ
- રાજકોટ જિલ્લા પંચાયતના 36 ઉમેદવારોની યાદી જાહેર કરાઈ
- કોંગ્રેસમાંથી બળવો કરી ભાજપમાં પ્રવેશ કરનાર નિલેશ વિરાણીને ટિકિટ અપાઈ
ઝી મીડિયા/બ્યૂરો :ભાજપ દ્વારા રાજકોટ જિલ્લા પંચાયતના 36 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. ભાજપ દ્વારા રાજકોટ જિલ્લા પંચાયતના 36 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. કોંગ્રેસમાંથી બળવો કરી ભાજપમાં પ્રવેશ કરનાર નિલેશ વિરાણીને ટિકિટ આપવામાં આવી છે. નિલેશ વિરાણી કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતમાં પ્રમુખ રહી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, ભાજપ દ્વારા જિલ્લા, તાલુકા અને નગરપાલિકાની ચૂંટણીઓના તમામ ઉમેદવારોના નામની ધીરે ધીરે જાહેરાત કરવામા આવી રહી છે.
કોને કોને ટિકિટ અપાઈ....
રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપનો ડિજિટલ પ્રચાર શરૂ થયો છે. રાજકોટના તમામ 18 વોર્ડમાં એલઇડી સ્ક્રીનવાળો ડિજિટલ રથ ફેરવવામાં આવશે. રાજકોટ મપના, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ કામોની વીડિયો ક્લિપ તૈયાર કરી રથ મારફત દરેક વોર્ડમાં પ્રચાર કરવામા આવશે. એક વોર્ડમાં એક રથ મળી કુલ 18 રથ તૈયાર કરવામાં આવ્યા છે.