વડોદરા : વડોદરા શહેરના કારેલીબાગ ખાસવાડી સ્મશાનની સામેના ખુલ્લા મેદાનમાં અચાનક સફાઇ ચાલુ કરી દેવાતા સ્થાનિક સભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, આ જગ્યાએ સ્મશાન કબ્રસ્તાન બનાવવામાં આવવાનું હોવાની માહિતી સ્થાનિક લોકોને મળી હતી. જેના પગલે તેનો વિરોધ ચાલુ થયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મરકજ અને જમાતિઓના બેંક એકાઉન્ટ સાથે સંકળાયેલો મોટો ખુલાસો, વિદેશથી આ પ્રકારે આવતા હતા અઢળક રૂપિયા

સલાટવાડામાં રહેતા નાગરિકો સામે ખાસવાડી સ્મશાન સામેની ખુલ્લી જગ્યામાં સવારથી સાફ સફાઇ કરવામાં આવી રહી છે. જેસીબીથી સફાઇ કરતા હતા. જેથી નાગરિકોએ પુછપરછ કરતા અહીં કબ્રસ્તાન બનાવવાનું અથવા સ્શાન બનાવવાનું હોવાની માહિતી મળી હતી. આ વાત વહેતી થતા સ્થાનિકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. 


ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં બ્યુટી પાર્લર અને સલૂન ખોલવાની મંજૂરી, પણ....

સ્થાનિક નાગરિકોએ જણાવ્યું કે, આજ સવારથી એકાએક સફાઇની કામગીરી ચાલુ કરવામાં આવતા મહોલ્લાનાં યુવાનો સ્થળ પર પહોંચી ગયા હતા. સ્થાનિકોએ જણાવ્યું કે, અહીં સ્મશાન કે કબ્રસ્તાન બનાવવામાં આવશે તો અહીં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અહીં સ્મશાન કે કબ્રસ્તાન બનવા દેવામાં નહી આવે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube