અલ્કેશ રાવ/બનાસકાંઠા :બનાસકાંઠા જિલ્લામાં આખરે 17 દિવસ બાદ તીડનો ત્રાસ (Loctus attack) ઓછો થયો છે. હવે તીડનો આતંક ઓછો થયા બાદ હવે તીડને કારણે થયેલ નુકશાનીનો સરવે ખેતીવાડી વિભાગ દ્વારા કરવામાં આવશે. ગ્રામ પંચાયત ખેતીવાડી વિભાગને રિપોર્ટ કરશે. જેમાં તલાટીઓ ગામોમાં થયેલ નુકશાનીવાળા ખેડૂતોની યાદી બનાવશે. આ યાદીને આધારે ગ્રામ સેવકો ખેતરમાં સરવે કરવા નીકળશે. સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ સેવકો ફરીને તીડથી થયેલા નુકશાનીનો સરવે કરશે. આમ, તીડથી નુકસાન પામેલા ખેડૂતોને વળતરની આશા જાગી છે. 


જન્મના ચાર કલાકમાં જ માતાએ બાળકીનું ગળુ દબાવી હત્યા કરી, કારણ હતું ‘પુત્ર મોહ’


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે ઝાડી ઝાંખર અને ગોચરમાં રહેલ તીડનો સફાયો  
બનાસકાંઠામાં તીડ પર નિયંત્રણ મેળવવામાં તંત્રને આખરે સફળતા મળી છે. હવે હવે છુટા છવાયા તીડને કંટ્રોલ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ધાનેરાના શેરા, મલોત્રા, રવીયા અને જાડી ગામે ટીમો દ્વારા દવા છંટકાવની કામગીરી કરાઈ રહી છે. 11 જેટલી ટિમો તીડ નિયંત્રણમાં કામે લાગી હતી. 15 જેટલા ટ્રેકટર માઉન્ટેડ સ્પ્રે પંપ દ્વારા પણ દવાનો છંટકાવ કરાયો હતો. હવે ઝાડી ઝાંખર અને ગોચરમાં રહેલ તીડ ઉપર નિયંત્રણ કરવાની કામગીરી શરૂ કરાઇ છે. ત્યારે જાણવા મળ્યું છે કે, મોટા ભાગનો તીડનો જથ્થો રાજસ્થાન તરફ  ફંટાયો છે. 


ગુજરાતના મોટાભાગના શહેરોનું તાપમાન ગગડ્યું, માઈનસ 3 ડિગ્રીથી આબુમાં બરફ જામવાની શરૂઆત થઈ  


બનાસકાંઠા જિલ્લામાં બે દિવસથી તીડનો ત્રાસ ઓછો થયો છે. થરાદમાં રહેલું તીડનું મોટું ઝુંડ રાજસ્થાનના સંચોર તરફ જતાં ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. તીડના નાના ઝુંડ ડીસાના કૂચાવાડા અને ધાનેરાના જોરાપુરા ગામમાં પહોંચ્યું હતું. જ્યાં તીડને નિયંત્રણ કરવા ડીસા અને ધાનેરા પંથકમાં 15 ટીમો કામે લાગી ગઈ હતી.


ખેડૂતે તીડના ત્રાસથી ખેતરમાં ટ્રેક્ટર ફેરવ્યું
બનાસકાંઠાના ધાનેરાના શેરા ગામે ગઈકાલે 5 વિધા જમીન પર ઉભેલા પાક ઉપર ખેડૂતે કંટાળીને ટ્રેકટર ફેરવ્યું હતું. પાંચાભાઈ દેસાઈ નામના ખેડૂતે રાયડાના ઉભા પાક પર ટ્રેકટર ફેરવ્યું હતું. તીડ રાયડાનો પાક સંપૂર્ણ નષ્ટ કરી દેતા ઉભા પાક પર ટ્રેકટર ફેરવ્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....