પાલનપુરમાં 23 તારીખથી સ્વૈચ્છિક લોકડાઉન, પ્રાંત અધિકારીને મળ્યા બાદ વેપારીઓનો નિર્ણય
બનાસકાંઠા જિલ્લા સહિત પાલનપુરમાં કોરોનાનું સંક્રમણ ખુબ જ તેજીથી વધતા પાલનપુરના વેપારીઓ દ્વારા આજથી 22 એપ્રિલ સુધી 4 વાગ્યા સુધી જ દુકાનો ચાલુ રાખવાનો અને 23 થી 27 એપ્રિલ સુધી લોકડાઉન રાખવાનો નિર્ણય કરાતાં આજે વેપારીઓએ 4 વાગ્યે દુકાનો બંધ રાખીને સ્વૈચ્છિક બંધ પાળ્યો હતો.
અલ્કેશ રાવ/પાલનપુર : બનાસકાંઠા જિલ્લા સહિત પાલનપુરમાં કોરોનાનું સંક્રમણ ખુબ જ તેજીથી વધતા પાલનપુરના વેપારીઓ દ્વારા આજથી 22 એપ્રિલ સુધી 4 વાગ્યા સુધી જ દુકાનો ચાલુ રાખવાનો અને 23 થી 27 એપ્રિલ સુધી લોકડાઉન રાખવાનો નિર્ણય કરાતાં આજે વેપારીઓએ 4 વાગ્યે દુકાનો બંધ રાખીને સ્વૈચ્છિક બંધ પાળ્યો હતો.
VADODARA ડુપ્લીકેટ સેનેટાઇઝરનો મોટો જથ્થો જપ્ત, કોરોનાથી બચાવવાના નામે મસમોટું કૌભાંડ
બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ખુબજ તેજીથી વધી રહ્યું છે. જેને લઈને જિલ્લાના અનેક મથકોમાં સ્વૈચ્છિક બંધ રખાયો છે, ત્યારે બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં વધતા જતા કોરોનાને લઈને ગઈકાલે પાલનપુરમાં પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં નગરપાલિકા અને વેપારીઓ વચ્ચે બે વખત બેઠક યોજાઇ હતી. જેમાં સ્વૈચ્છિક નિર્ણય કરાયો હતો કે 20 તારીખથી 22 તારીખ સુધી પાલનપુરમાં સવારે 8 થી સાંજે 4 વાગ્યા સુધી જ દુકાનો ચાલુ રહેશે અને ત્યાર બાદ 23 એપ્રિલથી 27 એપ્રિલ સુધી પાલનપુરમાં સંપૂર્ણ જનતા કરફ્યુ રખાશે. જેને લઈને બાદમાં પાલનપુર તાલુકાના સરપંચો સાથે બેઠક કરીને ગામડાના લોકોને 2 દિવસમાં જરૂરી વસ્તુઓ પાલનપુરમાં આવીને ખરીદી કરવાનું કહેવાયું હતું અને ત્યાર બાદ તેમણે પાલનપુરમાં ન આવવા કહેવાયું હતું.
આ છે ગુજરાતમાં દર્દીઓની સ્થિતી? સરકાર કહે છે ઇન્જેક્શન મળશે, કમિશ્નરે કહ્યું નહી મળે !
વેપારીઓએ કરેલા સ્વૈચ્છિક બંધન નિર્ણયને લઈને આજે સવારે 8વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી જ વેપારીઓએ પોતાની દુકાનો ચાલુ રાખી હતી અને 4 વાગતાંની સાથે જ વેપારીઓએ પોતાની સ્વૈચ્છિક દુકાનો બંધ કરીને કોરોનાની ચેન તોડવામાં સહભાગી થયા હતા.
JAMNAGAR માં ઓક્સિજનની બદહાલ સ્થિતિ, લોકોને દિવસો સુધી જોવી પડે છે રાહ
આ અંગે વેપારી એસોસિએશને જણાવ્યું કે, અમે આજે સાંજે 4 વાગ્યે સ્વૈચ્છિક દુકાનો બંધ કરી છે અને 23 તારીખથી અને 5 દિવસ માટે અમે લોકડાઉન રાખીશું. બનાસકાંઠામાં વધતા કોરોના કેસોને લઈને પાલનપુરના વેપારીઓએ આજે સ્વૈચ્છિક પોતાની દુકાનો બંધ રાખી હતી. બનાસકાંઠામાં જે રીતે કોરોનાના કારણે લોકોના મોત થઈ રહ્યા છે તેને લઈને પાલનપુરના લોકો અને વેપારીઓમાં ભય ફેલાયો છે. જેને લઈને હવે લોકો જાતે જાગૃત થયા છે અને પાલનપુર સહિત અનેક તાલુકા મથકોમાં સ્વૈચ્છિક લોકડાઉન આપી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube