ચેતન પટેલ, સુરત: સુરતના લસકાણા વિસ્તારમાં આવેલી ખોલવડ ખાડીમાં એક યુવાન તણાતાં સ્થાનિક લોકો રોષે ભરાયા હતા. મોડી રાત્રે 200થી વધુ લોકોએ ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયાની ઓફિસનો ઘેરાવો કરી હોબાળો મચાવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના છેવાડે આવેલા લસકાણા વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી ખોલવડ ખાડી બ્રિજનું કામકાજ બંધ છે. જે અંગે સ્થાનિકો દ્વારા સ્થાનિક ધારાસભ્ય વીડી ઝાલાવાડિયાને મૌખિક અને લેખિક વારંવાર ફરિયાદ કરી હતી. તેમ છતાં તેમના દ્વારા કોઈ પગલાં લેવાયા ન હતા. જેથી સ્થાનિકો દ્વારા જાતે આ બ્રિજને કામ ચલાઉ તૈયાર કરવામાં આવ્યો હતો. દરમિયાન ગતરોજ જે રીતે મુશળધાર વરસાદ પડ્યો હતો જેને કારણે બ્રિજ ધોવાઈ ગયો હતો. જ્યાંથી એક બાઈક ચાલક પસાર થવા ગયો હતો.


આ પણ વાંચો:- સરદાર સરોવર ડેમ 136.74 સપાટીએ પહોંચતા 23 ગેટ ખોલાયા, 23 ગામોને એલર્ટ


એકાએક યુવાન બાઈક સાથે ખાડીમાં તણાયો હતો. આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ અને સ્થાનિકો દોડી આવ્યા હતા અને યુવાનની શોધખોળ હાથ ધરી હતી. કલાકો સુધી શોધખોળ કરવા છતાં યુવાનનો પત્તો લાગ્યો ન હતો. જેથી સ્થાનિક લોકટોળુ ગુસ્સામાં આવી જઇ મોડી રાત્રે સ્થાનિક ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડિયાની ઓફિસનો ઘેરાવો કરી હોબાળો મચાવવામાં આવ્યો હતો.


આ પણ વાંચો:- પોલીસ કર્મચારીઓ પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરેઃ DGP શિવાનંદ ઝાનો પરિપત્ર


બ્રિજની કામગીરી કેમ શરૂ કરવામાં નથી આવી અને યુવાનના મોત પાછળ કોણ જવાબદાર એ અંગેના સવાલો કરી હોબાળો મચાવ્યો હતો. બીજી તરફ ધારાસભ્ય ધ્વારા પણ સંતોષ કારક જવાબ નહિ મળતા લોકોમાં વધુ રોષ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે 3 દિવસ પહેલા આજ ખાડીમાં 3 યુવાનો બાઈક સાથે તણાયા હતા. જો કે સ્થાનિક લોકોએ આ યુવાનને બચાવી લીધો હતો.


જુઓ Live TV:- 


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...