ગાંધીનગરઃ છેલ્લા ઘણા દિવસથી સોશિયલ મીડિયા પર ફરી લૉકડાઉન શરૂ થવાની ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ વાતને અફવા ગણાવી છે. મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ સ્પષ્ટ પણે જણાવ્યું છે કે  રાજ્યમાં ફરીથી લોક ડાઉન લાગુ કરવામાં આવશે એવી સોશિયલ મીડિયામાં અને લોકોમાં  જે વાતો ચાલે છે તે માત્ર એક અફવા જ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્ય સરકાર લોક ડાઉન ફરીથી લાગુ કરવાની બાબતે કોઈ  પણ વિચારણા કરતી નથી તેમ પણ મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું છે. વિજય ભાઈ રૂપાણીએ  રાજ્યના સૌ નાગરિકોને આવી અફવાઓથી ગેરમાર્ગે  દોરવાઈ ના જવાની અપીલ કરી છે.
 
મુખ્યમંત્રીએ રાજ્યના નાગરિકોને આવી ખોટી અફવાઓથી ગેરમાર્ગે ના દોરવાઈ જવાની અપીલ કરતા એમ પણ કહ્યું છે કે  1 જૂન થી અનલૉક  થવાને કારણે રાજ્યમાં જન જીવન પૂર્વવત થવા માંડ્યું છે. ઉદ્યોગ ધંધા રોજગાર અને આર્થિક વાણિજ્યિક ગતિવિધિઓ પણ હવે ધબકતી થવા માંડી છે ત્યારે લોક ડાઉન ફરી લાગુ કરવા અંગે  રાજ્ય સરકાર ની  કોઈ જ વિચારણા  નથી.


અમદાવાદમાં કોરોનાને કારણે કોર્પોરેટર ગ્યાપ્રસાદ કનોજિયાનું નિધન


મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું છે કે કોરોના સાથે કોરોના સામે જીવન જીવવાની સાથે રોજ બરોજની ગતિવિધિઓ હવે સામાન્ય થઈ છે ત્યારે ફરી થી લોકડાઉન આવશે તેવી ખોટી અફવાઓ થી લોકો ગેરમાર્ગે ન દોરાય તે પણ જરૂરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube