ઝી મીડિયા/બ્યૂરો :રાજ્યમાં સતત ગંભીર રીતે વધી રહ્યો છે. કોરોના સંક્રમણને કારણે રાજ્યમાં અનેક વિસ્તારોમાં સ્વયંભૂ બંધ પાળવામાં આવી રહ્યો છે. પોતાના વિસ્તારોમાં ચેપ ન ફેલાય તે માટે લોકો સતર્ક બની રહ્યાં છે. ત્યારે જોઈએ કે, કયા ગામડા અને શહેરના વિસ્તારોએ કેવા પ્રકારનો બંધ પાળ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદના સાયન્સ સિટી રોડ ઉપર વેપારીઓએ સંપૂર્ણ બંધ પાળ્યું છે. આગોતરી જાહેરાત કરીને તમામ દુકાનદારો તેમાં જોડાયા છે. સેલ્ફ લોકડાઉનમાં શનિવાર અને રવિવાર બંન્ને દિવસ સેલ્ફ લોકડાઉન પાળશે. આવશક્ય ચીજવસ્તુઓ સિવાયના તમામ એકમો બંધ રહેશે. 


અમરેલીના લાઠીના અકાળા ગામની ગ્રામ પંચાયત દ્વારા સાંજના 7 થી સવારના 6 વાગ્યા સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. કોરોનાના વધતા જતા કેસોને પગલે નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમય દરમિયાન ગામ આ આગેવાનો અને પંચાયત દ્વારા નિયમો બનાવવામાં આવ્યા છે. દુકાનો બંધ રાખવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તેમજ મંદિરે ચોરે બેસવું નહિ સહિતના નિયમો બનવવામાં આવ્યા છે. આજથી આ નિર્ણય લાગુ થશે. 


સાવલીમાં કોરોના કેસ વધતાં નગરપાલિકાએ મોટો નિર્ણય કર્યો છે. 11 એપ્રિલ થી 18 એપ્રિલ સુધી બજાર ખોલવાના સમયમાં ફેરફાર કરાયો છે. બજારો સવારે 8 થી બપોરે 3 વાગ્યા સુધી જ ખુલ્લા રાખી શકાશે. સૂચનાનો અમલ જે વેપારી નહિ કરે તેની સામે નગરપાલિકા કડક કાર્યવાહી કરશે. દુકાન અને બજારો ખોલવાના સમયે લોકોને માસ્ક પહેરવું ફરજિયાત, સોશિયલ ડિસ્ટન્સ પણ રાખવુ પડશે. કલેક્ટર શાલિની અગ્રવાલની સાવલી મુલાકાત બાદ આ નિર્ણય લેવાયો છે.