જપ્તવ્ય યાગનિક/ આણંદ: રાજ્યમાં સતત કોરોના સંક્રમણ (Corona Transition) વધી રહ્યું છે. એવામાં આણંદ (Anand) જિલ્લાના મલાતજ ગામે લોકડાઉનની (Lockdown) જાહેરાત કરવામાં આવી છે. માલેતજ ગ્રામ પંચાયત દ્વારા 1 એપ્રિલથી 15 એપ્રિલ સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે અને જો આ લોકડાઉનનો અમલવારી નહીં કરનાર સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ નોટીસ જાહેર કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આણંદ (Anand) જિલ્લાના મલાતજ ગામે ગ્રામ પંચાયત દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. કોરોના સંક્રમણ વધતા મલાતજ (Malataj Village) ગ્રામ પંચાયત દ્વારા 1 એપ્રીલથી 15 એપ્રિલ સુધી સ્વૈચ્છક લોકડાઉનની જાહેરાત કરાઈ છે. ગ્રામ પંચાયતે બપોરના 12 વાગ્યા પછી ગામમાં લોકડાઉન (Lockdown) રાખવાની જાહેરાત કરી છે. આવતીકાલથી ગામમાં લોકડાઉનનો અમલ કરવામાં આવશે. સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે. ત્યારબાદ સમગ્ર ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવશે. જો કે, આ અંગે નોટીસ ઇશ્યુ કરી છે અને જો તેની અમલવારી નહીં કરનાર સામે દંડનીય કાર્યવાહી થશે.


આ પણ વાંચો:- સીએમ રૂપાણીની મોટી જાહેરાત, જાણો શું કહ્યું ગુજરાતની જનતાને


ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ફરી એકવાર કોરોના (Coronavirus) વકર્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 2360 નવા (Gujarat Corona Case) કેસ નોંધાયા છે. તેની સામે 2004 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે 9 વ્યક્તિના કોરોનાથી મોત (Corona Death) થયા છે. જો કે, રાજ્યમાં કોરોનાનો કુલ આંક 3,07,698 પર પહોંચી ગયો છે. જ્યારે અત્યાર સુધીમાં 2,90,569 દર્દીઓ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 4,519 પર પહોંચ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube