આજથી ગુજરાત લોકડાઉનમુક્ત : આખરે જનજીવન ધબકતુ થયું, લોકોની ગાડી પાટા પર આવી
ગઈકાલે રાજ્ય સરકારે જાહેરાત કર્યા બાદ આખરે આજે ગુજરાત લોકડાઉન મુક્ત થયું છે. 60 દિવસ બાદ ગુજરાતનું જનજીવન ધબકતુ જોવા મળ્યું. લોકો કોઈ પણ જાતના ડર વગર રોડ પર નીકળ્યા. કરિયાણા અને દૂધ-દવા સિવાયની દુકાનો ધીરે ધીરે ખૂલવા લાગી. ગુજરાતનો શ્વાસ પાછો આવ્યો હોય તેવુ રસ્તા પર આજે અનુભવાયેલુ જોવા મળ્યું. લોકોએ કોરોનાને ભૂલીને રાબેતા મુજબ જનજીવન શરૂ કર્યું હતુ. ગુજરાતના દરેક શહેરોમાં જનજીવન રાબેતા મુજબ પાટા પર આવતા હોવાના એંધાણ વર્તાવા લાગ્યા. તો શહેરની ગલીઓ, નાકા, રોડ-રસ્તા પર લોકોએ કોરોનાનો ડર ભલે કોરાણે મૂક્યો હોય, પરંતુ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા જોવા મળ્યા હતા.
ઝી મીડિયા/બ્યૂરો :ગઈકાલે રાજ્ય સરકારે જાહેરાત કર્યા બાદ આખરે આજે ગુજરાત લોકડાઉન મુક્ત થયું છે. 60 દિવસ બાદ ગુજરાતનું જનજીવન ધબકતુ જોવા મળ્યું. લોકો કોઈ પણ જાતના ડર વગર રોડ પર નીકળ્યા. કરિયાણા અને દૂધ-દવા સિવાયની દુકાનો ધીરે ધીરે ખૂલવા લાગી. ગુજરાતનો શ્વાસ પાછો આવ્યો હોય તેવુ રસ્તા પર આજે અનુભવાયેલુ જોવા મળ્યું. લોકોએ કોરોનાને ભૂલીને રાબેતા મુજબ જનજીવન શરૂ કર્યું હતુ. ગુજરાતના દરેક શહેરોમાં જનજીવન રાબેતા મુજબ પાટા પર આવતા હોવાના એંધાણ વર્તાવા લાગ્યા. તો શહેરની ગલીઓ, નાકા, રોડ-રસ્તા પર લોકોએ કોરોનાનો ડર ભલે કોરાણે મૂક્યો હોય, પરંતુ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા જોવા મળ્યા હતા.
Photos : લોકડાઉનનમાં 60 દિવસ બાદ પત્નીએ ચેતેશ્વર પૂજારાના વાળ કાપી આપ્યા
અમદાવાદમાં લોકડાઉન ખૂલતા જ ટ્રાફિક જામ
અમદાવાદના નોન કન્ટેન્ટમેન્ટ વિસ્તારોમાં પરવાનગી મળેલી દુકાનો ખૂલેલી જોવા મળી. અમદાવાદના અનેક વિસ્તારોમાં હેર સલૂન, મોબાઈલ - એસેસરીઝની દુકાન, કપડાંની દુકાન, સ્ટેશનરીની દુકાનો ખુલી. લોકડાઉનમાં દુકાનો બંધ રહેતા સાફ સફાઈ કરતા દુકાનદારો નજરે પડ્યા. હેર સલૂનની દુકાનો ખુલતા લોકો હેર કટ માટે લોકો દુકાનોમાં પહોંચ્યા હતા. તો સાથે સેનેટાઇઝર, માસ્ક અને દો ગજ દુરીનો નિયમ પાળતા પણ લોકો નજરે ચઢ્યા. મોટાભાગની ભીડ હેર કટિંગ શોપમાં જોવા મળી રહી છે. હેર કટ કરાવનાર માસ્ક સાથે અને હેર કટ કરનાર માસ્ક તેમજ હાથમાં ગ્લોઝ સાથે જોવા મળ્યા.
અમદાવાદ પશ્ચિમમાં ગેરેજ ખુલવાની શરૂઆત થઈ છે. ટુ વહીલર લઈને શહેરીજનો રીપેરીંગ માટે પહોંચ્યા હતા. ગેરેજના મલિકો તરફથી પણ તકેદારી રાખવામાં આવી રહી છે. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનેટાઇઝર સાથે દુકાનો ખુલી. 5 થી વધુ લોકોને દુકાન પર ન રાખવાની ગાઈડલાઈનનું પાલન કરતા દુકાનદારો જોવા મળ્યા. અમદાવાદ પશ્વિમમાં લોકડાઉનમાં આપેલી રાહતની અસર જોવા મળી. લાંબા સમયથી સુનકાર ભાસતા રસ્તાઓ પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. અમદાવાદ, સરખેજ ગાંધીનગરના રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. લોકડાઉન ખૂલ્યાના પહેલા જ દિવસે ટ્રાફિક પોલીસ ટ્રાફીક નિયંત્રણના કંટ્રોલ કરતા નજરે પડ્યા હતા. દોઢ મહિનાના લાંબા સમય બાદ અમદાવાદના રસ્તાઓ પર ટ્રાફિક જામ જોવા મળ્યો હતો.
વડોદરામાં ચાની કીટલીઓ પણ શરૂ થઈ
વડોદરામાં લોકડાઉનમાં છૂટછાટ મળતા લોકો ઘરની બહાર દુકાન ખોલવા અને નોકરી પર જવા નીકળ્યા હતા. ઘરની બહાર 55 દિવસ બાદ વડોદરામાં ટ્રાફિક સિગ્નલ પણ ફરી શરૂ થયા. સાથે જ કાલાઘોડા સર્કલ પાસે વાહનચાલક ટ્રાફિક સિગ્નલનું પાલન કરતા લોકો જોવા મળ્યા છે. વડોદરામાં આજથી જન જીવન બન્યું છે. સામાન્ય વડોદરામાં લોકડાઉનમાં છૂટછાટ મળતા ચાની કીટલીઓ પણ ખૂલી છે. સયાજીગંજ ડેરી ડેન સર્કલ પાસે ખુલી ચાની કીટલી ખૂલેલી જોવા મળી. ચા ની કીટલી શરૂ કરતાં પહેલા લારીમાં કરી સાફ સફાઈ ચા પીવા લોકો આવ્યા. ચાની કીટલીના વેપારી માસ્ક, હેન્ડ સેનેટાઈઝર પણ સાખે રાખતા જોવા મળ્યા.
જામનગરમાં પાનમસાલાના છૂટક વેપારીઓ હોલસેલમાં ખરીદી કરવા નીકળ્યા
જામનગરમાં લોકડાઉન 4માં જનજીવન ધબકતુ થયુ છે. સવારે 8 વાગ્યાથી ધીમે ધીમે દુકાનો ખુલી રહી છે. લોકોની રસ્તાઓ પર સામાન્ય દિવસ જેવી ચહલપહલ જોવા મળી છે. જામનગરને લોકડાઉન 4મા ઘણી રાહતો મળતા રસ્તા પર વાહનચાલકો માસ્ક પહેરી નીકળતા જોવા મળ્યા. પાન મસાલાના છુટક વેપારીઓ હોલસેલની દુકાને ખરીદી કરવા પહોંચ્યા હતા.