સરાણીયાવાસની દિવાલથી સ્થાનિકો ખુશ, જો કે રાજકારણીઓ રોટલા શેકવાનાં મુડમાં
ટ્રમ્પ અને મોદી ની અમદાવાદ ની મુલાકત મુદ્દે એરપોર્ટ નજીક ના સરણીયા વાસ ની દીવાલ એ રાજકારણ ગરમાયું છે. પૂર્વ મુખ્યમંત્રી અને એનસીપી નેતા શંકરસિંહ વાઘેલાએ આજે સરણીયાવાસ ખાતેની દીવાલની મુલાકત લીધી. સરણીયાવાસના લોકો સાથે વાતચીત કરી હતી. શંકરસિંહે જણાવ્યું હતું કે, બંને વિકસિત દેશના બંને મહાનુભાવનું આગમન થાય આપડે સ્વીકારીએ છીએ. જો કે આપડે પૂછીએ કે આપડે આટલા વિકસિત છો તો આ દિવલ પાછળ શું છુપાવવા માંગો છો, દિવલથી ઢાંકી ને શું સંદેશ આપવા માંગો છો? ધાર્યું હોત તો બધા મકાન પાક્કા બની ગયા હોત.
અમદાવાદ : ટ્રમ્પ અને મોદી ની અમદાવાદ ની મુલાકત મુદ્દે એરપોર્ટ નજીક ના સરણીયા વાસ ની દીવાલ એ રાજકારણ ગરમાયું છે. પૂર્વ મુખ્યમંત્રી અને એનસીપી નેતા શંકરસિંહ વાઘેલાએ આજે સરણીયાવાસ ખાતેની દીવાલની મુલાકત લીધી. સરણીયાવાસના લોકો સાથે વાતચીત કરી હતી. શંકરસિંહે જણાવ્યું હતું કે, બંને વિકસિત દેશના બંને મહાનુભાવનું આગમન થાય આપડે સ્વીકારીએ છીએ. જો કે આપડે પૂછીએ કે આપડે આટલા વિકસિત છો તો આ દિવલ પાછળ શું છુપાવવા માંગો છો, દિવલથી ઢાંકી ને શું સંદેશ આપવા માંગો છો? ધાર્યું હોત તો બધા મકાન પાક્કા બની ગયા હોત.
ગુટખા ખાનારાઓ સાવધાન: સુરતમાંથી મળ્યું એવુ કાંઇક કે તમે ચોંકી ઉઠશો !
નિકાસપરનો ટેક્ષ લગાવે છે ટ્રમ્પ, આપડો ડેરી, કૃષિ અને દવા ઉદ્યોગ ત્યાંથી મંગાવવાનું થશે. આ દેશની કૃષિ નીતિ તોડી નાંખશે, તમે દેશ વેચી નાખશો, ટ્રમ્પ તો પોતાનું માર્કેટિંગ કરવા માટે આવ્યો છે, ત્યારે સામે સરણીયાવાસના લોકોનું નિવેદન વિરોધાભાસ હોવાનું સામે આવ્યું હતું. સ્થાનિકોનું કહેવું છે કે આ દીવાલ કરી એ સારું થયું કેમ કે દીવાલ પહેલા જર્જરિત હતી બાળકો જાહેર રસ્તા પર જતા રહેતા હતા. જો કે રાજકારણીઓ આ મુદ્દે રાજકીય રોટલા શેકવાનાં મુડમાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube